દક્ષિણ રાજકોટના વિકાસ માટે ટીપી સ્કીમ ૧૪-૧૫ને લાગુ ત્રીજી ટીપી સ્કીમને લઈને જમીન માલિકો સાથે બેઠક

ટીપી સ્કીમ નંબર ૨૫ (વાવડી)નું કુલ ક્ષેત્રફળ ૯૧૩૦૯૫ ચોરસમીટર: એક મહિનામાં વાંધા સુચન રજૂ કરવા આદેશ

દક્ષિણ રાજકોટમાં બે રિંગ રોડ વચ્ચે ત્રીજી ટીપી સ્કીમ માટે કોર્પોરેશન દ્વારા જમીન માલિકો સાથે બેઠક કરવામાં આવી હતી. આ વિસ્તારની ખાસિયત એ છે કે તેની બજાર કાયમ અપ રહે છે. ટીપી પહોંચે તે પહેલા જ લોકોએ જાતે જ વિસ્તારને ડેવલપ કર્યો છે. અહીં ટીપી પહેલા બિલ્ડરો પહોંચી ગયા છે. નક્કર ડેવલપમેન્ટના કારણે છેલ્લા ૨૦ વર્ષથી ભાવ વધ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકામાં પાંચ વર્ષ પૂર્વે ભળેલા વાવડી વિસ્તારમાં હાલ માત્ર બે ટીપી સ્કીમો જ બનાવવામાં આવી છે. અહીં ત્રીજી ટીપી સ્કીમ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે.દરમિયાન આજે મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલના અધ્યક્ષસ્થાને ટીપીના જમીન માલિકો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં ૨૫ વ્યક્તિઓ હાજર રહ્યા હતા. જેઓને વાંધા સૂચનો એક મહિનામાં લેખિતમાં રજૂ કરવા સૂચના આપી દેવામાં આવી છે.

મહાપાલિકા દ્વારા ટીપી સ્કીમ નંબર ૨૫ (વાવડી)કે જે વાવડી વિસ્તારમાં કાર્યરત ટીપી સ્કીમ નંબર ૧૪  અને ૧૫ને લાગુ ખુલ્લી જગ્યામાં બનાવવામાં આવી છે. જેનું ક્ષેત્રફળ ૯૧૩૦૯૫ ચોરસ મીટર છે આ યોજનામાં કુલ ૬૦ મૂળ ખંડ અને ૧૫૧ આખરી ખંડ આવેલા છે.ટીપી રોડની લંબાઈ ૧૧૦૦૮૪ ચોરસ મીટરની છે. જેમાં નવથી લઇ ૩૦મી સુધીના ટીપી રોડનો સમાવેશ થાય છે. આખરી ખંડનું ક્ષેત્રફળ અલમ ૭૩૭૬૩૯ ચોરસમીટરનું છે.જેમાં સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના ૧૫ પ્લાટ્સનું ક્ષેત્રફળ ૨૨૮૩૩ ચોરસ મીટર થાય છે. બગીચા, ઓપન સ્પેસ અને પાર્કિંગ માટેના ૧૬ પ્લોટનું ક્ષેત્રફળ ૨૩૦૫૮ ચોરસ મીટર, એસ.ઇ. ડબલ્યુ .એસ. માટેના ૮ પ્લોટનું ક્ષેત્રફળ ૪૫૪૫૨ ચોરસમીટર,રહેણાંક હેતુના વેચાણ માટેના ૧૦ પ્લોટનું ક્ષેત્રફળ ૩૪૭૦૫ ચોરસ મીટર અને કોમર્શિયલ હેતુ માટે વેચાણના છ પ્લોટનું ક્ષેત્રફળ ૩૩૯૦૪ ચોરસ મીટર જેવું થવા પામે છે.

ટીપી સ્કીમની મુખ્ય વિશેષતા એ છે કે ડેવલોપમેંટ પ્લાન મુજબ દસ ડી પી રોડ છે વિશાળ અને પહોળા ટીપી રોડ બનાવવામાં આવશે ઝડપથી વિકાસ થઈ રહેલા વિસ્તારમાં ટીપી સ્કીમ બનાવવામાં આવી રહી છે અને હાલ આ વિસ્તારમાં ટીપી સ્કીમ ૧૪  અને ૧૫  બનાવવામાં આવી છે તેને લાગુ વિસ્તારનો વિકાસ થશે આજે કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને  ટીપી ૨ વાવડી માં સમાવિષ્ટ જમીનના માલિકો અને હિત ધરાવતા લોકો સાથે એક મિટિંગ યોજવામાં આવી હતી જેમાં ૨૫ વ્યક્તિઓ હાજર રહ્યા હતા. ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા તમામને ટીપી સ્કીમ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી દરમિયાન આગામી એક મહિનામાં વાંધા-સૂચનો લેખિતમાં રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે  ગઈકાલે રહ્યા ટીપી ૩૩ના જમીન માલિકો સાથે બેઠક યોજાઇ હતી.