Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા કિશન ટીલવાએ જણાવ્યું હતુ રક્તદાન થકી અમુલ્ય માનવજીંદગી બચાવવા  અને એક નવોજ વિશ્ર્વ રેકોર્ડ રચાય તે દિશામાં  રક્તદાન કેમ્પમાં વધુ ને વધુ યુવાનો રક્તદાન કરે એ માટે યુવાનો પાસે સંકલ્પ લેવડાવવામાં આવશે

શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સેવા, સુશાસન, અને ગરીબ કલ્યાણ માટે પ્રતિબધ્ધ છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો  કાલે તા.17/9 ના રોજ જન્મદિવસ છે ત્યારેે પ્રદેશ ભાજપની યોજનાનુસાર વિવિધ સેવાકીય કાર્યો વડે સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવનાર છે

Img 20220916 113657

તે અંતગર્ત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટની આગેવાનીમાં રાજયભરમાં યુવા મોરચા ધ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવશે અને વિધાનસભા વાઈઝ પ00 બોટલ રક્ત એકત્ર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા ધ્વારા શહેરના તમામ વોર્ડમાં મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવશે અને આ કાર્યક્રમથી એક નવોજ વિશ્ર્વ   રેકોર્ડ રચાય તે દિશામાં અને આ રક્તદાન કેમ્પમાં વધુ ને વધુ યુવાનો રક્તદાન કરે એ માટે સંકલ્પ લેવડાવવામાં આવશે. ત્યારે શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં  યુવા મોરચા ધ્વારા આવતીકાલે તા.17/9ના શનીવારે શહેરના તમામ વોર્ડમાં મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવશે આ કેમ્પમાં યુવા મોરચાના હોદેદારો વોર્ડવાઈઝ વ્યવસ્થા સંભાળશે.  જેમાં  ધર્મેશ્ર્વર મહાદેવ,ધરમનગર સવારે 9 થી 1 , મહર્ષી શાળા નં.પ9,બજરંગવાડી   સવારે 9 થી 1,  સુરેશ્ર્વર મહાદેવ મંદિર  સાંજે 4 થી 7 ભાજપ કાર્યાલય,સેટેલાઈટ ચોક રાત્રે 8 થી 1ર ,પટેલ વાડી સાંજે 4 થી 7, ભોજલરામ વાડી, સંતકબીર રોડ સવારે 9 થી 1 પંચનાથ મહાદેવ મંદીર  સવારે 9 થી 1, વોર્ડ ભાજપ કાર્યાલય સવારે 9 થી 1 અક્ષ્ાર સ્કુલ સાંજે 4 થી 7 અમૃતા હોલ, જયોતીનગર ચોક સાંજે 4 થી 7 ,  મવડી ચોકડી   સવારે 9 થી 1 મવડી ચોકડી સવારે 9 થી 1, મવડી ચોકડી સવારે 9 થી 1,  સીવણ કલાસીસ,હુડકો પો.ચોકી પાસે  સવારે 9 થી 1, મોહનભાઈ સરવૈયા હોલ સવારે 9 થી 1, સીવણ કલાસીસ,હુડકો પો.ચોકી પાસે        સવારે 9 થી 1, સીવણ કલાસીસ,હુડકો પો.ચોકી પાસે સવારે 9 થી 1 ,હરીદર્શન કોમ્પ., કોઠારીયા રોડ    સવારે 9 થી 1નું આયોજન કરવામાં આવ્યું છે.

અબતકની શુભેચ્છા મુલાકાતે કિશન ટીલવા, હેમાંગ પીપળીયા, જયકિશન ઝાલા, પ્રવિણ સેગલીયા, સહદેવ ડોડીયા, પાર્થરાજ  ચૌહાણ, ગૌરવ મહેતા, નિરવ રાયચુરા, અંકિત કુવાડીયા આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.