સદા-સર્વદા સર્વનું કલ્યાણ કરે એ શિવ

એક પુષ્પ એક બિલિપત્ર એક લોટા જલકી ધારા
ૐ નમ: શિવાયના જાપ કરવાથી આવા-ગમન ટળી જાય જીવ શિવમાં ભળે છે

શિવ એટલે, કલ્યાણ, સદા-સર્વદા સર્વેનું કલ્યાણ કરે એ શિવ જીવનું અંતિમ લક્ષ  આવા ગમનના અમંગળ આંટાફેરા ટળી જાય અને જીવ શિવમાં ભળી જાય, શિવના ચરણમાં શરણ મળે, ફેરો ફળે એજ એનો અંતિમ ધ્યેય, એમાંય  સમસ્ત પ્રાણી માત્રમાં   દેવોનેય દુર્લભ એવો મહામુલો, મનુષ્ય અવતાર છે.  પ્રકૃતિએ માનવને તમામ સુખસુવિધાઓ અર્પી છે. તો પ્રભુએ એને બહુ મુલ્યવાન બુધ્ધિ પણ  બક્ષી છે.   પરંતુ દુર્ભાગ્યે આ બુધ્ધિએજ  સઘળોદાટ વાળ્યો છે. કહેવાય છેને કે, જેની બુધ્ધી બગડી એનું બધુ બગડયું આ દુર્બધ્ધિને સદ્બુધ્ધિમાં  ફેરવવાનું કામ શિવજી કહે છે.  સદબુધ્ધિના દાતા  ભાગ્ય-વિધાતા, પ્રલય કરનારા , તારણહારા, કાળના મહાકાળ  દેવા ધી દેવ  મહાદેવ છે.સર્જનહારે, માનવ સ્વયં જીવન સાર્થક કરે, ‘નરમાંથી નારાયણ’ અને  એ માટે એક ઔર અલૌકિક, અદ્ભૂત, શકિત પ્રદાન  કરી છે.  જેને યોગની ભાષામાં   કુંડલિની શકિત કહેવાય. યોગ થાય તો વિયોગ  ટળે, એ માટે સંયોગ, સંજોગ,  જોઈએ. આ સંયોગ શિવના સાનિધ્ય થકી જ  સાંપડે,  જો શિવની સાધના  કરાય, ૐ નમ:શિવાય નો અવિરત જાપ  થાય તો જ કુંડલિની જાગૃત થાય અને  ભવો-ભવનો ફેરો ટળી જાય.

મુલાધાર જેને શકિતપીઠ યા ત્રિપુરાનું સ્થાન  (ઈડા, પિંગલા, સુષુમ્ણાનાડી) પણ કહેવાય છે. આ મુલાધારમાં કુંડલિની-ગુપ્ત મહાશકિત, ગુંચળુ વળીને પડી છે. આ શકિત ૐ નમ:શિવાયના જાપ કર્યે સરવળે છે. અને અવિરત જાપ કયર્ેં જાગૃત થઈ ઉર્ધ્વ ગતિ કરી, શિવને મળે છે. મતલબ જીવનો શિવ સાથે  સંગમ મેળાપ કરાવે છે. પછી આવા -ગમન ટળી જાય છે. જીવ શિવમાં ભળી જાય છે.

તહેવારોની  તિતિક્ષા અને પર્વોની પ્રતિક્ષા  વચ્ચે  જ માનવ જીવનનું મુલ્ય હિત, ભલાઈ એની ગરીમા અને ગુણોની પરંપરાનું ઉદગમ સ્થાન રહેલું છે. પર્વો એ માનવ જીવનમાં  વ્યકિત,  વ્યકિત, સમાજ,સમાજ સાથે જડાઈ રહેલા, ઘર કરી ગયેલા વૈમનસ્યને વેગળા કરે છે. દેશ નેતા, કે, ધાર્મિક  નેતા જે કાર્ય નથી કરી શકતા એ કાર્યો આવા મહાપર્વો કરે છે. અને એટલે જ  આપણા આર્ષદ્રષ્ટાઓએ  બખુબી  ધર્મના ગઠ-બંધને સમય સમય પર સ્નેહ અને સહકારની સાંકળે ઉત્સવો તહેવારો પર્વો, મહાપર્વના  માધ્યમથી  સર્વેને એકતાના અતૂટ તાંતણે બાંધી રાખ્યા છે.