Abtak Media Google News

વોર્ડ નં.૧૦માં લાયબ્રેરી અને રીડીંગરૂમ બને તે માટે સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્ર આગળ વધી શકે તેમજ વાંચન પ્રેમીઓ પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે, તેવા હેતુથી જુદા જુદા વિસ્તારમાં ૩ લાયબ્રેરી તથા ૪ મોબાઈલ લાયબ્રેરી કાર્યરત છે. આ સુવિધામાં વિશેષ વધારો થાય તે માટે વોર્ડ નં-૧૪ તથા વોર્ડ નં-૯માં નવી લાયબ્રેરી બનાવવાની કાર્યવાહી કાર્યરત છે.

આ ઉપરાંત વોર્ડ નં-૧૦માં નિર્મલા રોડ પર આવેલ ફાયર સ્ટેશનની જગ્યામાં નવી લાયબ્રેરી બનવવા માટે સ્થળ મુલાકાત લેતા મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, વોર્ડ નં-૧૦ના કોર્પોરેટર બીનાબેન આચાર્ય, અશ્વીનભાઈ ભોરણીયા, જ્યોત્સનાબેન ટીલાળા, પુર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, ભાજપ અગ્રણી શ્રી ભટાસણા સાહેબ, સિટી એન્જીનીયર ડોઢિયા સાહેબ, વિગેરે ઉપસ્થીત રહેલ હતા. આ વિસ્તારના લાયબ્રેરીનો  લોકોને લાભ મળે તે માટે, તેથી આ માટે આગળની કાર્યવાહી કરવા અધિકારીઓને સુચના આપેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.