- કમિટીએ જિલ્લામાં 9 નવાં રજીસ્ટ્રેશન અને 11 રિન્યુઅલ રજીસ્ટ્રેશન રદ કરવાનાં નિર્ણયને બહાલી આપી
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉ.મનિષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં આજે જિલ્લા P.C. એન્ડ P.N.D.T એડવાઈઝરી કમીટિની મીટિંગ યોજાઇ હતી. જેમાં ગત મીટિંગની કાર્યવાહીને બહાલી આપી હતી.
કમિટીએ જિલ્લામાં 9 નવાં રજીસ્ટ્રેશન અને 11 રિન્યુઅલ રજીસ્ટ્રેશન રદ કરવાનાં નિર્ણયને બહાલી/મંજૂરી આપી હતી.આ ઉપરાંત નવી અરજીઓની ચકાસણી, ચેક લિસ્ટ અહેવાલ અંગે સર્વ સંમતિથી નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. કલેકટરએ ઓચિંતી તપાસ,આજદિન સુધી કાયદાના ભંગ બદલ સીલ કરેલ સોનોગ્રાફી અંગેની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતાં. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંન્દ્રમણીકુમારે ભાવનગરમાં P.C.એન્ડ P.N.D.T એક્ટ અન્વયે થયેલી કામગીરી અંગે વાકેફ કર્યાં હતાં.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી, કાર્યકારી ચેરમેન મહેશ દવે સહિત જિલ્લા P.C.એન્ડ P.N.D.T એડવાઈઝરી કમીટિના સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં.