અરવલ્લી: મિશન શક્તિ યોજના હેઠળ મહિલાઓની સુરક્ષા, શિક્ષણ, આર્થિક સ્વાવલંબન અને સામાજિક સશક્તિકરણને લગતી યોજનાઓના અમલીકરણ પર ચર્ચા કરવામાં આવી. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે જણાવ્યું કે,‘અરવલ્લી જિલ્લામાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સરકારની આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે સૌએ સાથે મળીને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ સુધી આ યોજનાના લાભ પહોંચાડવાના છે. દીકરીઓને જાગૃતિ કાર્યક્રમ દ્વારા સમજણ આપવામાં આવે.‘બેઠક દરમિયાન બેટી બચાઓ, બેટી પઢાઓ, સખી વન-સ્ટોપ સેન્ટર, મહિલા હેલ્પલાઇન 181 અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના જેવી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. સખી વન-સ્ટોપ સેન્ટર દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને કાનૂની સહાય, આરોગ્ય સેવાઓ અને માનસિક સમર્થન આપવામાં આવે છે, જેની કામગીરીને વધુ સક્રિય કરવા નિર્દેશ આપવામાં આવ્યા.
જિલ્લા કલેક્ટરએ અધિકારીઓને ગ્રામ્ય કક્ષાએ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવા અને યોજનાઓની માહિતી દરેક લાભાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું. બેઠકમાં મહિલા પોલીસ સ્ટેશનની કામગીરી, સ્કૂલોમાં બાલિકાઓની સુરક્ષા અને બેન્કિંગ અને ઇન્વેસ્ટમેન્ટ જેવી તાલીમ જેવા નવીન પ્રયાસોની પણ ચર્ચા થઈ. આ બેઠકથી મિશન શક્તિના લક્ષ્યોને હાંસલ કરવા માટે જિલ્લામાં નવું ઉત્સાહ અને સંકલ્પ જોવા મળ્યો.આ બેઠકમાં જિલ્લાના મહિલા અને બાળવિભાગનાઅધિકાર અને કર્મચારીઓ તેમજ વિભાગીય અધિકારીઓ હાજર રહ્યા.