‘મેનોપોઝ’ તમારા વાળને બરબાદ કરી શકે છે

‘મેનોપોઝ’ સમયે વાળને ખરતા કેમ રોકશો?

મેનોપોઝ એ દરેક સ્ત્રીના જીવનમાં આવતો એક મહત્વનો તબકકો છે આ એક એવી સ્થિતિ છે જે દરમિયાન શરીરમાં થતા હોર્મોનના ફેરફારને કારણે અલગ અલગ બદલાવ આવે છે. મેનોપોઝ દરમિયાન હોર્મોન ફેરફારને કારણે, મુડમાં ફેરફાર થવો, કંટાળો, તાણ, સ્નાયુનો દુ:ખાવો, માથાના દુ:ખાવો, માસિક સ્ત્રાવ ન થવો વગેરે થાય છે. આ તબકકા દરમિયાન વાળ ખરવાની સમસ્યા થાય છે. હોર્મોનમાં અક્ષમતુલનના કારણે જ આવી સમસ્યા થઈ શકે છે.

મેનોપોઝને વાળ ખરવા સાથે શું સંબંધ?

સી.કે. બિરલા હોસ્પિટલના ગાયનેક વિભાગના ડાયરેકટર ડો. અરૂણાકાલરા કહે છેકે મેનોપોઝ બાદ સ્ત્રીના શરીરમાં જાતીય બાબત સાથે સંકળાયેલા એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેશેન અંતસ્ત્રાવમાં ઘટાડો થાય છે. આ અંત સ્ત્રાવો લોહીમાંથી કેલ્શીયમ શોષે છે અને વાળના મૂળને મજબુત કરવા મદદ કરે છે. અને વાળને ખરતા અટકાવે છે. મોટાભાગની મહિલાઓમાં પ્રસુતિ સમયે અને પ્રસુતિ બાદ એસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ ઘટતા વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.

હોર્મોનમાં ફેરફાર સાથે અન્ય કેટલાક બાબતો જેવી કે વધારે પડતી તાણ, અપૂરતું પોષણ વગેરે કારણો પણ વાળ કરવા માયે જવાબદાર છે. મેનોપોઝ દરમિયાન કે મેનોપોઝ બાદ દરેક સ્ત્રીએ સંપૂર્ણ હેલ્થચેકઅપ કરાવી લેવું જોઈએ વાળના વિકાસ માટે થાઈરોઈડનું પણ સારી રીતે કામ કરવું જરૂરી છે.

મેનોપોઝ વખતે વાળ કરતા કેમ અટકાવશો?

ડો. અરૂણકાલરા મેનોપોઝ દરમિયાન કઈ રીતે વાળ ખરતા અટકાવી શકાય તે અંગે સમજાવે છે તેમણે આપેલી કેટલીક ટીપ્સ જોઈએ.

તાણ ટાળો: માનસિક ચિંતા તાણ વગેરેથી એસ્ટ્રોજનની માત્રામાં ઘટાડો થાય છે. જેથી આ સમયગાળા દરમિયાન બને ત્યાં સુધી તાણ ઓછી થાય તેવા પ્રયાસો કરવા જોઈએ તાણને ધ્યાન યોગ અને નિયમિત કસરત કે ચાલવાથી ઘટાડી શકાય છે.

સમતોલ ખોરાક લો: વાળને ખરતા રોકવા માટે તમારે સ્વાસ્થ્યપ્રદ અને સંપૂર્ણ સમતોલ ખોરાક લેવો જોઈએ ખાવામા આખુ અનાજ, ફળો અને શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ

ગ્રીન ટી, વિટામીન બી-૬ પૂરક ફોલીક એસિડ વગેરેથી વાળનો વિકાસ જળવાઈ રહે છે. વાળના સારા આરોગ્યમાં જરૂરી ફેસ એસિડ પણ મહત્વનો ભાગ ભજવે છે.

કુદરતી રહો: વાળને સુકા, તૂટતા કે ખરતા અટકાવવા માટે હેર ડ્રાયર, હેર સ્ટ્રેરનીંગટુલ્સનો ઉપયોગ યાળવો જોઈએ વાળને લંબા દેખાડવાના પ્રયત્નોને લીધે વાળ નબળા પડે છે. અને વહેલા ખરી જાય છે. જેથી એવા પ્રયત્નો પણ કરવા ન જોઈએ.