મેરઠના ઝવેરીએ વીંટીમાં 12638 હીરા જડીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

વિશ્વમાં ઘણા લોકો અલગ અલગ કામો કરીને પોતાના નામ ગિનિસ વર્લ્ડ રેકોડમાં પોતાનું નામ નોંધાવતા હોય છે . તેમાં મેરઠના એક ઝવેરીએ મેરિગોલ્ડ રિંગ બનાવીને પોતાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

હૈદરાબાદ સ્થિત એક ઝવેરી શ્રીકાંત કોટિએ એક વીંટીમાં 7901 હીરા જડીને રેકોર્ડ બનાવ્યો હતો પરંતુ તેનો આ રેકોર્ડ મેરઠના હર્ષિત બન્સલે એક મહિનામાં જ તોડી નાખ્યો.

અત્યારે હીરા જડિત જ્વેલરી મહિલાઓને વધુ પસંદ આવે છે .આવી જ હીરા જડિત વીંટી મેરઠના રહેવાસી હર્ષિત બન્સલ દ્વારા બનાવવામાં આવી છે જેને’ મેરી ગોલ્ડ ડાયમન્ડ રિંગ ‘તરીકે ઓળખવામાં આવે છે.આ વીંટીમાં 12638 હીરા જડવામાં આવ્યા છે. આ વીંટી 165.45 ગ્રામની છે જેના 8 લેયર્સમાં 38.08 કેરેટ હીરા જડવામાં આવ્યા છે.આ હીરા જડિત વીંટીને ગિનિસ વલ્ડ રેકોડમાં સ્થાન મળ્યું છે.

હર્ષિતે 25 વર્ષીની ઉંમરમાં એસઆરએમ યુનિવર્સિટીમાંથી બીબીએ અને એમબીએ કર્યા પછી સુરતમાં જ્વેલરી ડિઝાઇન કરવાની કળા શીખી હતી.તેમને આ વીંટીની રચના કરવાનો વિચાર પોતાની પત્ની માંથી આવ્યો હતો. હર્ષિતના કહેવા મુજબ તેની પત્નીએ 2018માં આ રિંગ જોઈ .જ્યારે મારી પત્ની અને મેં આ વીંટી વિશે વાંચ્યું ત્યારે તેમાં 6690 હીરા જડાયેલા હતા અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ નોંધાયેલું હતું. તે સમયે મેરઠમાં તેનું પ્રથમ સ્ટોર ખોલ્યું હતું. આ કાર્ય તેના માટે એક પડકાર હતું. હર્ષિતે રિંગ પર કામ 2018 માં શરૂ થયું હતું અને 2020 માં પૂર્ણ કર્યું. તે એક સ્ટોર ધરાવે છે જેનું નામ તેણે તેના પિતા અનિલ બંસલ અને માતા રેનુ બંસલના નામ પર રાખ્યું છે.

બધા જ હીરા વિશેષ છે

આ વીંટીમાં જડેલા બધા હીરા વિશેષ છે.આ વિશેષ વીંટીને આંતરરાષ્ટ્રીય જેમોલોજિકલ લેબોરેટરી (આઈજીઆઈ) દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે જે વિશ્વના ડાયમંડ જ્વેલરી સર્ટિફિકેશનના સૌથી પ્રતિષ્ઠિત લેબ્સમાંથી એક છે.

વીંટી બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો

હર્ષિત ઘણા સમયથી વીટીના ડિઝાઇનને લઈને વિચારમાં હતા. છેવટે તેમને આ વીંટી ની ડિઝાઇન તેમના બગીચામાંથી મળી. જ્યારે તેઓ બગીચામાં આંટા મારતા હતા ત્યારે તેમની નજર મેરીગોલ્ડ ના ફૂલ પર પડી હતી. તેમને વિચાર આવ્યો કે આ ફૂલ ની બધી જ પાંખડી એકબીજાથી અલગ છે અને તે ફૂલની ડિઝાઇન પરથી પોતાની વીંટી બનાવવાનો વિચાર આવ્યો.