Abtak Media Google News

ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીનમાં નવો છેલ્લે ઉમેરાયેલો શબ્દ છે- ઝીઝીવા

ઓક્સફર્ડ ઇંગ્લીશ ડિક્શનરીએ તેની તાજી આવૃતિમાં નવા અંગ્રેજી શબ્દોનો સમાવેશ કર્યો છે. જે પૈકી નવો છેલ્લો અંગ્રેજી શબ્દ છે- ઝીઝીવા મતલબ કે – દક્ષિણ અમેરીકામાં મુખ્યત્વે વરસાદી સીઝનમાં જોવા મળતું એક જીવડું અગાઉ ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં ઝીથમ કે ઝીથુમ એવો શબ્દ હતો. તેના સ્થાને હવે ઝીઝીવા શબ્દ મુકાયો છે. ઝીથુમ એક ઇજીપ્તીઅન શબ્દ છે.

ઝીઝીવા શબ્દની વાત કરીએ તો અમેરિકાના એન્ટોમોલોજિસ્ટ એટલે કે જંતુ શાસ્ત્રીના ૧૯૨૨ના એક અભ્યાસાત્મક અહેવાલમાં શબ્દ ઝીઝીવાનો ઉલ્લેખ કરાયો હતો તેમ ઓક્સફર્ડ  શબ્દકોષ વિભાગના નિષ્ણાતોનું કહેવું છે.

આ સિવાય જે ૬૦૦ શબ્દ ઓક્સફર્ડ ઇંગ્લીશ ડિક્શનરીમાં ઉમેરાયા છે. તેમાં ચના દાલ શબ્દનો પણ ઉલ્લેખ છે. ચના દાલનો સમાનાર્થી કોરિઅન શબ્દ ડુએનજેન્ગને પણ ઓેક્સફર્ડ ઇંગ્લીશ ડિક્શનરીમાં સ્થા મળ્યું છે કોરીઅન કૂકરીમાં ડુએનજેન્ગ શબ્દ છૂટથી વપરાય છે.

ઓક્સફર્ડ ઇંગ્લીશ ડિક્શનરીમાં કોઇપણ શબ્દનો સમાવેશ આસાન નથી. દાખલા તરીકે લીફ પીપિંગ, કેરીઅર સ્લેમ, ફોર્સ્ડ એરર, ચિપ એન્ડ ચાર્જ વિગેરે શબ્દો અંગ્રેજીમાં બોલાય છે. છતાં તેને ઓક્સફર્ડના શબ્દકોષમાં તેને સ્થાન મળ્યું નથી.

ઉલ્લેખનીયર છે કે ઓક્સફર્ડ ઇંગ્લીશ ડિક્શનરી એક પ્રતિષ્ઠિત શબ્દકોષ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.