- જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
- આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા બાબતે વિવિધ કાર્યવાહી વિષયક ચર્ચા કરાઈ
- અધિકારીઓની ઉપસ્થિતિમાં આરોગ્યલક્ષી સેવાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઈ
ગીર સોમનાથ: જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શનમાં ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ શાળાઓમાંથી બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરી અને ગંભીર બીમારીથી અસરગ્રસ્ત બાળકોને સારવાર પૂરી પાડવા અને આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓને સેચ્યુરેશન પોઈન્ટ સુધી લાવવા સૂચનાઓ આપી હતી. આ દરમિયાન બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલા મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શનમાં ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી. વિવિધ સમિતિ બેઠકમાં શીર્ષ અધિકારીઓની ઉપસ્થિતિમાં આરોગ્યલક્ષી સેવાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આરોગ્યલક્ષી સેવાઓ સુદ્રઢ બને અને નાગરિકોને સરળતાથી સ્વાસ્થ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થાય તે માટે કલેક્ટરએ ઉપસ્થિત સર્વેને કડક સૂચના આપી હતી. કલેક્ટરએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે સર્વેલન્સની સઘન કામગીરી હાથ ધરવામાં આવે અને શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આરોગ્યલક્ષી કાર્યક્રમો વધારવા માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરએ વિવિધ શાળાઓમાંથી બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરી અને ગંભીર બીમારીથી અસરગ્રસ્ત બાળકોને સત્વરે સઘન સારવાર પૂરી પાડવા અને આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓને સેચ્યુરેશન પોઈન્ટ સુધી લાવવા સૂચનાઓ આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફિલ્ડ પર સર્વે વધારવા, ઘનિષ્ઠ રીતે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા બાબતે હાથ ધરવાની થતી વિવિધ કાર્યવાહી વિષયક ચર્ચા કરવામાં આવી હતી.
પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી અરૂણ રોયે એ.એન.સી રજીસ્ટ્રેશન, રસીકરણ કામગીરી, ફેમિલી પ્લાનિંગ, નેશનલ લેપ્રસી એજ્યુકેશન પ્રોગ્રામ, મેટર્નલ હેલ્થ, ટ્યૂબરક્યૂલોસિસ, મમતા સેશન, મેલેરિયા, ચીકનગુનિયા, ડેંગ્યૂની આરોગ્ય વિષયક કામગીરી, પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા અભિયાન વગેરે વિશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતવાર માહિતી પૂરી પાડી હતી. જિલ્લા ક્ષય અધિકારી શિતલ રામે જિલ્લામાં નિક્ષય મિત્ર અને તેમના દ્વારા ટી.બી.ના દર્દીઓને દત્તક લઈ અને કરેલી કીટના વિતરણ વિશે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલા મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.એન.બરૂઆ, સિવિલ સુપ્રિટેન્ડન્ટ જિજ્ઞેશ પરમાર, એપિડેમિક મેડિકલ ઓફિસર દિવ્યેશ ગૌસ્વામી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ, જિલ્લા-તાલુકા આરોગ્ય અધિકારીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરઓ, વિવિધ કચેરીના અધિકારીઓ- કર્મચારીઓ અને સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ: અતુલ કોટેચા