Abtak Media Google News

ભાવેશની ‘ધીરજ’ અને આજકાલે મેચ પરની પક્કડ ગુમાવતા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની સેમી ફાઇનલમાં આસાન જીત

 નવનીત-ચેતનની ધારદાર બોલીંગ, અને કુલદીપ રાઠોડની વિકેટે આજકાલને 131 સુધીજ સિમીત રાખ્યું સેમી ફાઇનલના મેન ઓફ ધ મેચ ભાવેશ લશ્કરીએ અણનમ 63 રન બનાવી ટીમને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો

મિડીયા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રવિવારે આજકાલ અને ઇલેક્ટ્રોનિક્સ મિડીયા વચ્ચે મહત્વપૂર્ણ જંગ ખેલાયો હતો. જેમાં ભાવેશની ધીરજપૂર્વકની બેટીંગ અને આજકાલે અડધેથી જ મેચ પડતો મૂકી દેતાં સેમી ફાઇનલમાં ઇલેક્ટ્રોનિક્સ મિડીયાએ આજકાલ સામે 6 વિકેટે ભવ્ય જીત મેળવી હતી.

આજકાલે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, શરૂઆતના તબક્કામાં જ આજકાલે બે વિકેટ ગુમાવી ત્યારબાદ આજકાલ તરફથી પ્રકાશ અને કુલદીપે ઇનિંગ સંભાળતા સ્કોર આગળ ધપાવ્યો હતો. જો કે, નવનીતે કુલદીપની વિકેટ ઝડપી હતી અને મેચમાં આ ટર્નીંગ પોઇન્ટ સાબિત થયો હતો અને ત્યારબાદ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી આજકાલ માત્ર 131 રન બનાવી શક્યું હતું. બીજી ઇનિંગમાં 132 રનનો સ્કોર ચેસ કરવા ઉતરેલી ઇલેક્ટ્રોનિક્સ મિડીયાની શરૂઆત સારી રહી હતી. ભાવેશે ધીરજતા રાખી એક છેડો સંભાળી રાખ્યો હતો અને અણનમ 63 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. સેમી ફાઇનલ મેચ રસપ્રદ બન્યો હતો.

Photo 2022 04 25 11 13 09

આજકાલે પણ ખુબ જ સારી રમત રમી હતી. મેચમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા હતા. જો કે 10 ઓવર બાદ તો આજકાલે મેચ અડધેથી જ પડતો મૂકી દેતા ઇલેક્ટ્રોનિક્સ મિડીયાનો સેમિ ફાઇનલમાં ભવ્ય વિજય થયો હતો. મેચના હિરો ભાવેશ લશકરીએ અણનમ 63 રન બનાવ્યા હતા અને તેઓને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. રવિવારે ઇલેક્ટ્રોનિક્સ મિડીયા સામે ‘અબતક’ પૂરા હકારાત્મક અભિગમ સાથે ફાઇનલ રમવા મેદાને ઉતરશે.ઉલ્લેખનીય છે કે, રવિવારે મિડીયા ક્રિકેટ ટૂર્નામેન્ટના સેમ ફાઇનલ મેચમાં આજકાલ પ્રથમ બેટીંગ કરતા માત્ર 131 રન જ બનાવી શક્યું હતું. જેમાં પ્રકાશે 54 રન, જ્યારે કુલદીપે 25 રનની ઇનિંગ રમી હતી. ઇલેક્ટ્રોનીક્સ મિડીયા તરફથી નવનીતે ચાર ઓવરમાં માત્ર 14 રન આપ્યા હતા અને મહત્વપૂર્ણ વિકેટ મેળવી હતી જ્યારે ચેતને પણ 4 ઓવરમાં 24 રન આપી મહત્વની 3 વિકેટો ઝડપી હતી.

ચેસ કરવા ઉતરેલી ઇલેક્ટ્રોનિક્સ મિડીયાની ટીમ શરૂઆતથી જ હકારાત્મક વલણ સાથે રમતી હતી. ઇલેક્ટ્રોનિક્સ મિડીયા તરફથી ભાવેશ લશકરીએ અણનમ 63 રન જ્યારે નવનીત લશકરીએ મહત્વના 32 રન બનાવ્યા હતા. આજકાલની બોલીંગ ધારદાર રહી ન હતી. આજકાલે વચ્ચેથી મેચ પડતો મૂકી દીધો હોય તેવી રીતે રમતા માત્ર 15.4 ઓવરમાં જ ઇલેક્ટ્રોનિક્સ મિડીયાએ મેચ પોતાના નામે કરી લીધી હતી અને આ સાથે જ તેઓએ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સુપર સિક્સમાં ‘અબતકે’ કાઠિયાવાડ પોસ્ટ સામે ભવ્ય જીત મેળવી ઊંચી રનરેટના કારણે સીધો ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે ગઇકાલે સેમીફાઇનલમાં ઇલેક્ટ્રોનીક મિડીયાનો આજકાલે સામે વિજય થતાં આગામી રવિવારે રેસકોર્ષ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ‘અબતક’-ઇલેક્ટ્રોનિક્સ મિડીયા વચ્ચે ફાઇનલનો જંગ ખેલાશે તો રાજકોટની ક્રિકેટપ્રેમી જનતાને ફાઇનલ મેચ નિહાળવા ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.