Abtak Media Google News
  • યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ શહેરો અને ગામડાઓના વિકાસને આવરી લેતું ભાજપનું સંકલ્પ પત્ર
  • સૌરાષ્ટ્રમાં શી ફૂડ પાર્ક સ્થપાશે, કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 10 હજાર કરોડની જોગવાઇ, સુજલામ સુફલામ અને સૌની યોજના માટે રૂ. 25 હજાર કરોડની જોગવાઇ, શ્રમિકોને રૂ. 2 લાખની વ્યાજ વગરની લોન અપાશે
  • સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઇવે બનાવાશે, મહિલાઓને 1 લાખ સરકારી નોકરી અપાશે, બહેનોને શારદા મહેતા યોજના હેઠળ ઇ સ્કુટર ફ્રીમાં અપાશે : ગુજરાતની ઇકોનોમીને 1 ટ્રીલીયન સુધી લઇ જવા પ્રયત્ન કરાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે માત્ર પાંચ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે રાજ્યમાં સતત સાતમી વખત સ્પષ્ટ બહુમતી સાથે સત્તારૂઢ થવાના બુલંદ ઇરાદા સાથે ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના અવિરત અને અડિખમ વિકાસનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતની જનતા નવી સરકાર પાસે શું અપેક્ષા રાખી રહી છે તે જાણ્યા બાદ ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગત પાંચ નવેમ્બરથી 25 નવેમ્બર સુધી અગ્રેસર ગુજરાત કેમ્પઇન ચલાવવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાં જનતાના સુચનો મેળવવામાં આવ્યા હતા. આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશ જામનગરની તેમની મેડીકલ ક્ષેત્રમાં તેમની શાખા ખોલવા જઇ રહી છે. એરોપ્લેન બનાવવાનો પ્રોજેક્ટ વડોદરામાં સ્થાપવમાં આવ્યો છે. અંકલેશ્વરમાં એરપોર્ટ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. દેશના વડાપ્રધાને જોયેલા સ્વપ્નોને ધરતી પર ઉતારવા માટે ભાજપાનો દરેક કાર્યકર કોઇપણ જાતની અપેક્ષાઓ વગર પોતાની તાકાત લગાવી દે છે. ગુજરાતની જનતા શું ઇચ્છી રહી છે તેનો અભ્યાસ કરી તેમની અપેક્ષાઓ ઉપર ખરા ઉતારવા માટે બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે.

જે. પી. નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું હતું ખેડૂતો માટે ગુજરાત કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ વિવિધ સુવિદ્યાઓ ઉપલબ્ધ કરાવવા માટે રૂ. 10 હજાર કરોડની જોગવાઇ કરવામાં આવે. સુજલામ સુફલામ અને સૌની યોજનાને આગળ વધારવા માટે રૂ. 25 હજાર કરોડની જોગવાઇ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે શી ફુડ પાર્ક ઉભા કરવામાં આવશે અને તે માટેની યોજના બનાવવામાં આવશે. ફર્સ્ટ બ્લ્યુ  સી કોરીડોર બનાવવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂ. 5 લાખની સહાય વધારીને રૂ. 10 લાખ કરવામાં આવશે. મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટીક માટે રૂ.110 કરોડનો કોર્પસ બનાવવામાં આવશે અને ફ્રી કરવામાં આવશે. રાજ્યમાં મેડીકલ કોલેજો સ્થાપવામાં આવશે. 10 હજાર કરોડ રૂપિયા મહારાજા ભગવતસિંહજી હેઠળ રાખવામાં આવશે અને ત્રણ મેડીસીટીઝ બનાવવામાં આવશે અને તેના હેઠળ સી.એચ.સી. અને પી.એચ.સી. ને અપગ્રેડ કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રેમાં 20 હજાર સરકારી શાળાઓને સ્કુલ ઓફ એક્સેલેન્સ હેઠળ 10 હજાર કરોડ ફાળવવામાં આવશે. 20 લાખ એમ્પાલોઇમેન્ટ ઓપોર્ચ્યુનીટી બનાવવામાં આવશે. એક ફેમીલી કાર્ડ બનાવવામાં આવશે અને તે હેઠળ સરકારી લાભો ડીબીટી મારફતે આપવામાં આવશે.

શ્રમિક ક્રેડીટ કાર્ડ બનાવવામાં આવશે જે હેઠળ શ્રમિકોને રૂ. 2 લાખની વ્યાજ વગરની લોન સહાય આપવામાં આવશે. ઓ. બી. સી અને અનુ.જાતિ તેમજ અનુ.જનજાતી તેમજ આર્થિક રૂપે નબળા બાળકોને અભ્યાસ માટે રૂ. 50 હજાર ઇન્સ્ટીવ રૂપે આપવામાં આવશે. ગુજરાતમાં સિવીલ યુનિફોર્મ કોડ હેઠળ રેડીકલ વિચારધારાને નાથવા એન્ટી રેડીકલ સેલ બનાવવામાં આવશે. ભારત વિરોધી વિચારધારાને નાથવાનું કામ કરવામાં આવશે. સામાજીક વિરોધી પબ્લીક પ્રોપર્ટીને નૂકશાન પહોંડતા તત્વોને નાથવા ગુજરાત ડેમેજીસ એક્ટ બનાવવામાં આવશે. ગુજરાતની ઇકોનોમીને 1 ટ્રીલીયન ઇકોનોમી સુધી લઇ જવા પ્રયત્નશીલ રહીશું. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ બનાવવામાં આવશે. ગુજરાતને ફોર લેન અને સિક્સ લેન સડક પરિક્રમા પથ હેઠળ બનાવવામાં આવશે જે દક્ષિણ ગુજરાતમાં 130 કિ. મી. સુધીનો તેમજ ઉત્તર પશ્ચિમ 1630 કિ. મી. સુધીનો બનાવવામાં આવશે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઇવે બનાવવામાં આવશે. ગુજરાત ઓલેમ્પિક મિશન હેઠળ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે અને પહેલી ઓલમ્પિક ગુજરાતમાં રમાડવામાં આવશે. દેવભૂમી દ્વારકા કોરીડોર બનાવવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ વધારવા માટે ફ્રીમાં કે. જી. થી પી. જી સુધીનું શિક્ષણ આપવામાં આવશે. ધોરણ 9 થી 12ની બાળાઓને સાયકલ આપવામાં આવશે.મહિલાઓને 1 લાખ સરકારી નોકરી આપવામાં આવશે. શારદા મહેતા યોજના હેઠળ ઇ સ્કુટર ફ્રીમાં આપવામાં આવશે. વ્હાલી દિકરી યોજના હેઠળ રૂ. 1.50 લાખની સહાય આપવામાં આવશે.મિશન મંગલમ યોજના હેઠળ સ્વ સહાયતા ગ્રુપ હેઠળ રૂ. 2500 કરોડનો કોર્પસ આપવામાં આવશે.સિનીયર સીટીઝન બહેનો બસમાં મુસાફરી ફ્રી  આપવામાં આવશે. અગ્નિવીર યોજના હેઠળ મહિલાઓને 50 હજારની વનટાઇમ ગ્રાન્ટ આપવામાં આવશે. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિવાસી ભાઇઓના કલ્યાણ સામાજીક અને આર્થિક ઉત્થાન માટે રૂ. 1 લાખ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવશે. અંબાજી થી ઉંમરગામ સુધી બિરસા મુંડા આદિજાતિ સમૃધ્ધી કોરીડોર બનાવવામાં આવશે. આદીજાતિ વિસ્તારમાં મેડીકલ કોલેજો ખોવામાં આવશે. 25 બિરસા મુંડા જ્ઞાનશક્તિ સ્કુલ ખોલવામાં આવશે. આદિવાસી ભાઇઓ માટે રેશન કાર્ડ માટે મોબાઇલ ડિલીવરી કરવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં 100 ટકા ઇન્ટરનેટ કનેક્ટીવીટી ફાળવવા અંગે વ્યવસ્થા કરવામાં આવશે.

 ભાજપે જે કહ્યું તે તો કર્યું જ છે પણ નથી કહ્યું તે પણ કર્યું : જે.પી.નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા એ જણાવ્યું હતું કે ગુજરાતની ભૂમી એ સંતોની ભૂમી, શુરવીરોની ભૂમી છે અને એ રાજનીતિને દિશા આપનારની ભૂમી છે.ગુજરાતમાં અનેક મહાનુભાવોની ભૂમી છે. આ અમૃતકાળમાં ગુજરાતે વિકાસવાદ અપનાવી દેશ અને દુનિયાને નવો રાહ ચિંધ્યો છે અને એટલા માટે જ ગુજરાત એ વિકાસની ગંગોત્રી છે. ગુજરાતની ધરતી ઉપર આગામી સમયમાં સૌથી વધુ વિદેશી મૂડી રોકાણ આવવા જઇ રહ્યું છે. ભાજપાએ જે કહ્યું છે તે કર્યું જ છે અને જે નથી કહ્યું તે પણ કર્યું છે.

ભાજપે અત્યાર સુધી જે સંકલ્પો કર્યા  તેને પૂર્ણ કરાયા છે : સી.આર.પાટીલ

પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે,આજે બંધારણ દિવસે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આનંદની લાગણીઓ અનુભવું છું અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ જે જે સંકલ્પો કર્યા છે તેને પૂર્ણ કરવામાં આવ્યાં છે અને અમુક સંકલ્પો પ્રગતિ હેઠળ હોવાનું જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર એ એક દસ્તાવેજ છે. ગુજરાતની શાંતિ, ભવ્યતા અને દિવ્યતા જાળવી રાખવા માટે ગુજરાતની જનતા ફરી એકવાર ભાજપાને સત્તાના સુકાન સોંપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

સંકલ્પપત્રએ જનતાના વિશ્વાસને જાળવી રાખવાનો દસ્તાવેજ : ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 20 વર્ષથી શાસનમાં છે અને અમે જે કહ્યું છે તે કર્યું છે. અને આજે પણ ગુજરાતની જનતા એ ભાજપા પાસે જે અપેક્ષાઓ વ્યક્ત કરી છે તે પણ આ સંકલ્પમાં સમાવી તેને પૂર્ણ કરવા કટીબધ્ધ છીએ તેમ જણાવ્યું હતું. ભાજપાની સરકાર દ્વારા તમામ સુવિદ્યાઓ ખૂણે ખૂણે પહોંચાડી વિવિધ ક્ષેત્રોમાં ગુજરાત સમગ્ર દેશમાં નંબર 1 બન્યું છે.  ભાજપાનો આ સંકલ્પ પત્ર એ માત્ર ચૂંટણી લક્ષી નથી પરંતુ જનતાએ મૂકેલા વિશ્વાસને જાળવી રાખવાનો ભાજપાનો દસ્તાવેજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.