Abtak Media Google News

“ગૂજરાત કી હવા મે વ્યાપાર હૈ”

અત્યાર સુધી  આપણે “મેટાવર્સ (Metaverse)”નો ઉપયોગ માત્ર “વેબસાઇટની મુલાકાત લેવી, વિડિયો જોવા, ચેટિંગ કરવી, કન્ટેન્ટ પબ્લિશ કરવું, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપયોગ કરવા, સ્ટોરી મૂકવી અને જોવી” જેવા વગેરે કામો કરવા માટે જ કરતા હતા.ઘણી વખત તો  પોતાના મોબાઇલ કે કમ્પ્યુટરમાં જ ખોવાઈ જતા હોઈએ છીએ. પરંતુ હવે મેટાવર્સ ફક્ત મનોરંજન પૂરતું સિમિત નહી રેહતા તેના દ્વારા વ્યાપાર ધંધાનો પણ વિકાસ કરી શકાશે.

મેટાવર્સ એ મેટા કંપનીનો પ્રોજેક્ટ છે.  મેટાવર્સમાં હવે પહેલીવાર ગુજરાતમાં પહેલી વખત એક એવી લેબની રચના કરવામાં આવશે કે જેમાં સંશોનકર્તાઓએ વિવિઘ પ્રકારના પ્રોડક્શન ટૂલ, કન્ઝ્યુમર રિસર્ચ માટે વીઆર ગ્લાસ, 3ડી મેપિંગ, ટુરિઝમ ઈન્ડીયા માટે ટ્રાવેલ એપ તેમજ આ ટેકનોલજી દ્વારા સ્ટાર્ટ અપ, શૈક્ષણિક ક્ષેત્રે સંશોધન મેડીકલ તેમજ અવકાશી સંશોધન પણ કરી શકાશે જેના કારણે બહોળા પ્રમાણમાં વ્યાપાર ધંધાને લાભ થશે. જેમ કે IPL લીગમાં ગૂજરાત ટાઇટન્સ નો 3D લોગો પણ મેટાવર્સમાં જાહેર કરવામાં આવ્યો હતો.

ગુજરાતીઓ વ્યાપારના  ક્ષેત્રમાં આવનવા પ્રયોગો કરવા માટે હંમેશાં તત્પર હોય છે, જો મેટાવર્સની વર્ચ્યુઅલ દુનિયામાં ટેકનોલજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવેતો બહોળા પ્રમણમાં વિવિઘ ઉદ્યોગોમાં ફાયદો થઇ શકે તેમ છે એટલું જ નહી આજકાલ લોકો મોબાઇલ કે કમ્પ્યુટરની પોતાની આભાસી દુનિયામાં જ ખોવાઈ જતા હોય છે. ત્યારે તે તેટલુ જ ભયાનક સ્વરૂપ પણ લઈ લેતું હોય છે.

ગીતા હેગડે, MICA ના ડીને જણાવ્યું હતું કે સંસ્થા ખાતે મેટાવર્સ લેબ બોલાવવામાં આવશેMICAverse. “તે શૈક્ષણિક સંશોધન હાથ ધરશે અને Metaverse ના ડોમેનમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા સંશોધન પત્રો પ્રકાશિત કરશે. લેબ ઉદ્યોગ/મેટાવર્સ સ્ટાર્ટઅપ્સ સાથે સહયોગ કરશે જે મેટાવર્સ ગ્રાહક નિર્ણય લેવાની અને આ રીતે વ્યવસાયને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની ઊંડી સમજ વિકસાવવા માટે ગ્રાહક સંશોધન કરી શકે છે.

MICA ના સહયોગી પ્રોફેસર રાવે જણાવ્યું હતું કે તેઓ મેટાવર્સમાં ટૂંક સમયમાં એક ઇવેન્ટનું આયોજન કરી રહ્યા છે, અને તેઓ ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી અને ના ક્ષેત્રમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સને આમંત્રિત કરશે.

5G નેટવર્કનું આગમન માત્ર AR અને VR એપ્લિકેશનને વેગ આપશે. “પરંતુ તે સિવાય, અમને ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગ ઉપકરણો, ઉપયોગમાં સરળ અને પહેરવા માટેના ચશ્મા, વર્ચ્યુઅલાઈઝેશન ટૂલ્સનો વિકાસ અને અવકાશી કમ્પ્યુટિંગ, અને માર્કેટપ્લેસ અને પેમેન્ટ સિસ્ટમ્સ વગેરે જેવી મેટાવર્સ સેવાઓની વિશાળ શ્રેણીની પણ જરૂર પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.