મેટાવર્સ : કાલ્પનીક દુનિયા,જે વાસ્તવિક જીવનને ફિક્કું કરી માનસિક ગુલામ બનાવી દેશે

એક એવી દુનિયા જ્યાં તમને દરેક વસ્તુ અલગ  દેખાશે !!!

 

 

 

– 60 ટકા લોકોએ ડીજીટલ દુનિયામાં ડીજીટલ અવતાર વિકસાવવાનુ પસંદ કર્યું: મનોવિજ્ઞાન ભવનાના સર્વેમાં ચોકાવનારા ખુલાસા બહાર આવ્યા

– મેટાવર્સની દુનિયામાં કાલ્પનીક રોમાન્સ કરતા યુવાધન ભવિષ્યમાં શારીરીક અને માનસિક નબળા બનવાની સંભાવના વધુ ધરાવે છે: ડો. યોગેશ જોગશન

– મેટાવર્સની કાલ્પનીક દુનિયાની લોકો સ્ટ્રેસ, ડિપ્રેશન જેવા રોગોનો ભોગ બનશે!!!

અબતક,રાજકોટ

ડીજીટલ દુનિયા અને તેની અસરો વિશે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશી અને ભવન અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કુલ 630 વ્યક્તિઓએ ડીજીટલ દુનિયા* વિશેના પોતાના મંતવ્યો ગુગલ ફોર્મ દ્વારા જણાવ્યા હતા. જેમાં 45.30% વ્યક્તિઓ 15 થી 25 વર્ષના, 25.70% વ્યક્તિઓ 26 થી 35 વર્ષના, 20.60% વ્યક્તિઓ 36 થી 45 વર્ષના અને 8.40% વ્યક્તિઓ 45થી વધુ ઉમરના વ્યક્તિઓ હતા.આ સર્વેમાં ચોંકાવનાર હકીકતો સામે આવી છે.

  • શું તમે ડીજીટલ દુનિયા અને વર્ચ્યુલ દુનિયા વિશે જાણો છો?* જેમાં 50% લોકોએ હા કહી.
  • ડીજીટલ દુનિયામાં તમારો ડીજીટલ અવતાર વિકસાવવાનું પસંદ કરશો? જેમાં 60% લોકોએ હા કહી.
  • તમને ડીજીટલ માનવી સાથે મળવાનું પસંદ કરશો? જેમાં 60% લોકોએ હા કહી. આ બહુ વિચાર માગે એવી ઘટના છે જે દર્શાવે છે કે લોકોનો લોકો સાથેનો સંપર્ક ઓછો થતો જાય છે.
  • ડીજીટલ દુનિયા વિક્સવાથી વાસ્તવિકતા જીવન સાથે નાતો તૂટી જતો લાગે છે?* જેમાં 50% લોકોએ હા જણાવી.
  • શું તમે મેટા મેરેજ અને સબધોને યોગ્ય ગણો છો?
  • 75% લોકોએ ના કહી.
  • ડીજીટલ દુનિયાથી સામાજિક જીવનમાં નુકશાન શક્ય છે?* 87.50 લોકોએ હા કહી.
  • વાસ્તવિક દુનિયામાં સમાયોજન ન સાધી શકવાને કારણે લોકોને ડીજીટલ દુનિયાનું ઘેલું લાગ્યું છે? જેમાં 90% લોકોએ હા કહી.
  • યાંત્રીક દુનિયાની દોડ માં માનવી વાસ્તવિકતા ભૂલી ડીજીટલ બનતો જાય છે? 93.80% લોકોએ હા કહી.
  • શું ડીજીટલ અને મેટા દુનિયા લોકોને વાસ્તવિક સબધોથી દુર લઇ જશે? 81.30% લોકોએ હા કહી.

            શુ છે મેટાવર્સ?

મેટાવર્સ એક એવી વર્ચ્યુઅલ દુનિયા છે. વ્યક્તિઆ દુનિયામાંએ
બધાજ કામ કરી શકે છે જે એક વાસ્તવિક દુનિયામાં કરી શકતા
હોય. સરળ ભાષા માં મેટાવર્સ એટલે કે એવી દુનિયા જ્યાં વ્યક્તિની
એક ઓળખ હોય જ્યાં વ્યક્તિ પોતે ઘરે હોય પરંતુ તેનો એક અવતાર
મેટાવર્સની દુનિયામાં હોય. આ એક એવી ટેકનોલોજી છે જેમાં વ્યક્તિ
ઘરે બેસી આખી દુનિયા ફરી શકીએ છીએ. દુનિયાના ઘણા અવતારો હશે જેની
સાથે આપણે વાત કરી શકીશું. મેટાવર્સ એક ઓનલાઈન વિશ્વ છે જ્યાં લોકો પોતાના
અવતારના રૂપમાં ફર્યા કરે છે. ત્યાં તમને કોઈ મૃત વ્યક્તિનો પણ ડિજિટલ અવતાર
મળી શકે અને વ્યક્તિ તેની સાથે કાર્ય પણ કરી શકે.

                                         મેટાવર્સની ભવિષ્ય પર અસરો

                                  લોકોમાં જે મેટાવર્સની એક લોકપ્રિયતા જોવા મળી રહી છે જેને જોતા એવું લાગે કે                                         આવતા વર્ષો માં દુનિયાનો નકશો બદલી ગયો હશે જેની કલ્પના પણ કરવી અઘરી છે.                                 મેટાવર્સ દ્વારા વ્યક્તિ સમય અને સ્થળની ચિંતા વગર કોઈ જગ્યાએ હાજર રહી શકશે,                                       એકબીજાથી દૂર રહ્યા હોવા છતાં એકબીજા સાથે જોડાઈને રહી શકીએ, ભવિષ્યમાં                                                        એકબીજાને મળી શકીએ અને જે ભૌતિક દુનિયામાં પ્રતિક્રિયા દઈ શકીએ એ                                                 જ રીતે રહી શકીએ આમ તેની આ અસરો કે ફાયદા જોઈ શકીએ પરંતુ                                                 વિધાયક કરતા તેની નિષેધક અસરો વધુ થઈ શકવાની શકયતા છે.

વર્ચ્યુલ દુનિયામાં કેવા લોકો પ્રવેશવા માંગતા હોય?

વાસ્તવિકતા સાથે જે લોકો તાલમેલ સાધી શકતા નથી, પોતાની ઈચ્છા અને
અપેક્ષાઓ મુજબ જીવન જીવી શકતા નથી, પોતાની મહત્વકાંક્ષાને પૂર્ણ કરવાનું
સામર્થ્ય પોતાનામાં નથી એવું માની ચૂકેલ, સામાજિક જવાબદારી વહન કરવામાં
અસમર્થ, સ્વતંત્રતા મેળવવાની ખેવના હોય પરંતુ જવાબદારી નિભાવવાની
અણઆવડત હોય, લાગણી અને સામાજિક સંબધોથી વંચિત રહેલ હોય, બુદ્ધિશક્તિ
જેની ખૂબ ખીલેલ હોય પણ આવેગિક રીતે કુંઠિત હોય, પોતાની વાત સાંભળનાર
કોઈ પોતીકું ન હોય, આંતર વૈક્તિક સંબધો વિકસાવવાની ઉણપ હોય, કોમ્યુનિકેશન
ના અભાવની સાથે અતિ અંતર્મુખી હોય, પોતાના અહમને પોષવાની આક્રમક વૃત્તિ
હોય વગેરે જેવા લોકો પ્રવેશ લેવા માગતા હોય

જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત ખતમ થવાનો ભય, બે ખાસ કિસ્સાઓ

એક કેસ જેમાં એક સ્ત્રી પર ચાર પાંચ અવતારી પુરુષોએ ડિજિટલ બળાત્કાર કર્યો અને સ્ત્રી ની માનસિકતા નો પરિચય થયો. તમિલનાડુના એક યુવક અને યુવતીએ વર્ચ્યુલ દુનિયામાં જઈને અવતાર ધારણ કરીને લગ્ન કર્યા જેમાં મૃત પિતા અવતાર ધારણ કરીને આશીર્વાદ આપવા હાજર રહ્યા..આ બાબતો જણાવે છે કે વાસ્તવિકતાથી લોકો ક્યાંક દૂર ભાગી અવતારો બનાવી રહ્યા છે.

મેટાવર્સ વ્યક્તિની માનસિકતા વધુ સંકુચિત બનાવી શકે છે કારણ કે આ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર વ્યક્તિઓ એ  સમાચાર અને દૃશ્યો શોધે છે એ જે પોતાના અભિપ્રાય સાથે મેળ ખાય છે.  મેટાવર્સ આપણને લોકોથી અલગ પાડે છે, પૂર્વગ્રહો બનાવે છે અને તેને કાયમી રાખવામાં મદદ કરે છે અને ક્યારેક ખોટી માહિતી પણ આપે છે.

મનોવિજ્ઞાન ના મતે  સંશોધન દર્શાવે છે કે જે લોકો મેટાવર્સનો ઉપયોગ કરે છે તેઓ ચોક્કસ સંદર્ભોમાં માહિતી પસંદ કરે છે અને શેર કરે છે અને બાકીની અવગણના કરે છે.અહીં ડિજિટલ ટેકનોલોજીની મદદથી વ્યક્તિ એક અજાણ્યા પ્રદેશ, વિશ્વમાં પહોંચી જાય છે. તે અવતાર ધારણ કરીને ફરતો હોય છે. આ સમાચારે વિજ્ઞાનના એક વિધાયક વિકાસના પાસા તરફ ધ્યાન દોર્યું. ઘણા લોકોએ તેને આવકાર્યું. હમણાં થોડા દિવસો પહેલા એક સ્ત્રીએ જે વાત જાહેર કરી તેના દ્વારા મેટાવર્સ દુનિયાની નિષેધક વાત રજૂ થઈ.

               મેટાવર્સની મનોવૈજ્ઞાનિક અસરો

 • વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના લાગણીઓ ભરેલ સંબધો ભયસ્થાને છે
 • અહીં વ્યક્તિ નું માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સંબધો પણ જોખમમાં છે
 • વિવિધ અવતારો દ્વારા ડિજિટલ દુનિયામાં કંઈપણ થઈ શકે
 • ડિજિટલ બળાત્કાર અને ડિજિટલ લગ્નો પણ થવાની શરૂઆત થઈ ચૂકી છે
 • વ્યક્તિ વિવિધ અવતારો ધારણ કરીને ડિજિટલ દુનિયામાં પ્રવેશે છે
 • સમાજની નિષેધક અને ક્રૂર બાબતો સામે આવે છે
 • મેટાવર્સ પર નિર્ભરતા વાતાવરણ અને વ્યક્તિને નુકસાન કરી શકે
 • મેરાવર્સથી સામાજિક સમસ્યાઓ માં વધારો
 • વાસ્તવિકતાથી પ્લાયન કે પીછેહઠ
 • જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત ખતમ થવાનો ભય