Abtak Media Google News

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે

‘અબતક’ની શુભેચ્છા આવેલા ક્ૃનાલ મહેતાએ આપી માહિતી: એક સાથે રોટરી કલબનો 6 જગ્યા પર બ્લડ ડોનેશનમાં 400 બોટલથી વધુ બ્લડ થશે એકત્રીત

રાજકોટ શહેરની પાંચેય રોટરી ક્લબ દ્વારા નિયમિત રીતે વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃતિઓ સાથે બ્લડ ડોનેશન કેમ્પના આયોજન થતાં રહે છે. અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા કુનાલ મહેતાએ જણાવ્યું હતુ  રોટરી ડીસ્ટ્રીકટ 3060 દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ ના ભાગ રૂપે રાજકોટ શહેરની પાંચેય રોટરી કલબ રોટરી કલબ ઓફ રાજકોટ , રોટરી કલબ ઓફ મીડટાઉન , રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર , રોટરી કલબ ઓફ રાજકોટ મેટ્રો અને રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઈમ દ્વારા સંયુક્ત રીતે 17 સપ્ટેમ્બર , શનિવારના દિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે .

Img 20220916 112903

આ બ્લડ ડોનેશન કેમ્પ માં લગભગ 400 બોટલ એકઠુ કરવાનું આયોજન છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિશ્વની સૌથી મોટી મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું છે . આજ દિન સુધીમાં ક્યારેય ન થયું હોય એટલુ બ્લડ એકઠું કરી ને વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવશે.આ બ્લડ ડોનેશન ડ્રાઈવ અંતર્ગત 17 મી સપ્ટેમ્બર શનિવારે સવારે 9-0 થી 2-0 વાગ્યા દરમિયાન રાજકોટ શહેર ના છ અલગ અલગ લોકેશન્સ પર બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે જેમાં રૈયા રોડ પર શ્યામ એડવાઈઝરી લીમીટેડ અને યુનાઈટેડ કેર હોસ્પિટલ ખાતે , મેટોડા ઇન્ડસ્ટ્રીયલ એરીયા માં જયરામ સ્ટ્રેપ પ્રા લિ . તથા સંતોષ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ- મેટોડા ખાતે રેસકોર્ષ રીંગ રોડ પર લાઈફ બિલ્ડીંગ ખાતે તથા માતુ વિરબાઈમા મહીલા કોલેજ કાલાવડ રોડ ખાતે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે .

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તમામ રોટરી કલબસ ના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી સહીત તમામ રોટેરીયન્સ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.રોટરી ક્લબ ઓફ રાજકોટ ના રો . નિશાંત વોરા તથા રો.રાજેશ પદનાણી , રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ના રો . કુનાલ અશોક મહેતા અને રો . અપુર્વ મોદી , રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન ના રો . ધરતી બેન રાઠોડ તથા રો , નિધિ પારવાણી , રોટરી કલબ ઓફ રાજકોટ મેટ્રો ના રો . ડીમ્પલ લાખાણી , રો . કીશોર રાજપોપટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઈમ ના રો . મેહુલભાઈ જામંગ અને રો . ક્રીદન પડીયા દ્રારા લોકો ને આ ઉમદા કાર્ય માટે સહયોગ આપવા અને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવા જાહેર અપીલ કરવામાં આવી છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.