Abtak Media Google News

મોતના કફન સમા મિગ-21એ વધુ બે પાયલોટનો ભોગ લીધો, આ લડાકુ વિમાન દુશ્મનો ઉપર ભારી પડવાની સાથે આપણા માટે પણ જોખમી સાબિત થયા

મિગ-21ની દુર્ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો હોય તે ફ્લાઈંગ કોફીન બની રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. મોતના કફન સમા મિગ-21એ વધુ બે પાયલોટનો ભોગ લીધો છે.  આ લડાકુ વિમાન દુશ્મનો ઉપર ભારી પડવાની સાથે આપણા માટે પણ જોખમી સાબિત થઇ રહ્યા છે.

રાજસ્થાનના બાડમેરમાં ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ-21 ગુરુવારે રાત્રે એક અકસ્માતનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના બન્ને પાઈલટે જીવ ગુમાવ્યો છે. આ ઘટના પછી ફરી એકવાર મિગ-21 ચર્ચામાં આવી ગયું છે. પાછલા કેટલાક વર્ષોમાં બનેલી દુર્ઘટનામાં ઘણાં મિગ-21 દેશે ગુમાવ્યા છે અને તેની સાથે જવાનો પણ શહીદ થયા છે. મિગ-21 બાઈસનની લગભગ 6 સ્ક્વાર્ડન છે, એક સ્ક્વાડ્રનમાં લગભગ 18 વિમાન હોય છે.

Mig-21 Fighter Aircraft: मिग-21 को यूं ही नहीं कहते खतरों का खिलाड़ी, जानिए 'फ्लाइंग कॉफिन' के बारे में सबकुछ - Indian Air Force Mig 21 Fighter Jets Crash History In India And

બાલાકોટ એરસ્ટ્રાઈક પછી જ્યારે પાકિસ્તાની ફાઈટર જેટે એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું હતું ત્યારે મિગ-21 બાઈસને જ તેની સાથે ડોગ ફાઈટ કરીને પાછું ધકેલ્યું હતું. આ સિવાય પણ મિગ-21ને દુશ્મનોના દાંત ખાટા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

રાજસ્થાનમાં અકસ્માત પહેલા આ એરક્રાફ્ટ ભીમડા ગામની ઉપરથી ઉડાન ભરી રહ્યું હતું. હાલ ક્રેશનું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટના ગુરુવારની રાત્રે લગભગ 9 કલાકની આસપાસ બની હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, આખા વિસ્તારમાં જોરદાર ધડાકાની સાથે આગની જ્વાળાઓ જોઈ લોકોમાં અફરાતફરી મચી ગઈ. જોકે, પાયલટ સમયસૂચકતા વાપરી અકસ્માત પહેલા એરક્રાફ્ટ વસ્તીવાળા વિસ્તારથી દૂર લઈ ગયો હતો.

  • 62 વર્ષમાં મિગ -21ની 200 દુર્ઘટના!!!

સોવિયત મૂળના મિગ-21 વિમાન 1960ના દાયકાની શરૂઆતમાં ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં 62 વર્ષમાં આ વિમાનો સાથે લગભગ 200 અકસ્માતો થયા છે. મિગ-21 લાંબા સમયથી ભારતીય વાયુસેનાનું મુખ્ય બેઝ હતું.  જોકે, એરક્રાફ્ટનો સેફ્ટી રેકોર્ડ ખૂબ જ ખરાબ છે.  વિમાન

દુર્ઘટનાઓમાં પણ અનેક લોકોના જીવ ગયા છે.  આ વર્ષે માર્ચમાં, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટે રાજ્યસભામાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણેય સેવાઓના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સાથે સંકળાયેલા અકસ્માતોમાં 42 સંરક્ષણ કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે.  છેલ્લા પાંચ વર્ષમાં કુલ 45 હવાઈ દુર્ઘટના થઈ છે, જેમાંથી 29 ભારતીય વાયુસેના પ્લેટફોર્મ સામેલ છે.એક સમયે ફાઈટર જેટ મિગ-21 એરક્રાફ્ટને ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ માનવામાં આવતી હતી.  પરંતુ હવે આ વિમાનો ન તો યુદ્ધ માટે યોગ્ય છે કે ન તો ઉડાન માટે.

  • 1960ના દાયકાની ટેકનોલોજીનો અત્યારે ઉપયોગ!!

વર્ષ 1964માં મિગ-21 ફાઈટર પ્લેન પહેલું સુપરસોનિક ફાઈટર જેટ તરીકે ઈન્ડિયન એરફોર્સમાં જોડાયું હતું. શરુઆતમાં જેટ રશિયામાં બન્યું હતું અને પછી ભારતમાં તેને એસેમ્બલ કરવાનો અધિકાર અને ટેક્નોલોજી મલી હતી. જે પછી

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને 1967માં લાઈસન્સ હેઠળ મિગ-21 લડાકુ વિમાનનું પ્રોડક્શન શરુ કર્યું હતું. રશિયાએ 1985માં આ વિમાનનું નિર્માણ બંધ કરી દીધું હતું, પરંતુ ભારતે અપગ્રેડેડ વેરિયન્ટનો ઉપયોગ ચાલુ રાખ્યો છે. જો કે 1960ના દાયકાની ટેકનોલોજીનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે.

  • રાજસ્થાન દુર્ઘટનાઓનું કેન્દ્ર: 8 વર્ષમાં 7 વિમાન થયા ક્રેશ

25 ઓગસ્ટ 2021: મિગ-21 બાઇસન મતસર ભૂર્તિયામાં ક્રેશ થયું, પાયલોટ સુરક્ષિત. 15 માર્ચ, 2017: શિવકર પાસે સુખોઈ-30 ક્રેશ, પાઈલટ સુરક્ષિત. 10 સપ્ટેમ્બર 2016: માલી કી ધની બાડમેરમાં મિગ-21 ક્રેશ થયું, પાયલોટ સુરક્ષિત.  27 જાન્યુઆરી 2015: બાડમેરના શિવકર રોડ પર મિગ-21 ક્રેશ, પાયલોટ સુરક્ષિત. 15 જુલાઈ 2013: ઉત્તરલાઈથી 4 કિમી દૂર બાંદ્રામાં મિગ-27 ક્રેશ થયું, પાયલોટ સુરક્ષિત. 7 જૂન, 2013: ઉત્તરલાઈથી 40 કિમી દૂર સોડિયારમાં મિગ-21 ક્રેશ થયું, પાયલોટ સુરક્ષિત. 12 ફેબ્રુઆરી 2013: મિગ-21 ઉત્તરલાઈથી માત્ર 7 કિમી દૂર અનાની કી ધાની કુડલા પાસે ક્રેશ થયું, પાયલોટ સુરક્ષિત.

  • 1960ના દાયકાની ટેકનોલોજીનો અત્યારે ઉપયોગ!!

વર્ષ 1964માં મિગ-21 ફાઈટર પ્લેન પહેલું સુપરસોનિક ફાઈટર જેટ તરીકે ઈન્ડિયન એરફોર્સમાં જોડાયું હતું. શરુઆતમાં જેટ રશિયામાં બન્યું હતું અને પછી ભારતમાં તેને એસેમ્બલ કરવાનો અધિકાર અને ટેક્નોલોજી મલી હતી. જે પછી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને 1967માં લાઈસન્સ હેઠળ મિગ-21 લડાકુ વિમાનનું પ્રોડક્શન શરુ કર્યું હતું. રશિયાએ 1985માં આ વિમાનનું નિર્માણ બંધ કરી દીધું હતું, પરંતુ ભારતે અપગ્રેડેડ વેરિયન્ટનો ઉપયોગ ચાલુ રાખ્યો છે. જો કે 1960ના દાયકાની ટેકનોલોજીનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે.

  • લેન્ડિંગ અને ટેકઓફની વધુ સ્પીડ મિફ-21ને બનાવે છે જોખમી

1964થી આ વિમાનને ઓપરેટ કરી રહેલી ભારતીય વાયુસેનામાં તેના ક્રેશના રેકોર્ડને જોઈએ તો ફ્લાઈંગ કોફિન નામ આપવામાં આવ્યું છે. 1959 બનેલું મિગ પોતાના સમયમાં સૌથી ઝડપી ઉડનારું સુપરસોનિક વિમાન હતું. તેની સ્પીડના

કારણે જ તે સમયે સોવિયત સંઘના આ વિમાનથી અમેરિકા ડરતું હતું. આ એકમાત્ર એવું વિમાન છે કે જેનો ઉપયોગ દુનિયાભરના 60 દેશો દ્વારા કરવામાં આવ્યો છે. મિગ-21 આ સમયે ભારત સહિત દુનિયાના ઘણાં દેશોની વાયુસેનામાં સેવા આપે છે. મિગ-21 એવિએશનના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ સંખ્યામાં સુપરસોનિક ફાઈટર જેટ છે. તેના અત્યાર સુધીમાં 11,496 યુનિટ્સ નિર્માણ કરાયું છે. જેની લેન્ડિંગ અને ટેકઓફની વધુ સ્પીડ તેને જોખમી બનાવી રહી છે.

  • મિગ-21એ કારગિલ યુદ્ધમાં ભજવી મહત્વની ભૂમિકા

પાકિસ્તાન સાથે થયેલા 1971 અને 199ના કારગિલ યુદ્ધમાં પણ મિગ 21 ફાઈટર પ્લેને મહત્વની ભૂમિકા ભજવી છે. હવે આ વર્ઝનનો ઉપયોગ માત્ર ભારતીય વાયુસેના જ કરે છે. બાકી અન્ય દેશોમાં અલગ-અલગ વેરિયન્ટનો ઉપયોગ કરે છે.

મિગ-21 બાઈસન એ જ લડાકુ વિમાન છે, જેના દ્વારા બાલાકોટ એરસ્ટ્રાઈક પછી ભારતીય વાયુસનાના વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું.

  • શું છે મિગ-21 લડાકુ વિમાનની ખાસિયત?

મિગ-21 બાઈસન લડાકુ વિમાન મિગ ઘણાં ઘાતક એરક્રાફ્ટ શોર્ટ રેન્જ અને મીડિયમ રેન્જ એરક્રાફ્ટ મિસાઈલોથી હુમલો કરવામાં સક્ષમ છે. આ લડાકુ વિમાનની સ્પીડ 2229 કિલોમીટર પ્રતિકલાકની છે. જે તે સમયે સૌથી સ્પીડમાં ઉડનારું

એરક્રાફ્ટ હતું. તેની રેન્જ 644 કિલોમીટરની આસપાસ હતી, જોકે, ભારતનું બાઈસન અપગ્રેડ કરીને લગભગ 1000 કિલોમીટર સુધી ઉડી શકતું હતું. તેમાં ટર્બોજેટ એન્જિન લાગેલું છે, જે વિમાનને સુપરસોનિકની ગતિથી ઉડવાની તાકાત પુરી પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.