વેઇટ લિફ્ટિંગ બાદ જુડોમાં પણ મેડલ વર્ષા

 • ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં 9 મેડલ મેળવ્યા જેમાં ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બોન્ઝ મેડલનો સમાવેશ
 • ભારતની મહિલા જુડો સુશીલા દેવીએ 48 કિલોભાર વર્ગમાં સિલ્વર મેડલ કબજે કર્યો જયારે વિજય કુમાર યાદવે બ્રોન્ઝ મેડલ મેળવ્યો

કોમનવેલ્થ ગેમ્સ-2022મા ભારતના ખાતામાં વધુ મેડલ આવ્યા છે. ભારતને વેઇટલિફ્ટિંગ બાદ હવે જુડોમાં એક બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ મળ્યો છે. ભારતની મહિલા જુડોકો સુશીલા દેવીએ 48 કિલોભાર વર્ગમાં સિલ્વર મેડલ કબજે કર્યો છે. જ્યારે વિજય કુમાર યાદવે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. વિજય કુમારને જુડો 60 કિલો વર્ગમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. એટલે કે ભારતને વેઇટલિફ્ટિંગ બાદ જુડોમાં બે મેડલ મળ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2022 શરૂ થયે ચાર દિવસ વીતી ગયા છે. ભારત સતત પોતાના મેડલ્સની સંખ્યા વધારી રહ્યું છે. સોમવારે ટીમ ઈન્ડિયાને કુલ 3 મેડલ મળ્યા જેમાંથી બે જૂડોની ઈવેન્ટમાં મળ્યા જ્યારે એક વેઈટલિફ્ટિંગમાં મળ્યો. જેમાં એક સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ સામેલ છે.

આ સાથે હવે ભારતની મેડલ ટેલી 9 થઈ ગઈ છે. મેડલ ટેલીમાં ભારત હજુ પણ છઠ્ઠા નંબરે છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં ત્રણ ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ આવ્યા છે. આ ઉપરાંત સોમવારે ભારતે પોતાના 3 વધુ મેડલ પાક્કા કર્યા છે. આ ઈવેન્ટના ફાઈનલ મુકાબલા બાકી છે. જેમાંથી એક લોન બોલ્સ, બીજી બેડમિન્ટન છે જ્યારે એક ટેબલ ટેનિસનો મુકાબલો છે.

 • બોક્સિંગમાં અમિત અને મોહમ્મદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

બોક્સિંગમાં અમિત પંઘાલે 51 ઊંૠ વેટ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરતા વાનૂઆતૂના નામ્રી બેરીને 5-0થી હાર આપીને ક્વોર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તો બોક્સિંગના બીજા મેચમાં મોહમ્મદ હસમુદ્દીને બાંગ્લાદેશના મોહમ્મદ સલીમને હરાવીને ક્વોર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે 57 ઊંૠ વેટ કેટેગરીમાં 5-0થી જીત મેળવી હતી.

 • કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતના પદકવીર
 1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
 2. ગુરુરાજા- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 61 કિલોગ્રામ)
 3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 49 કિલોગ્રામ)
 4. બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
 5. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 67 કિલોગ્રામ)
 6. અચંતિા શેઉલી- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 73 કિલોગ્રામ)
 7. સુશીલા દેવી- સિલ્વર મેડલ (જૂડો 48 કિલોગ્રામ)
 8. વિજયકુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ (જૂડો 60 કિલોગ્રામ)
 9. હરજિંદર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 71 કિલોગ્રામ)

કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધીની મેડલ ટેલી જોશો તો ઓસ્ટ્રેલિયા 70 મેડલ સાથે ટોપ પર છે. જ્યારે ઈંગ્લેન્ડ 53 મેડલ સાથે બીજા નંબરે છે. ન્યૂઝીલેન્ડે અત્યાર સુધીમાં 24 મેડલ જીત્યા છે. જેમાં 13 ગોલ્ડ સામેલ છે.

 • લોન બોલ્સમાં ઈતિહાસ રચાયો
 • ભારતીય મહિલાઓની ટીમે ન્યૂઝીલેન્ડને માત આપીને ફાઈનલમાં જગ્યા બનાવી

 

ભારત માટે સોમવારનો દિવસ એટલા માટે પણ ખાસ રહ્યો કે લોન બોલ્સમાં ટીમ ઈન્ડિયાનો વધુ એક મેડલ પાક્કો થયો છે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે આ ઈવેન્ટમાં ભારતને કોઈ મેડલ મળી રહ્યો છે. મહિલાઓની ટીમે ન્યૂઝીલેન્ડને માત આપીને ફાઈનલમાં જગ્યા બનાવી અને એક મેડલ પાક્કો કરી નાખ્યો.

 • હરજિંદર કૌરે વેઇટ લિફ્ટિંગમાં કર્યો કમાલ: બ્રોન્ઝ મેડલ મેળવ્યો

ભારતીય વેઈટલિફ્ટર હરજિંદર કૌરે મહિલાઓના 71 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હરજિંદરે સ્નેચમાં 93 કિલો અને ક્લીન અને જર્કમાં 119 કિલોનું વજન ઉઠાવીને કુલ 212 કિલો વજન ઉપાડવા સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ઈંગ્લેન્ડની સારાહ ડેવિસ અને સિલ્વર મેડલ કેનેડાની એલેક્સિસ એશવર્થે જીત્યો. અત્રે જણાવવાનું કે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય વેઈટલિફ્ટર્સનું પ્રદર્શન ખુબ જ શાનદાર જોવા મળી રહ્યું છે. ભારતે વેઈટલિફ્ટિંગમાં અત્યાર સુધીમાં 7 મેડલ જીત્યા છે જેમાં 3 ગોલ્ડ મેડલ સામેલ છે. ગત વખતે ભારતે વેઈટલિુફ્ટંગમાં 9 મેડલ જીત્યા હતા. હવે જોવાનું એ રહેશે કે ભારત પોતાનો પાછલો રેકોર્ડ તોડી શકે છે કે નહીં.

 • કોમનવેલ્થ ગેમ્સમાં આજે ભારતીય પ્લેયર્સની મુખ્ય ઈવેન્ટ

બપોરે 2:વાગ્યે

વેઇટલિફ્ટિંગ, વુમન્સ 76 ઊંલ ઓલ ગ્રુપ્સ પૂનમ યાદવ

સાંજે 6.30 વાગ્યે

વેઇટલિફ્ટિંગ, મેન્સ 96 ઊંલ ઓલ ગ્રુપ્સ વિકાસ ઠાકુર

બપોરે 3:00 વાગ્યે

એક્વેટિક્સ સ્વિમિંગ એન્ડ પારા સ્વિમિંગ, મેન્સ 200 મીટર બેકસ્ટ્રોક        હિટસ શ્રીહરિ નટરાજ

સાંજ 6.35 વાગ્યે

આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ, મેન્સ પેરેલલ બાર્સ ફાઈનલ સેફ તમ્બોલી

સાંજે 4.10 વાગ્યે

એક્વેટિક્સ સ્વિમિંગ એન્ડ પારા સ્વિમિંગ, મેન્સ 1500 મીટર                    ફ્રીસ્ટાઈલ અદ્વૈત પાગે

રાતે 8.30 વાગ્યે

સ્ક્વોશ, વિમેન સિંગલ્સ સેમીફાઈનલ્સ સુનયના સારા કુરુવિલા

સાંજે 5.30 વાગ્યે

આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ, મેન્સ વોલ્ટ ફાઈનલ સત્યજિત મંડલ

રાતે 11.વાગ્યે

વેઇટલિફ્ટિંગ, વુમન્સ 87 ઊંલ ઓલ ગ્રુપ્સ ઉષા બન્નૂર

રાતે 11.45 વાગ્યે: બોક્સિંગ, ઓવર 63.5 ઊંલ- 67 ઊંલ (વેલ્ટરવેટ            રાઉન્ડ 16) રોહિટ ટોકસ ટત અલ્ફ્રેડ કોટે