Abtak Media Google News

ભારતીય રેલ્વેની ટ્રેક્શન ડિસ્ટ્રીબ્યુશન મેન્ટેનન્સ સ્ટેડિય ગ્રુપની ૩૧ મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલ્વે દ્વારા આ મહત્વપૂર્ણ બેઠકના સફળ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં ભારતીય રેલ્વેના રેલ્વે બોર્ડ, છઉજઘ અને તમામ ૧૬ ઝોનલ રેલ્વે અને પ્રોડક્શન યુનિટના અધિકારીઓએ ભાગ લીધો હતો. હાલમાં, જ્યારે સમગ્ર ભારતીય રેલ્વે પર બિન-વીજળીકૃત માર્ગો પર વીજળીકરણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આપણે લીલાછમ વાતાવરણ બનાવવામાં મહ્તવપૂર્ણ મદદ પ્રાપ્ત થશે.

બેઠકની અધ્યક્ષતા રેલ્વે બોર્ડની એડીશનલ (વીજળી) શ્રીમતી મંજુ ગુપ્તાએ કરી તથા પશ્ચિમ રેલ્વેના પ્રધાન મુખ્ય ઇલેકટ્રીકલ એન્જિનિયર સંજીવ ભૂટાની એ તમામ આમંત્રિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું, છઉજઘ ના પ્રમુખ કાર્યકારી નિર્દેશક સંજીવ સ્વરૂપના બેઠકના પ્રમુખ કાર્યકારી નિર્દેશક સંજીવ સ્વરૂપે બેઠકનું પ્રારંભમાં પોતાનું ઉદબોધન આપ્યું તથા આ સફળ અને ઉત્કૃષ્ટ આયોજન માટે પશ્ચિમ રેલ્વેનો આભાર પ્રગટ કર્યું.

Whatsapp Image 2019 11 11 At 11.59.49 Am

વધારાના મેમ્બર (વીજળી) શ્રીમતી મંજુ ગુપ્તાએ જણાવ્યું કે ભારતીય રેલ્વે આ ફાયનાન્સીયલ વર્ષમાં ૭૫૦૦ રૂટ કિમી ઇલેકટ્રીકલ કાર્ય પુરા કરવાનો લક્ષ્ય રાખ્યો છે. જેના માટે ભારતીય રેલ્વેનો સપોર્ટ જરૂરી છે. તેઓએ પશ્ચિમ રેલ્વે દ્વારા આના માટે આપવામાં આવેલ સહકારની પ્રસંશા કરી, જેના કારણે આ વર્ષ પશ્ચિમ રેલ્વે પર ૧૫૦૦ રૂટ કિમી રેલ્વે ઇલેકટ્રીક શક્ય થયું, તેઓએ ટ્રકશન ડિસ્ટ્રીબ્યુશન ઉપકારણોં અને સંપત્તિના સરસ જાળવણી અને સુપર્વાઇઝર્સ તથા સ્ટાફ ને ઉત્તમ ટેકનોલોજી જાણકારી ઉપલબ્ધ કરાવવા પર ભાર આપ્યું, જેથી આગળ આવનારી ચુનૌતીઓનું સફળતાપૂર્વક સામનો કરી શકાય, બેઠક દરમિયાન ટ્રેક્શન ડિસ્ટ્રીબ્યુશન મેન્ટેનન્સ દરમિયાન ઉપકારણોંની જાળવણી તથા આવનારી સંભવિત બાધાઓ અને ચુનૌતીઓને સંપૂર્ણ સમાધાન પર પણ વ્યાપક વિચાર વિમર્શ કરવામાં આવ્યું, આ દરમિયાન વિવિધ ક્ષેત્રીય રેલો અને પ્રોડક્શન યુનિટો તથા ભારતીય રેલ્વે ઇલેકટ્રીકલ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર અધિકારીઓ દ્વારા નવીન ઇનોવેટિવ વિચારો પર એક પ્રોજેક્શન પણ પ્રસ્તુત કરવામાં આવ્યો.

પશ્ચિમ રેલ્વેના પ્રમુખ મુખ્ય ઇલેકટ્રીકલ એન્જીનીયર સંજીવ ભુટાનીએ ભાવનગર ડિવિઝન રેલ્વે મેનેજર પ્રતીક ગોસ્વામીનો આભાર વ્યક્ત કર્યો, જેમના સહયોગ થી આ મીટીંગનો સફળતા પૂર્વક આયોજન કરી શકાયું, એડિશનલ મેમ્બર શ્રીમતી ગુપ્તાએ ભાવનગર ડિવિઝનની કલ્ચરલ ટીમની પ્રસંશા કરતા સલાહકારોને ૨૦,૦૦૦/- રૂપિયાનું ગ્રુપ એવોર્ડની જાહેરાત કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.