Abtak Media Google News

મેઘરાજાના આગમનની છડી પોકારતા કાર્યકમમાં પ્રહર વોરા, નિધિ ધોળકીયા, ગાર્ગી વોરા, ગાથા પોટા અને ચેતાલી છાયા જેવા ગાયક કલાકારો ગીતો રજુ કરી શ્રોતાઓને ભીંજવશે

રાજકોટમાં આજે ગીત સંગીતનો ‘મેધ મલ્હાર…. મારૂ ચોમાસુ કયાંક આસપાસ છે…’ હેમુ ગઢવી હોલમાં મેઘરાજાના આગમનની છડી પોકારતો સુરમય કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ કાર્યક્રમની વિશેષ વિગતો આપી હતી.

રાજકોટ ના ગીતસંગીત ના રસીકો માટે સોમવારની રાત્રી સૂર શબ્દ અનેસંગીત ના ત્રિવેણી સંગમ સમી બની રહે તેવું આયોજન થયું છે જેમાં મેધરાજા ના આગમન ને વધાવવા મારું ચોમાસું ક્યાંક આસપાસ છે તેવા સૂરમય કાર્યક્રમ માં જાણીતા ગાયક કલાકારો એક પછી એક રચના રજૂ કરી શ્રોતાઓ ને સંગીત માં ભીંજવશે અને તેથી જ સંગીતપ્રેમીઓ આ કાર્યક્રમ માણવા ઉત્સુક બન્યા છે

રાજકોટ ની અગ્રીમ સંસ્થા જૈન વિઝન અને વી ટી વી ન્યૂઝ ગુજરાતી દ્વારા સોમવારે રાત્રે રાજકોટ ના હેમુ ગઢવી હોલ માં મારું ચોમાસું ક્યાંક આસપાસ છે..

સૂરમય કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું છે મેધરાજા ના આગમન ને વધાવવા ના આ કાર્યક્મ માં ગુજરાતી સુગમ સંગીત ના જાણીતા ગાયક કલાકારો પ્રહર વોરા નિધિ ધોળકિયા ગાર્ગી વોરા ગાથા પોટા અને ચેતાલી છાયાવરસાદી મોંસમ ના ગીતો રજૂ કરનાર છે જયારે જાણીતા કવિ ગીતકાર એવા મિલિન્દ ગઢવી ના સંચાલન ના સુકાન માં આશિષ કોટક સંગીત સંચાલન માં આ કાર્યક્રમ યોજાનાર છે રંગીલા રાજકોટ માં આજ કલાકારો એ 2019માં મારું ચોમાસું ક્યાંક આસપાસ..

સૂરશબ્દ નો કાર્યક્રમ રજૂ કરી રાજકોટિયન્સ ને સંગીત સંધ્યા રસતરબોળ કરી દીધાહતાં જયારે સોમવારે એજ સંગીત જલસા ના સીઝન 2માં ગાયક  કલાકારો ની કલા ને પોંખવા સંગીત પ્રેમીઓ ઉત્સુક બની આ કાર્યક્મ માણવા તૈયાર બન્યા છે જયારે જૈન વિઝન ના મિલન કોઠારી અદને સાથીઓ તેમજ ટઝટ ના એસોસીએટ એડિટર ધર્મેશવૈદ્ય સન્ની મેયડ સહીત ટીમ કાર્યક્રમ ને તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે

સૂર સંગીતના જલસામાં મહાનુભાવો રહેશે હાજર……

 

રાજકોટ ના હેમુગઢવી હોલ માં સોમવારે રાત્રે 9/30યોજાનાર આ કાર્યક્રમ માં રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહેશે જયારે મુખ્યઅતિથી તરીકે રાજકોટ ના સાંસદ મોહનભાઇ કુંડારીયા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા મેયર ડો પ્રદીપ ડવ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ  લાખાભાઇ સાગઠીયા  પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો હેમાંગ વસાવડા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ના ઇન્ચાર્જ કુલપતિ ડો ગિરીશ ભીમાણી જં એમ જે ગ્રુપ ના એમ ડી મયુરધ્વજસિંહ જાડેજા ભાજપ ના યુવા અગ્રણી અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયમીન ઠાકરરાજકોટ માર્કેટ યાર્ડ ના ચેરમેન જયેશ બોધરા ગોંડલ માર્કેટ યાર્ડ ના ચેરમેન અલ્પેશ ઢોલરિયા રાજકોટ જૈન સમાજ અગ્રણી સી એમ શેઠ જીતુભાઇ ચા વાળા  સુનિલ શાહ ઉદ્યોગપતિ રાજેશ પરસાણા અગ્રણી બિલ્ડર સાહીદભાઇ નગર વાલા જયારે અતિથી વિશેષ માં રાજકોટ કલેકટર અરુણ મહેશબાબુ  મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર આશિષ જોષી હાજરી આપશે.

 

રાજકોટના સંગીત રસિકો માટે જૈન વિઝન દ્વારા સેમિનાર કાર્યક્રમનું ‘અબતક’ ચેનલ અને ડિજિટલ માધ્યમ પર જૂઓ લાઇવ

જુઓ અબતક ચેનલ

  • ઈન કેબલ ચેનલ નં: 561
  • ડેન નેટવર્ક ચેનલ નં: 567
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં: 350
  • સહયોગ નેટવર્ક ચેનલ નં:105

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.