Abtak Media Google News

ચોમાસાની શરુઆતમાં મેધરાજાના આગમથી ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારબાદ એકાદ મહીનો મેધરાજાનું આગમન ન થતાં ખેડુતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેધરાજાનું ધમાકેદાર આગમન થતા પાણી પાણી જોવા મળ્યું હતું. મેધરાજાના ધમાકેદાર આગમનથી નદી નાળા તળાવો છલકાયા હતા ખેતરોમાં પણ પાણી ભરાયા છે. જો કે સર્વત્ર વરસાદ ન હોવાથી અનેક ગામોમાં નદી નાળા તળાવો પાણીથી છલકાવા લાગ્યા છે. ત્યારે એક મહીનાના વિરામ બદ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળે રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.