- જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત બેઠક યોજાઈ
- ચોમાસાની ઋતુમાં પાણી નિકાલ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન અપાયું
- નાગરિકોને વરસાદમાં કોઇ મુશ્કેલી ન પડે તે દિશામાં કાર્ય કરવા પર ભાર મુકાયો
ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં ઈણાજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રિ-મોન્સૂન કામગીરી અતર્ગત બેઠક યોજાઈ હતી. જેમાં ફાયર, ફિશરીઝ, નગરપાલિકા, PGVCL, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ સહિતના વિભાગો સાથે ચર્ચા કરી અને ચોમાસાં પહેલાં જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરવા અને નાગરિકોને વરસાદમાં કોઇ મુશ્કેલી ન પડે તે દિશામાં કાર્ય કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ વિવિધ કામોની પ્રગતિ અંગેની ચર્ચા કરી ચોમાસાની સિઝન પૂર્વે પ્રિ-મોન્સૂનની કામગીરી અંતર્ગત કેનાલની સફાઈ, સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલા તળાવ સુધારણાના કામોની ચર્ચા કરી ચોમાસાની ઋતુમાં પાણી નિકાલ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, ચીફ ઓફિસર જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
અનુસાર માહિતી મુજબ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં ઈણાજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રિ-મોન્સૂન કામગીરી અતર્ગત બેઠક યોજાઈ હતી. જેમાં ફાયર, ફિશરીઝ, નગરપાલિકા, PGVCL, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ સહિતના વિભાગો સાથે ચર્ચા કરી અને ચોમાસાં પહેલાં જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરવા અને નાગરિકોને વરસાદમાં કોઇ મુશ્કેલી ન પડે તે દિશામાં કાર્ય કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે વિવિધ કામોની પ્રગતિ અંગેની ચર્ચા કરી ચોમાસાની સિઝન પૂર્વે પ્રિ-મોન્સૂનની કામગીરી અંતર્ગત કાંસ-કેનાલની સફાઈ, સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલા તળાવ સુધારણાના કામોની ચર્ચા કરી ચોમાસાની ઋતુમાં પાણી નિકાલ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે ગ્રામ પંચાયત ખાતે જો કોઈ રસ્તાની કામગીરી અધૂરી હોય તેને ચોમાસુ પૂર્વે પૂર્ણ કરવા, ગામલોકોને ચોમાસા સિઝનમાં પડતી મુશ્કેલી દૂર કરવા સહિતની સૂચનાઓ આપી જર્જરિત આંગણવાડી કેન્દ્રોના રીપેરીંગની કામગીરી, ચોમાસુ પૂર્વે જર્જરીત મકાનો/સરકારી કચેરીઓનો સર્વે કરી જર્જરીત હાલતમાં રહેલી બિલ્ડીંગ ઉતારવાની ઝડપી કાર્યવાહી અંગે માર્ગદર્શિત કર્યાં હતાં.
આ બેઠકમાં પ્રિ-મોન્સૂનની તૈયારીઓ અંગે ચર્ચા કરી અને ગીર સોમનાથ જિલ્લામાં કોઈપણ કુદરતી આપત્તી ઉભી થાય તો આવા આપાકતાલીન સમયે ઝડપી કાર્યવાહી થઈ શકે તે માટે ફાયર વિભાગ, ફિશરીઝ, નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, ખેતીવાડી, આરોગ્ય, સિંચઈ વિભાગ સહિતના સંલગ્ન વિભાગો સાથે ચર્ચા કરી સુનિયોજીત વ્યવસ્થા ગોઠવવા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવાયું હતું.
આ બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી સર્વ વિનોદ જોશી, કે.આર.પરમાર, ચીફ ઓફિસર , જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ : અતુલ કોટેચા