Abtak Media Google News

ISISએ પોસ્ટર જારી કરીને સનસનાટી મચાવી

રશિયામાં ૨૧મા ફિફા વર્લ્ડકપ-૨૦૧૮ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, પરંતુ આતંકવાદી સંગઠન ઈંજઈંજએ પોસ્ટર જારી કરીને સનસનાટી મચાવી દીધી છે. આતંકવાદી સંગઠન ISISએ જે પોસ્ટર જારી કર્યાં છે તેમાં કહેવામાં આવ્યું છે કે ફૂટબોલ વર્લ્ડકપમાં તેઓ દુનિયાના મશહૂર ફૂટબોલર રોનાલ્ડો અને મેસીનું સર કલમ કરી નાખશે.

એક વિદેશી અખબારના જણાવ્યા અનુસાર આ આતંકવાદી હુમલાને લોન વુલ્ફ દ્વારા અંજામ આપવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. લોન વુલ્ફ એ આતંકી હુમલો હોય છે, જેમાં એક આતંકવાદી એકલો મિશન પર નીકળે છે અને તેને પૂરું કરવાની કોશિશ કરે છે.

ISISએ ફોટોશોપ દ્વારા તૈયાર કરેલી કેટલીક અન્ય તસવીરો પણ શેર કરી છે. આ પોસ્ટર્સમાં રોનાલ્ડો અને મેસીના સર કલમ કરતા દેખાડવામાં આવ્યા છે. આતંકી સંગઠને ધમકી આપી છે કે ફૂટબોલનું મેદાન લોહીના રંગથી રંગી દેવામાં આવશે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે દુનિયા એક એવા સંગઠન સાથે લડી રહી છે, જે નિષ્ફળતા શબ્દ જાણતું નથી.

Leonal Messsi

એક તસવીરમાં મેસી અને રોનાલ્ડોના બંને હાથ બંધાયેલા છે અને તેમને જમીન પર જબરદસ્તીથી સૂવડાવી દેવામાં આવ્યા છે. બે આતંકીએ તેમની ગરદન પકડેલી છે. ગરદનની સામેની જગ્યાએ બ્લડ શેડ સાથે બ્લર કરી દેવામાં આવ્યા છે. એક અન્ય પોસ્ટરમાં મેસી લાલ કપડાંમાં ઘૂંટણભેર બેઠેલો નજરે પડે છે.

આતંકીઓએ તેના બંને હાથ બાંધી દીધા છે અને એક હાથ મેસીના માથા પર રાખ્યો છે. બેકગ્રાઉન્ડમાં ફૂટબોલ મેદાન દેખાડવામાં આવ્યું છે. ત્રીજા પોસ્ટરમાં દર્શકોથી ભરાયેલા ફૂટબોલ સ્ટેડિયમમાં આતંકી દેખાઈ રહ્યો છે, જેના હાથમાં હેન્ડ ગ્રેનેડ છે. પોસ્ટર પર લખ્યું છે, જીત અમારી જ થશે. ચોથા પોસ્ટરમાં મેસીને જેલની પાછળ દેખાડવામાં આવ્યો છે અને તેની એક આંખમાંથી લોહી વહી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પોસ્ટર વફા મીડિયા ફાઉન્ડેશન તરફથી જારી કરવામાં આવ્યાં છે. વફા મીડિયા ફાઉન્ડેશનને ઇસ્લામિક સંગઠનનું મુખપત્ર પણ કહેવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર ચારેય પોસ્ટર ઝડપથી વાઇરલ થઈ રહ્યાં છે. ફૂટબોલ ચાહકો ઉપરાંત સમગ્ર દુનિયામાં આ ચારેય પોસ્ટરે સનસનાટી મચાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે રોનાલ્ડો પોર્ટુગલ ફૂટબોલ ટીમનો કેપ્ટન છે, જ્યારે લિયોનેલ મેસી આર્જેન્ટિનાનો સ્ટાર ફૂટબોલર છે. ફિફા વર્લ્ડકપ-૨૦૧૮નો પ્રારંભ ૧૪ જૂનથી થઈ રહ્યો છે. પહેલો મુકાબલો મોસ્કોના લુજનિકિ સ્ટેડિયમમાં યોજાવાનો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

leonal messsi

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.