Abtak Media Google News

એક જ દિવસમાં તાપમાનનો પારો 3 ડિગ્રીથી પણ વધુ ઉંચકાયો: 11 કિ.મી.ની ઝડપે ફૂંકાતો ઠંડો પવન

 

અબતક,રાજકોટ

અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સાયકલોનીક સરકયુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે ચાલુ સપ્તાહે રાજયમાં સતત ત્રણ દિવસ કમૌસમી વરસાદ વરસ્યા બાદ ગઈકાલથી વાતાવરણ કિલયર થઈ ગયું છે. દરમિયાન આજે લઘુતમ તાપમાનનો પારો 3 ડિગ્રીથી પણ વધુ ઉંચકાયો હોવા છતાં ઠંડાગાર પવનોના સુસવાટાના કારણે જનજીવન રિતસર ઠુંઠવાઈ ગયું હતુ. 11 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાના કારણે લોકો શિત લહેરનો અહેસાસ કરી રહ્યા હતા.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન 17.3 ડિગ્રી સેલ્સીયશ નોંધાયું હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79 ટકા અને પવનની સરેરાશ ઝડપ 11 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઈકાલનું લઘુતમ તાપમાન 13.7 ડીગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ જે ચાલુ સાલ શિયાળાની સીઝનનું સૌથી ઓછુ હતુ આજે લઘુતમ તાપમાનનો પારો 3.6 ડીગ્રી સેલ્સીયસ ઉંચકાયો હોવા છતાં સુસવાટા મારતા ઠંડાગાર પવનોના કારણે લોકોએ કાતીલ ઠંડીનો અનુભવ કર્યો હતો. ગઈકાલે લઘુતમ તાપમાન સૌથી નીચું હતુ પરંતુ સાથે પવનની સરેરાશ ઝડપ માત્ર 6કિ.મી. રહેવા પામી હતી દરમિયાન આજે લઘુતમ તાપમાન 17.3 ડીગ્રીએ પહોચી ગયું હતુ પરંતુ 11 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાના કારણે ઠંડીનો અનુભવ થતો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસરના કારણે આજે પણ વાછળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતુ.હજી બેથી ત્રણ દિવસ રાત્રીનું તાપમાન ઘટશે અને દિવસે તાપમાનનો પારો થોડો ઉંચકાતો રહેશે વાદળોનું આવરણ હટતાથી સાથે જ શીયાળો જમાવટ કરે તેવી સંભાવના જણાય રહી છે.હજી ત્રણ-ચાર દિવસ રાત્રીનું તાપમાન નીચું રહેશે અને દિવસે તાપમાનનો પારો થોડોક ઉંચો રહેશે ત્યારબાદ શિયાળો બરાબર જામશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે પડેલા વરસાદના કારણે શિયાળો પણ થોડો ડિસ્ટર્બ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.