Abtak Media Google News

ખંભાળિયા ગામના યુવાનો કબરાઉ (કચ્છ)માં માતાજીના દર્શન કરવા જતા  વેળાએ સર્જાય દુર્ઘટના

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ નવા માર્કેટિંગયાર્ડ પાસે રવિવાર મોડી રાત્રી ના બ્રેઝા કાર નું ટાયર ફાટતા ગાડી ચાલકે કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી 10 ફૂટ ઊંડા ખાડા માં ખાબકી હતી કાર માં સવાર ખંભાળિયા ના પાંચ મિત્રો માંથી 4 ને સામાન્ય ઇજા થવા પામી હતી ઇજાગ્રસ્તો ને સારવાર અર્થ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ જિલ્લાના ખંભાળિયા ગામ ના પાંચ મિત્રો કબરાઉ (કચ્છ) માં માતાજી ના દર્શન કરવા જતાં હતાં તે દરમિયાન ગોંડલ નવા માર્કેટીંગયાર્ડ પાસે બ્રેઝા કાર નું ટાયર ફાટતા કાર બેકાબૂ બની પુલની દીવાલ સાથે અથડાઈ ને 10 ફૂટ ઊંડા ખાડા માં ખાબકી હતી અને જયેશભાઈ દેવશીભાઈ નંદાણીયા (ઉ.વ.20), સરમાનભાઈ ઉકભાઈ પટાટ (ઉ.વ.40), સતિષભાઈ ગોવિંદભાઇ કામળિયા (ઉ.વ. 26), જયભાઈ મહેન્દ્રભાઈ પટાટ (ઉ.વ.18) રહે ખભાળિયા જિલ્લો જુનાગઢ વાળા ને સામાન્ય ઇજા થતા સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવ ને લઇને ગોંડલ શહેર પોલીસ રાત્રી ના ઘટના સ્થળે પોહચી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.