Abtak Media Google News

કોરોનાને કારણે તમામ ઉદ્યોગ ધંધાને વતા ઓછા પ્રમાણમાં અસર પહોંચવા પામી છે પરંતુ અનલોક સ્વરૂપે છૂટછાટ મળતા ધીરે ધીરે ગાડી પાટે ચડી રહી છે. પરંતુ દેશના ભવીનું ઘડતર કરતી શૈક્ષણિક સંસ્થાઓ તો હાલ બંધ અવસ્થામાં છે જે તેની સાથે સાથે તમામ પ્રકારની પરીક્ષાઓ લેવી કે કેમ તે અંગે પણ અનેકવિધ મૂંઝવણો રહેલી છે. તેમાં હાલ સીબીએસઇ બોર્ડની ધોરણ ૧૦ – ૧૨ ની પૂરક પરીક્ષાઓ પણ ઘોંચમાં મુકાઈ છે. જે અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર તમામ બાબતો નિર્ભર છે.

જસ્ટિસ એ.એમ.ખાનવીલકર, દિનેશ મહેશ્વરી અને સંજીવ ખન્નાની બનેલી સુપ્રીમ કોર્ટના જજોની બેંચ આજે સીબીએસઈના ધોરણ ૧૦ – ૧૨ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાના નિર્ણય વિરુદ્ધ રિટ અરજી પર સુનાવણી કરશે.  વૈકલ્પિક મૂલ્યાંકનના આધારે સીબીએસઇએ આ વર્ગો માટે પરિણામ જાહેર કર્યા પછી આશરે ૨,૧૦,૦૦૦ વિદ્યાર્થીઓને કેટેગરીમાં મુકવામાં આવ્યા છે જેના ભાવિનો નીર્ધાર આ પરીક્ષા પર નભેલું છે.

મામલામાં પીટીશનરો દ્વારા ઉદ્દેશી લેવામાં આવેલ મુખ્ય દલીલ એ છે કે સીબીએસઇ માટે કોરોના કાળ વચ્ચે પૂરક પરીક્ષાઓ સુરક્ષિત રીતે ચલાવવી અશક્ય રહેશે.  તેઓએ એવી દલીલ પણ કરી છે કે જુલાઈ માસમાં પરીક્ષા લેવામાં ન આવી હોવાથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવામાં અસમર્થ રહ્યા છે. જેથી હવે પરીક્ષાઓ લેવાનો કોઈ અર્થ રહ્યો નથી. સીબીએસઇની પૂરક પરીક્ષા રદ કરવા માટે એક નિર્દેશ માંગ્યો છે. આ અગાઉ સુપ્રિમ કોર્ટ સમક્ષ આવી જ અરજી કરવામાં આવી હતી, જે ૬ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ જાહેરનામાને અલગથી પડકારવાની દિશા સાથે ફગાવી દેવાઈ હતી.

ન્યાયાધીશ ખાનવિલકરે ૨૦ ઓગસ્ટના રોજ અરજી ફગાવતા કહ્યું હતું કે સીબીએસઇએ તેના નિર્ણય બદલ તમામ કારણો કોર્ટ સમક્ષ મુખ્ય છે, તમે અરજી ફાઇલ કરો. અમે તમને સ્વતંત્રતા આપીશું.

તદનુસાર, અરજદારોએ સીબીએસઈની સૂચનાઓને પડકારતાં નવી અરજી દાખલ કરી છે.  તેઓએ ધ્યાન દોર્યું છે કે બોર્ડે પૂરક પરીક્ષા રદ કરવાની તેમની વિનંતીને નકારી હતી, એક ’અસ્પષ્ટ કારણ’ આપતા કહ્યું હતું કે જો પરીક્ષા રદ કરવામાં આવે  તો પછી અન્ય વિદ્યાર્થીઓની૧૦ મી અને ૧૨ ની બોર્ડ પરીક્ષાને અસર થશે.  જો કે, એવી રજૂઆત કરવામાં આવી છે કે સીબીએસઇએ સ્પષ્ટતા નહોતી કરી કે પૂરક પરીક્ષા રદ કરવામાં આવે તો આ કેટેગરીમાં ન આવતા વિદ્યાર્થીઓને કેવી અસર થશે ? અરજીમાં જણાવાયું છે.  ઉલ્લેખનીય છે કે, ધોરણ ૧૦ના ૧,૫૦,૧૯૮ વિદ્યાર્થી અને ધોરણ ૧૨ના ૮૭, ૬૫૧ વિદ્યાર્થીઓને કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.