Abtak Media Google News

ઓકટોબર મહિનામાં રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ભાગવત જ્ઞાનયજ્ઞ: સર્વજ્ઞાતીની ૧૧ હજાર પોથીનું પુજન: હાઈટેક આયોજન: ૨૦૧૭નું વર્ષ અંગદાન જાગૃતિ વર્ષ તરીકે જાહેર: પત્રકાર પરિષદ યોજાઈ.

સમગ્ર વિશ્ર્વના ૩૦ લાખ રઘુવંશીઓની વૈશ્ર્વિક અને ૧૧૮ વર્ષ જુની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદ દ્વારા લોહાણા મહાપરીષદના પ્રમુખ પ્રવિણભાઈ કોટક, ગર્વનર યોગેશભાઈ લાખાણી, વાઈસ ગર્વનર પરેશભાઈ ભુપતાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ ઉમંગભાઈ ઠકકર, મંત્રીઓ હિમાંશુભાઈ ઠકકર અને પિયુષભાઈ ગંઠા, ખજાનચી હિંમતભાઈ કોટક અને સાથી ટીમના માર્ગદર્શનમાં માતૃતિર્થ સિઘ્ધપુર મુકામે ઓકટોબર મહિનામાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે માતૃતર્પણ અર્થે સાર્વજનિક શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સર્વજ્ઞાતીના ભાવિકોની ૧૧ હજાર પોથીનું દિવ્ય આયોજન કરાયું છે.

લોહાણા મહાપરિષદ/ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત સમગ્ર વિશ્ર્વની માતૃશકિતઓને સમર્પિત દિવગંત માતાઓના સ્મરણાર્થે તથા હયાત માતાઓના શ્રેયાર્થે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે સાર્વજનિક શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ, પ્રારંભ કારતક સુદ પાંચમ ને તા.૨૫ ઓકટોબર, ૨૦૧૭ બુધવારના રોજ (લાભ પાંચમ) અને પૂર્ણાહુતિ: કારતક સુદ બારસને તા.૧ નવેમ્બર, ૨૦૧૭ બુધવાર (બારસ), શુભ સ્થળ માતૃગયા તીર્થ સિઘ્ધપુર જિ.પાટણ (ગુજરાત) ખાતે કરાયું છે.

કથાના તમામ દિવસો દરમ્યાન વિશેષ રીતે નિર્માણ કરાયેલ પોથી મંદિરનું પુજન ઋષિકુમારો દ્વારા તથા અંતિમ દિવસે તર્પણવિધિ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં કરાવવામાં આવશે. તર્પણની પ્રસાદી ‚પે શ્રીમદ ભાગવતનું પુસ્તક આવા તમામ પરિવારોને અરજદારના સરનામે મોકલી આપવામાં આવશે. માતૃતર્પણ અર્થે વિશેષ રીતે નિર્માણ પામેલ માતૃમંદિરમાં દર્શન તથા ધ્યાન માટે પણ બેસવાની વ્યવસ્થા અલાયદી રીતે કરવામાં આવશે. વૈદિક મહત્વ ધરાવતી માં સરસ્વતી નદીના પટમાં આયોજીત આ જ્ઞાનયજ્ઞમાં દરરોજ સવારે કથાનો ક્રમ રહેશે અને સાંજના સમયે રોજ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક/ સામાજિક, ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

સને ૨૦૧૭નું આ વર્ષ શ્રી લોહાણા મહાપરીષદના પ્રમુખ દ્વારા ‘અંગદાન જાગૃતિ વર્ષ’ તરીકે ઘોષીત થયું છે. લોહાણા મહાપરિષદના અનેકવિધ કાર્યક્રમોની માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરીષદમાં લોહાણા મહાપરીષદના રાજકોટ સ્થિત ટ્રસ્ટીઓ ડો.હર્ષદભાઈ ખખ્ખર, વિણાબેન પાંધી, લોહાણા મહાજનના પ્રમુખ અને લોહાણા મહાપરીષદના જોઈન્ટ સેક્રેટરી કાશ્મીરાબેન નથવાણી તથા મિતલ ખેતાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ (સંગઠન) નિતીનભાઈ રાયચુરા, સૌરાષ્ટ્ર વિભાગના સુરેશભાઈ ચંદારાણા, શૈલેષભાઈ ગણાત્રા, યોગેશભાઈ પુજારા, હસુભાઈ ભગદે, શીલ્પાબેન પુજારા, થેલેસેમીયા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રમેશભાઈ ભાયાણી, અશોકભાઈ હિંડોચા, નિતીનભાઈ નથવાણી, ભરતભાઈ રેલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હૈદરાબાદથી લોહાણા મહાપરીષદની લગ્નવિષયક સમિતિના અધ્યક્ષ હસમુખભાઈ દાવડા, અમદાવાદથી લોહાણા મહાપરીષદના હર્ષદભાઈ ઠકકર, ભરતભાઈ માવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોથી નોધાવવા માટે રાજકોટ લોહાણા મહાજનવાડી તેમજ જ્ઞાતીની અન્ય સંસ્થાઓનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. પત્રકાર પરીષદનું સંચાલન સેક્રેટરી મિતલ ખેતાણીએ કર્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.