Abtak Media Google News

ઓબેડ મેકોયને 6 વિકેટ ઝડપવા બદલ મેન ઑફ ધ મેચ જાહેર કરાયો

અનઇવન પીચ ઉપર બીજી ટી20માં ભારતનો મેકોઈએ રકાસ કરી નાખ્યો હતો કેમ કે મેકોઈએ ભારતના  બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા.સેન્ટ કિટ્સ ખાતે રમાયેલી બીજી ઝ20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝે 5 વિકેટે જીત મેળવી હતી. ભારતની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. કેમ કે પીચ પર દડા અનઇવન આવતા હતા અને બેટ્સમેનો ઉતાવળે ખરાબ શોર્ટ રમી વિકેટ ગુમાવી હતી.

આ સાથે જ સિરીઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. ભારતે વેસ્ટ ઈન્ડીઝને 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે વેસ્ટ ઈન્ડીઝે 19.2 ઓવરમાં 5 વિકેટના નુક્સાને ચેઝ કરી લીધો હતો. ઓબેડ મેકોયને 6 વિકેટ ઝડપવા બદલ મેન ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.બીજી ઝ20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત પ્રથમ બેટિંગ કરતા 19.4 ઓવરમાં 138 રન જ કરી શક્યુ હતુ. ઓબેડ મેકોયે 6 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો.

ભારત તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડ્યાએ 31 રન કર્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 27 રન કર્યા હતા. જેસન હોલ્ડરે 2 વિકેટ લીધી હતી. તો અલ્ઝારી જોસેફ અને અકીલ હોસેનને 1-1 વિકેટ મળી હતી.વેસ્ટ ઈન્ડીઝ તરફથી સૌથી વધુ રન બ્રેન્ડન કિંગે 52 બોલમાં 68 રન માર્યા હતા. ડેવોન થોમસે 19 બોલમાં 31 રન ફટકાર્યા હતા. ભારત તરફથી અર્શદિપ સિંહ, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, હાર્દિક પંડ્યા અને આવેશ ખાને 1-1 વિકેટ લીધી હતી.ટીમ ઈન્ડિયાના કોઈપણ બેટરો લાંબી ઇનિંગ્સ રમી શક્યા નહિ.

મેચના પહેલા જ બોલે રોહિત શર્મા આઉટ થયો હતો. સૂર્ય કુમાર યાદવ પણ 6 બોલમાં 11 રન કરીને આઉટ થયો હતો. તો અલ્ઝારી જોસેફે શ્રેયસ અય્યરને આઉટ કરીને ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો કરાવી દીધો હતો.રિષભ પંતે સારી શરૂઆત કરી હતી. પણ તે 12 બોલમાં 24 રનની ઇનિંગ રમીને પેવેલિયન ભેગો થયો હતો. હાર્દિક  પંડ્યા 31 બોલમાં 31 રન કરીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ 30 બોલમાં 27 રન કર્યા હતા. દિનેશ કાર્તિક 7 રન કરીને આઉટ થયો હતો. અશ્વિન 10 રન કરીને આઉટ થયો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.