રાજકોટ સહિત જિલ્લાની તમામ કોર્ટમાં 11 સપ્ટેમ્બરે મેગા લોક અદાલત

ચેક રિટર્ન, અકસ્માત વળતર, રેવન્યુ અને દિવાની પ્રકારના સમાધાન લાયક 10 પ્રકારના કેસો મૂકવા અરજદારોને અપીલ

 

અબતક,રાજકોટ

રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા. 11/ 09/ 2021ના રોજ રાજકોટ જિલ્લાની રાજકોટ જિલ્લા મથક સહિત તાલુકા મથકો ખાતેની તમામ અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર

છે. જેમાં ફોજદારી સમાધાન લાયક ,  ચેક રિટર્ન, બેન્ક લેણા, મોટર અકસ્માત વળતર, લગ્નવિષયક, મજુર અદાલત, જમીન સંપાદનને લગતા, ઈલેક્ટ્રિસિટી અને પાણીના બિલો, રેવન્યુ , દિવાની પ્રકારના, મનાઈ હુકમના દાવા સહિતના સમાધાનલાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે.

આ યકે રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ  ઘ્વારા તમામ પક્ષકારોને  લોક-અદાલતમાં તેઓના કેસ મુકી સમાધાનથીનિર્ણિત કરવા અનુરોધ કરાયો છે. જો કેસોમાં સમાધાન કરવામાં આવે તો તે બન્ને પક્ષકારોને લાભકર્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય નહીં તેમજ કોઈ નો પરાજ્ય નહીં તેવી પરીસ્થિતી ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે. પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી આગામી તારીખ:- 11 સપ્ટેમ્બરના રોજ યોજાનાર લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા અપીલ કરી છે. જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક-અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે.