અમરેલીમાં મળી મેમણ જમાત યુથ વિંગની બેઠક

તાજેતરમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાન ફેડરેશન યુથ વિગંગની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક અમરેલીમાં યોજાઇ હતી તેમાં પ્રોજેકટ રોશની ફોર ઓલ ને સૌરાષ્ટ્રભરના મેમણ સમાજ શ્રેષ્ઠીની હાજરીમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.અમરેલી મુકામે મેમણ જમાત ખાના  હોલમાં સરકારની ગાઇડ લાઇન મુજબ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગની બેઠક સૌરાષ્ટ્ર યુથ વિંગના સક્રિય ક્ધવીનર યાસીન ડેડાના અઘ્યક્ષ  સ્થાને યોજાઇ હતી. તેમાં મુખ્ય મહેમાન તરીકે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ ઇકબાલ મેમણ ઓફીસર હાજર રહેલા હતા.

‘રોશની ફોર ઓલ’ પ્રોજેકટને ફેડરશેનના પ્રમુખ ઇકબાલ મેમણના હસ્તે ખુલ્લો મુકાયો: સૌરાષ્ટ્ર યુથ વિંગની કામગીરીને બિરદાવતા યાશિન ડેડા

યુથ આઇડિયલ ઓફ મેમણ કોમ્યુનીટીથી યાસિન ડેડાને નવાજવામાં આવ્યાં

આ મિટીંગને સંબોધતા સૌરાષ્ટ્ર યુથ વિંગના ક્ધવીનર યાસીન ડેડાએ જણાવેલ કે હાલ સૌરાષ્ટ્ર ભરમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ ઇકબાલ ઓફીસર અને તેમની ટીમ દ્વારા જે જે સેવાકીય અને સામાજીક કામો કરવામાં આવે છે તે સૌરાષ્ટ્ર યુથ વિંગ ના સેક્રેટરી ઉપપ્રમુખ, ઝોનલ સેક્રેટરી સહીત યુથ વિંગની ટીમે બિરદાવી હતી જેમજ આવનારા દિવસોમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ ઇકબાલ ઓફીસરનું સ્વપ્ન હતું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં આંખોની તપાસ અને મોતિયાના ઓપરેશન વિનામૂલ્ય કરી આપવા આ સ્વપ્નને આગામી દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્ર યુથ વિંગની ટીમ રોશની ફોર ઓલ ની પ્રોજેકટ કામગીરી શરુ કરી સમાજના છેવાડામાં માનવી સુધી પહોચાડશે.

રોશની ફોર ઓલ ના પ્રોજેકટમાં રાજકોટ સ્થીત રણછોડદાસ આશ્રમનો પણ સાથ સહકાર મળી રહ્યો છે. તો આ રોશની ફોર ઓલ કેમ્પમાં વધુમાં વધુ લોકો જોડાઇ તેવી મહેનત સૌરાષ્ટ્ર યુથ વિંગ દ્વારા કરવામાં આવશે.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉ5સ્થિત રહેલા ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ ઇકબાલ ઓફીસરે રોશની ફોર ઓલ ખુલ્લો મુકી જણાવેલ કે છેલ્લા ચાર વર્ષથી સમગ્ર સૌરાષ્ટ્રના યુવા વય જે કામ કરી રહી છે તે બિરદાવા લાયક છે. આગામી દિવસોમાં યુથ વિંગની કામગીરી જોઇ સમાજના અન્ય યુવાનો ભવિષ્યમાં કામો માટે યુગ વિંગમાં જોડાઇને સમાજના સામાજીક કાર્યમાં સાથ સહકાર આપવો જોઇએ, આજની મીટીંગમાં સૌરાષ્ટ્ર યુથ વિંગ ના ક્ધવીનર યાસિન ડેડાને યુથ આઇડિયલ ઓફ મેમણ કોમ્યુનીટી ના ખિતાબથી લવાજવામાં આવ્યા હતા.

આ મીટીંગમાં ઓલ ઇન્ડીયા મેમણ જમાતના ઉપપ્રમુખ ફારુકભાઇ સુર્યા, યુનુશભાઇ દેલડીવાળા, સેક્રેટરી અજીબભાઇ મચ્છવાળા, ઝોનલ સેક્રેટરી શાકીરભાઇ બાટલીવાળા યુથ વિંગના સેક્રેટરી આદિલ ડોલા  તેમજ રાજકોટના નદિમ મેમણ કાલાવડના સોયલ મેમણ, ધોરાજીના અફરોજ લકકડકુટા, ઇમ્તીયાઝભાઇ પોઠીયાવાળા અસલમ બાવાણી, આશીફ ઝકરીયા, ફૈયાઝ બગસરાવાળા, સતાર મેરામલ, રફીક હુતાણી, હમીદ ગોહિલા, બાસીનભાઇ પાટીવાલા, રજાકભાઇ, વસીમભાઇ ચુડવાવાળા વગેરે સૌરાષ્ટ્ર ભરના સમાજ શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા.આ મીટીંગને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુથ વિંગના ક્ધવીનર યાસીન ડેડાની આગેવાનીમાં ઉપપ્રમુખ યુનુસભાઇ દલડાવાળા સૌરાષ્ટ્ર ઝોનના અયુમ લાખાણી, અફરાજ તગરીયા ધાનાણી અમરેલી સહીત યુથ વિંગના યુવાનોએ જહેમત ઉડાવી હતી.