Abtak Media Google News

પોલેન્ડના કાટોવાઈઝ શહેરમાં 30મી સુધી આંતરરાષ્ટ્રીય સંમેલન

ઝડપી શહેરીકરણ અને તેના થકી વિવિધ શહેરો, સમુદાયો, અર્થતંત્રો અને આબોહવા પર થતી અસરની ચર્ચા કરવા, તેમજ આવનાર સમયના અપેક્ષિત પડકારોનો સજ્જતાથી સામનો કરવા માટે શહેરોને તૈયાર કરવા પોલેન્ડના કાટોવાઈઝ શહેરમાં વર્લ્ડ અર્બન  ફોરમ-11નું આયોજન  તા.30 જૂન સુધી કરવામાં આવેલ છે.  વર્લ્ડ અર્બન ફોરમની સ્થાપના 2001માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય વિશ્વના વિવિધ શહેરોમાં અનુભવાઇ રહેલ પડકારો અને તેનો સામનો કરવા માટે લેવાઈ રહેલ પગલાઓ અંગે વિશ્વને અવગત કરાવવાનો છે.

સસ્ટેનેબલ શહેરીકરણની વૈશ્વિક પરિષદ વર્લ્ડ અર્બન ફોરમ-11માં જોડાવા માટે 170 દેશોમાંથી 20,000થી વધુ લોકોએ નોંધણી કરાવી છે. આવનાર 5 દિવસો દરમ્યાન વિશ્વના પ્રત્યેક ખૂણેથી આવેલ અનુભવી આગેવાનો” વધુ સારા શહેરી ભવિષ્ય માટે અમારા શહેરોનું પરિવર્તન” ની થીમ પર વિવિધ પરિષદ તેમજ પરિસંવાદમાં પોતાના વિચારો અને સૂચનોને રજૂ કરશે, જે વર્તમાન પ્રવાહો, પડકારો અને તકોના આધારે શહેરોના ભાવિ અંગે વધુ આંતરદૃષ્ટિ અને સ્પષ્ટતા પ્રદાન કરશે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અર્બન અફેર્સ વર્લ્ડ  અર્બન ફોરમ-2022માં ભારત સરકાર સાથે ભાગીદારીમાં વિવિધ વિષયો ઉપર ચર્ચાઓનું આયોજન કરી રહી છે, જેમાં ભારતના શહેરો થકી લેવાઈ રહેલ નવીન પગલાઓને પરિષદ તેમજ પરિસંવાદ થકી રજૂ કરવામાં આવશે. જેનો મુખ્ય આધાર શહેરી આબોહવાના પડકારો અને તેને સંદર્ભકીય કાર્યવાહી, આબોહવામાં સુધારો કરવા માટેની જરૂરી ક્રિયા માટેના ભંડોળ માટેના સહયોગી પ્રયાસો, શહેરી આયોજન અને ડિઝાઇનને પ્રત્યેક નાગરિક માટે સમાવિષ્ટ અને ટકાઉ બનાવવી અને તેના થકી શહેરોમાં અપેક્ષિત પરિવર્તનો પર પરામર્શ કરવાનો રહેશે.

આ સંદર્ભમાં કેપેસીટીઝ પ્રોજેક્ટને એનઆઈયુએ દ્વારા તેમનું કાર્ય દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે. કેપેસિટીઝ  પ્રોજેકટ અંતર્ગત સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન   દ્વારા ક્લાઈમેટ રેસિલિયન્સની દિશામાં કામ કરવા માટે કુલ 8 શહેરોને સપોર્ટ મળી રહેલ છે. જેમાં ગુજરાત રાજ્યના 3 શહેરો (અમદાવાદ, રાજકોટ, તથા વડોદરા), તમિલનાડુ રાજ્યના 3 શહેરો, રાજસ્થાન રાજ્યના ઉદયપુર શહેર તથા પશ્ચિમબંગાળ રાજ્યમાંથી સિલીગુરી શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે.   રાજકોટમાં હાથ ધરાયેલ કલાઇમેટ રેસિલિયન્ટ પ્રોજેક્ટ્સની નોંધ લઈને રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવને 30 મી જૂન,  ના રોજ

પોલેન્ડના ઊંફજ્ઞિૂંશભય શહેરમાં આયોજિત અર્બન ફોરમ 11માં  સવારે 10:30 થી 11:30 વાગ્યા સુધી   રાજકોટ શહેરની સિદ્ધિઓ અને તે મેળવવા

 માટે શહેરમાં લેવાયેલ પગલાઓ વિષે બોલવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે.

કેપેસીટીઝ પ્રોજેકટ થકી રાજકોટ શહેર માટે ક્લાઈમેટ રેસિલિયન્સની દિશામાં વિવિધ પગલા લેવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેર માટે “ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન બનાવેલ છે, જેમાં સમાવિષ્ટ ૠઇંૠ એમીશન ઇન્વેન્ટરીને દર વર્ષે અપડેટ પણ કરવામાં આવે છે. ઈંઈકઊઈં જજ્ઞીવિં અતશફ દ્વારા આ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકામાં એક રિસોર્સ પર્સન પણ ફાળવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત ક્રિટિકલ અર્બન સેક્ટર્સ જેવાકે, એનેર્જી, ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ, વેસ્ટ, વોટર તથા ડ્રેનેજ મેનેજમેન્ટ માટે એમ્બીશીયસ કલાઇમેટ પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવી રહેલ છે. રાજકોટ શહેરમાં લેવાઈ રહેલ પગલાઓને ગ્લોબલ પ્લેટ ફોર્મ પર રિપોર્ટ પણ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.