મેટોડા જી.આઈ.ડી.સી.માં એકસપાયરી દવાનો ઢગલો મેડિકલ બાયો વેસ્ટમાં ઠલવાતા ભારે ચર્ચા

મેટોડા જી.આઈ.ડી.સી.માં તારીખ વીતી ગયેલ દવાનો મેડિકલ બાયો વેસ્ટના જાહેરમાં ઢગલા જોવા મળ્યા હતા. ડાયાબિટીસની દવાનું તારીખ વીતી ગયેલ મેડિસીનનું અમુક મેડિકલ સ્ટોર્સમાં ધુમ વેચાણ તપાસ જરૂરી બની છે. લોધીકા ઔદ્યોગીક વસાહતમાં વાણીજય ભવન કોમર્શિયલ કોમ્પલેક્ષમાં જાહેરમાં કોઈ ડાયાબીટીસ તેમજ શરીરના અન્ય દુ:ખાવાને લગતી તારીખ વીતી ગયેલ દવાના ઢગલા કરી ગયેલ છે.

રાજકોટ ડ્રગ ઈન્સપેકટરની ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે કોઈ મેડિકલ બાયો વેસ્ટ જાહેરમાં ફેંકી ગયેલ છે યોગ્ય પગલા ભરો. તેઓ જણાવે છે કે આ પોલ્યુશન બોર્ડનું કામ છે અને તપાસ કરતા અમુક મેડિકલ સ્ટોર્સમાં ડાયાબિટીસની તારીખ પૂર્ણ ઈ ગયેલ દવાઓનું ધુમ વેંચાણ થાય છે.

પરંતુ મેડિકલ સ્ટોર્સ માલીકો દવાના બિલ એક પણ ગ્રાહકોને ન આપતા હોવાથી સાબીત થતુ નથી તો યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગણી ઉઠી છે