- ભાવનગર ખાતે આયોજિત મેગા રક્તદાન શિબિરમાં ૬૭૬ યુનિટ બ્લડ એકત્ર કરાયું
ભાવનગર ખાતે તા.૧૧-૦૫-૨૦૨૫ અને રવિવારના રોજ ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના બહાદૂર સૈનિકો દ્વારા કરવામાં આવી રહેલ ઓપરેશન સિંદૂર માં મદદરૂપ થવા માટે આજે સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગરના બ્લડ સેન્ટર, ભાવનગર મહાનગરપાલિકા, રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ તથા હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ભાવનગર, ગોલ્ડન ગૃપ ભાવનગર, સર્વ સમાજ વલ્લભીપુર, સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ ભાવનગર દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પ માં કુલ ૬૭૬ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું.
બ્લડ સેન્ટર, સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર તમામ રક્તદાતાઓ અને કેમ્પ આયોજકોનો દેશ સેવાના આ કાર્યમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આજના આ કેમ્પમાં ૨૬ ડોકટર , ૨૦ ટેકનિશ્યન/આસિસ્ટન્ટ અને અન્ય ૫૨ સ્ટાફે ફરજ બજાવી કેમ્પ ને સફળ બનાવેલ હતો.
ભાવનગરના ભાલ વિસ્તારના કાળા તળાવ ગ્રામ પંચાયત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
પ્રર્વતમાન સ્થિતિમાં સમગ્ર રાજ્યમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાઇ રહ્યા છે ત્યારે ભાવનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર કાળા તળાવ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા તા. ૧૧ મે ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન ભાવનગર સંસ્થાના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં ગામ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં આગેવાન કુલદીપ સિંહ રાઠોડ, માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન જીતુભા ચુડાસમા, ઉપપ્રમુખથી જીતુ સાંગા, તાલુકાના આગેવાનો વિષ્ણુ, મહેન્દ્રસિંહ, તાલુકા પંચાયતની સદસ્ય મનસુખભાઈ, પૂર્વ સરપંચ અને ગામ આગેવાનો અરવિંદ રાઠોડ અને રૂપા મેર, મનીષભાઈ, અશોકભાઈ સહીત ગામ આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરીની પ્રેરણાથી તાલુકા વિકાસ અધિકારી પી. કે. રાવતના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત કાળા તળાવના તલાટી કમ મંત્રી આનંદ ખસિયા અને વિસ્તરણ અધિકારી કલ્પેશ ભટ્ટ દ્વારા ગ્રામજનોના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અધેળાઈ સહયોગથી કરવામાં આવ્યું હતું.