Abtak Media Google News

મારા પરિવારને દીકરાના ઓપરેશન માટે 9 લાખની મદદ માટે હું સરકારનો આભાર  વશ: રાજેશભાઈ  અંટાળા

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના નાના ભાદરા ગામમાં રહેતા રાજેશભાઈ અંટાળાના પુત્ર કુંજલની બારીમ 53 ખાતે આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી . જેમાં તપામ દરમિયાન ડોક્ટર્સની ટીમને કુળને બોલવામાં તકલીફ પડી રહી છે તેવું લાગતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો . વિવિલ એમ્પિટલમાં વધુ તપાસ કરતાં ડોકટર્સને જાણવા માળ્યું કે , કુંજલને જન્મથી કાનમાં બહેરાશની સમસ્યા છે જેને કારણે તે બાવામાં મુશ્કેલી પડી રહી છે . ત્યારે કુંજલ ઝડપથી બોલતો અને સાંભળતો થાય તે માટે ત્વરીત તેના ઈલાજ માટે ગાંધીનગરની ૠખઊછજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો અને ત્યાં કુંજલના કાનનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું .

Sssss

રાજ્ય સરકાર અને આરોગ્ય ટીમની ઉત્કૃષ્ટ કામગીરીના સાક્ષી બનેલાં કુંજલના પિતા રાજેશભાઈએ સરકારનો અને આરોગ્યની ટીમનો આભાર માનતાં જણાવ્યું હતું કે , ” દીકરાના સ્વાસ્થ્યની ચિંતા હોવા છતાં આર્થિક રીતે નબળો હોવાથી ઓપરેશન માટે 9 લાખ જેવડી મોટી રકમ ભેગી કરવી મારા અશક્ય હતું . કાનનું મશીન જ ખાલી 6 થી 7 લાખનું આવે છે અને ઉપરથી ઓપરેશના બીજા 2 થી 3 લાખ થાય એ અલગ , ત્યારે સરકારની આ યોજના આર્થિક રીતે નબળા માણ માટે ઘણી મદદરૂપ સાબિત થાય છે . બાળકોના તંદુરસ્ત આરોગ્ય માટે સરકાર ઘણું સારું કામ કરી રહી છે . 9 લાખનો ખર્ચ ઉઠાવીને સરકારે મારા દીકરાને સાંભળતો અને બોલતો કર્યો છે . ઓપરેશન બાદ 10 થી 15 ટકા રીઝલ્ટ પણ સામે આવ્યું છે . તેમજ ઓપરેશનની પ્રક્રિયા દરમિયાન રાજકોટ અને ગાંધીનગરની ડોકટર્સની ટીમનો સહયોગ પણ ખુબ સારો હતો .

હાલ કુંજલની રાજકોટ ખાતે સ્માઈલ કેર , સ્પીચ અને હિયરીંગ કલીકનીકમાં સ્પીચ થેરાપી શરૂ છે . કુંજલને સાંભળતો અને બોલતો જોઈને પરિવારમાં આનંદ છવાઈ ગયો છે . રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમને કારણે કુંજલ જેવા અનેક બાળકોની શારીરિક ખામીઓ દૂર થઈ છે અને સમયસર યોગ્ય નિદાન થતાં આજે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.