Abtak Media Google News

યુએનમાં તાલિબાનને બોલવા પર પટ્ટી લાગી

અબતક,નવીદિલ્હી

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ખાતે કવોડ દેશોની બેઠકમાં હાજરી આપવા અમેરિકાની મુલાકાતે આવ્યા છે ભારતની અમેરિકા સાથેની મુલાકાત અનેક મુદ્દે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ રહી છે વોશિંગ્ટન ખાતે વડાપ્રધાન મોદીએ બેઠકમાં ભાગ લીધો હતો જેમાં ઓસ્ટ્રેલિયા જાપાન સહિત અન્ય દેશોના પણ વડાઓ હાજર રહ્યા હતા. અમેરિકા ના પ્રમુખે જણાવતા કહ્યું કે ભારત અમેરિકા વચ્ચેના સંબંધોમાં વ્યાપાર મહત્વની ભૂમિકા ભજવશે.
બીજી તરફ નરેન્દ્ર મોદીએ ક્લાઈમેટ ચેન્જ મુદ્દે અમેરિકી સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ પગલાઓ ની પ્રશંસા કરી હતી કભી તારા જો બાઇડન એ જણાવતા કહ્યું હતું કે બીપી વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટેની મહારાજ ભારત દેશ ની મદદ અત્યંત જરૂરી બની રહેશે. યુએનમાં પણ તાલિબાનનો ને બોલવા પર પટ્ટી લગાડવામાં આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બાદ મોદીએ યુએસના ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે પણ મુલાકાત કરી હતી જેમાં હેરિસે આંતકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને ભારત અમેરિકા અને સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ ગણાવ્યો હતો થઈ હતી નરેન્દ્ર મોદી અમેરિકા સાથે વ્યાપાર ક્ષેત્રે વિવિધ કરારો કરવા તરફ આગળ વધી રહ્યા છે જેનું મુખ્ય કારણ એ છે કે આગામી દિવસોમાં ભારત આર્થિક ક્ષેત્રે વધુ મજબૂત બનશે અને સંરક્ષણ ક્ષેત્ર પણ પોતાનું આધિપત્ય સ્થાપિત કરશે જેને લઈને અમેરિકા સાથે વિવિધ કરારો થાય તો નવાઈ નહીં.

બેઠકમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ક્લાઈમેટ ચેન્જ સહિત ઈન્ડો પેસિફિક અને ચાઇના ના સંરક્ષણ ક્ષેત્ર મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ભારતની અમેરિકા સાથે વ્યાપાર સંધિ તરફની આગેકૂચ

ભારત અને અમેરિકા વચ્ચેના કરાર વ્યાપાર ક્ષેત્ર માટે અનેકવિધ રૂપે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા. ત્યારે હાલ ભારત અને અમેરિકા વચ્ચે આગામી સમયમાં વ્યાપાર મુદ્દે અનેક વેદ કરારો થશે જેનો સીધો જ ફાયદો ભારતને મળે તો નવાઈ નહીં વૈશ્વિક સ્તર પર અનેકવિધ અંશે ભારત પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે ઘર હમે અમેરિકા અને ભારત વચ્ચે ના કરારો બંને દેશોની અર્થવ્યવસ્થા માટે એટલા જ મહત્વપૂર્ણ સાબિત થાય રહ્યા છે આર્થિક ક્ષેત્રે ભારત નિસરતા સંરક્ષણ ક્ષેત્ર માટે પણ એટલો જ ફાયદારૂપ નીવડશે.

ડિફેન્સ ક્ષેત્રે મજબૂત થવા ભારતે એરબસ ડિફેન્સ સાથે કરાર કર્યા

સંરક્ષણ ક્ષેત્રમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે યુનિયન ડિફેન્સ મિનિસ્ટર દ્વારા એરબસ સાથે ૫૬ વિમાનો માટે ના કરારો કર્યા છે જે કરાર 21,000 કરોડ રૂપિયામાં થયો હોવાનું સામે આવ્યું છે. ભારત સંરક્ષણ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે આઉટડેટેડ ટેકનોલોજી ને તિલાંજલિ આપી મોડર્ન તરફ આગળ વધી રહ્યું છે.

સારો ક્રિકેટર સારો નેતા બની શકે ?
ખાન બોખલાયા: અમે અમેરિકાના ભોગ બન્યા છી

કહેવાય છે કે અતિની ગતિ ન હોય, અરે પાકિસ્તાનના વડા ઇમરાન ખાન એક સારા ક્રિકેટર બની શક્યા પરંતુ એક સારા નેતા બની શકશે કે કેમ તે પણ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે ઇમરાન ખાને માહિતી આપતા જણાવ્યું કે તેઓ અમેરિકાના ભોગ બન્યા છે જે ખરા અર્થમાં એક જુઠ્ઠાણું સાબિત થયું છે ક્યાંક ને ક્યાંક એ વાત પણ સ્પષ્ટ છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો થી પાકિસ્તાન બોખલાયુ હોય. ઇમરાન ખાન નું ભાષણ કાશ્મીર અને અફઘાનિસ્તાન પર કેન્દ્રિત થયું.

બંને દેશોના પ્રશ્ન માં કોઈ ડોઢું ન બની શકે : હાઉસ ઓફ કોમનમાં ઠરાવ પસાર થયો

ભારત-અમેરિકા વચ્ચેના વિવાદને બંને દેશોએ હાલ કરવો જોઈએ તેવું અમેરિકા બાદ યુનાઇટેડ કિંગડમ એ પણ જણાવ્યું હતું અને જે અંગેનો ઠરાવ of હાઉસ ઓફ કોમનમાં પસાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ જો ભારત દેશને મધ્યસ્થી ની જરૂરિયાત ઊભી થાય તે જ સમયે કોઇ પણ દેશ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી શકશે આ નિર્ણય બાદ જે દેશો ભારત પાકિસ્તાન વચ્ચે ચંચોપા કરવા માટે વિચાર કરી રહ્યા હતા તેના પર પૂર્ણવિરામ લગાવી દેવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.