Abtak Media Google News

ગુજરાતમાં ચોમાસાને સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે હજુ પણ મેઘમહેર જારી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં 2.72 ઈંચ પડ્યો છે. જો કે રાજ્યના અન્ય જિલ્લામાં વધુમાં વધુ 15 મિમિ વરસાદ પડ્યો છે. રાજ્યના 11 જિલ્લાના 35 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે.

રાજ્યના 19 તાલુકામાં 5 મિમિથી 15 મિમિ સુધી વરસાદ પડ્યો છે.

જેમાં ઝાલોદમાં 15 મિમિ, કડાણામાં 13 મિમિ,  જ્યારે ગરબાડા, કાલાવડ, લાલપુર અને ખેડબ્રહ્મામાં 10-10 મિમિ, સંતરામપુરમાં 8 મિમિ, ઉપરાંત ગીર ગઢડા, ભેંસણ, માળીયા અને રાણાવાવમાં 7 મિમિ, ધ્રોલ અને જામજોધપુરમાં 6 મિમિ, આ સિવાય ખાંભા, સંજેલી, જોડિયા, મેંદરડા અને ચોટીલામાં 5 મિમિ વરસાદ પડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.