Abtak Media Google News

ભારતના સૌથી નીકટતમ રાષ્ટ્ર શ્રીલંકામાં માનવ અધિકાર ભંગ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘમાં આવનારા પ્રસ્તાવમાં ભારતની ભૂમિકા શું હશે તેના પર વૈશ્ર્વિક મીટ મંડાઈ છે. ભારતના વલણ અંગે હજુ ખુદ શ્રીલંકા પણ અસમંજસમાં છે. જો કે અંતિમ નિર્ણય માટે ભારતે જીનીવામાં સ્થાયી હાઈ કમિશનરને આવતીકાલે સવારે જે સંદેશો પાઠવવામાં આવે તે મુજબ પ્રસ્તાવ અંગે ભારતનો મત રહેશે. માનવ અધિકારના ઉલ્લંઘન માટે શ્રીલંકા સામે આવેલા પ્રસ્તાવમાં ભારત સરકાર આ પ્રસ્તાવનો વિરોધ કરશે કે તેને સમર્થન કરશે તે માટે હજુ મગનું નામ મરી પડ્યું નથી.

દ્વિપ રાષ્ટ્ર શ્રીલંકા તરફથી આ પ્રસ્તાવ અંગે ભારતના વલણ અને પોતાની તરફેણ માટે વારંવાર ટેલીફોનિક સંપર્કના પ્રયાસો ચાલુ છે. શ્રીલંકા સત્તાવાળાઓએ આ અંગે વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે દ્વારા ભારતને પડોશી રાષ્ટ્ર તરીકે અગ્રતા આપવામાં આવી રહી છે ત્યારે જીનીવામાં પ્રસ્તાવમાં ભારત કેવુ વલણ અખત્યાર કરશે તે આવતીકાલે સ્પષ્ટ થશે. જો કે ભારત સરકાર પાસે આ મુદ્દે અનેક વિકલ્પો છે. શ્રીલંકા ચીન તરફ ઢળેલુ હોય ભારતની વિદેશ નીતિ મુજબ ચીન તરફ ઢળેલા શ્રીલંકા અંગે કયો નિર્ણય લેવો તે ભારતનો પોતાનો નિર્ણય છે. બીજી તરફ પાકિસ્તાન અને રશિયાએ આ પ્રસ્તાવ વિરુધ્ધ મતદાન કરવાનું મન બનાવ્યાનું જાણવા મળ્યું છે. ભારતને આ પ્રસ્તાવના સમર્થનમાં તામિલનાડુ નો મુદ્દો ધ્યાને લેવો રહ્યો. શ્રીલંકાને સમર્થન આપવાનો નિર્ણય સરકાર માટે અનેક રીતે લિટમસ્ટ ટેસ્ટ બની રહેશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે સરકારને આ પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કરવા અને માનવ અધિકારોના ઉલ્લંઘન માટે શ્રીલંકાને પાઠ ભણાવવા માટે અને તામિલ પ્રજાના પડખે રહેવા સુચના કર્યું હતું. દ્રમુખ અધ્યક્ષ એમ.કે.સ્ટાલીને પણ રવિવારે નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો હતો કે, પ્રસ્તાવના વિરુધ્ધમાં વલણ ન અપનાવે.ભલે આ શ્રીલંકાને તામિલોની આકાંક્ષાઓ માટે પ્રતિબદ્ધ હોય પરંતુ અત્રે એ પણ યાદ અપાવવું રહ્યું કે, ભારત એ વાતથી પણ અવગત છે કે, પ્રસ્તાવના મતદાન કરવું અથવા તેનાથી દૂર રહેવું જરૂરી બન્યું છે. ચીનના હાથોમાં રાજપક્ષેના સમર્થનવાળી સરકારને ઘનિષ્ઠ સંબંધો છે. રવિવારે ઈસ્લામાબાદથી આવેલા એક અહેવાલમાં પાકિસ્તાને લંકાના પદાધિકારીઓ સાથે એ વાતની સ્પષ્ટતા કર્યા બાદ પ્રસ્તાવ વિરુધ્ધ મતદાન કરવાનો ફેંસલો કર્યો હતો. શ્રીલંકામાં મુસ્લિમો માટે બુરખા પર પ્રતિબંધ ન લગાવવાની શરત સાથે પાકિસ્તાને શ્રીલંકાને ઠરાવનો વિરોધ કરવા અને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. શ્રીલંકામાં લઘુમતિઓના મૌલીક અધિકારો માટે વ્યાપક શંકાઓ ઉભી થઈ છે.

એક સુત્રએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, ભારત માટે સૌથી સરળ અને સલામત વિકલ્પ આવી પરિસ્થિતિઓથી બચીને તટસ્થ રહેવામાં જ છે. ભારત શ્રીલંકા પર પોતાની સુસંગત નીતિના સંબંધ ધરાવે છે.

ગયા મહિને યુનોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે સંકલન જળવાયું હતું. આવતીકાલે શ્રીલંકા સામેના પ્રસ્તાવમાં ભારત કેવું વલણ અપનાવશે તેના પર વિશ્ર્વની મીટ મંડાયેલી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.