Abtak Media Google News

જિલ્લામાં 100 ટકા નાગરિકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ 69.55 ટકા લોકોએ બીજો ડોઝ લીધો

રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના રસીકરણની મેગા ડ્રાઇવમાં શુક્રવારે 23914 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના 7 અર્બન હેલ્થ સેન્ટર અને 12 સામૂહિક આરોગ્ય કેન્દ્રો, તથા 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મફત વેક્સિન આપવામાં આવી રહી છે. આ રસીકરણ કામગીરી માટે જીલ્લામાં દૈનિક 300 જેટલા વેક્સિન સેસન આયોજન કરવામાં આવી રહેલ છે.

આ કામગીરી વેગ વધારવા માટે  કલેક્ટર અરૂણ મહેશ બાબુ તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર જીલ્લામાં ગઇકાલથી વેક્સિનેશન મેગાડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારી માર્ગદર્શનમાં તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર, ચિફ ઓફિસર, નગરપાલિકાઓ, તાલુકા વિકાસ આધિકારીઓ વગેરે સાથે જરૂર જણાએ પોલીસ વિભાગના સ્ટાફનો પણ સહકાર મેળવી આ કામગીરીને સફળ બનાવવા માટે સૂચનાઓ આપવામાં આપવામાં આવેલ છે.

શુક્રવારે 23914 લોકોનું રસીકરણ કરવામાં આવેલ છે. સમગ્ર જીલ્લામાં 1112156 (101.51%) લોકોને પ્રથમ ડોઝ તથા 761992 (69.55%) લોકોને બંને ડોઝ આપવાની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી અંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી પ્રા.આ.કે. ખોખડદળ અને જામકંડોરણા ખાતે મુલાકાત લઈ કામગીરી સઘન બનાવવા જરૂરી સૂચનાઓ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.