Abtak Media Google News

અરજદારોના ખાતામાં ડીપોઝીટની રકમ NEFTથી જમા થઇ જશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના  વેસ્ટ ઝોન અન્વયે MIG પ્રકારના આવાસો માટે તા.05/04/2021 થી તા.23/07/2021 સુધી ફોર્મ વિતરણ કરવામાં આવેલ. જેમાં કુલ 1045 ફોર્મ્સનું વિતરણ થયેલ અને તે પૈકી 123 ફોર્મ્સ રૂ.20,000/- ડીપોઝીટ સાથે ભરાઈને પરત આવેલ. પરત આવેલ ફોર્મ્સનું સ્ક્રુટીની કરી MIGના મંજુર થયેલ 59 ફોર્મ્સનો જાહેર કોમ્પ્યુટરાઈઝ ડ્રો તા.08/10/2021ના રોજ કરીને 59 લાભાર્થીઓને આવાસ ફાળવણી કરવામાં આવેલ છે. જ્યારે 66 ફોર્મ્સ અપૂરતા આધારોને કારણે નામંજુર કરવામાં આવેલ. જે લાભાર્થીઓને ડ્રોમાં આવાસ લાગેલ છે તેઓની ડીપોઝીટને પ્રથમ હપ્તા તરીકે ગણવામાં આવેલ છે

તેમજ નામંજુર થયેલ 66 ફોર્મ્સના અરજદારોએ ડીપોઝીટ પેટે ભરેલ રૂ.20,000/- અરજદારના ફોર્મમાં દર્શાવેલ એકાઉન્ટમાં NEFT (નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર) દ્વારા તા. 18/01/2022 થી તા.20/01/2022 સુધીમાં જમા કરી આપવામાં આવશે.

અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનામાં અરજદારોને ડીપોઝીટ રીફંડ લેવા માટે સ્વયં આવાસ યોજના વિભાગ ખાતે આવી જરૂરી આધારો સાથે અરજી કરવાની રહેતી હતી. ત્યારબાદ આવાસ વિભાગ  દ્વારા એક એક અરજી પ્રમાણે બિલ બનાવીને ડીપોઝીટ રીફંડ કરવા માટેની પ્રક્રિયા કરતી હતી. જેના કારણે જે અરજદારો આવાસ યોજના વિભાગ ખાતે આવી જરૂરી આધારો સાથે અરજી કરવામાં વિલંબ કરતા હતા તેઓને રીફંડ આપવામાં પણ વિલંબ થતો હતો.

અરજદારોની સુગમતા માટે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ આવાસ યોજના શાખા, હિસાબી શાખા અને આઈ.ટી શાખા દ્વારા સંકલન કરીને એક નવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે.

જેમાં આવાસ વિભાગ દ્વારા નામંજુર થયેલ તમામ ફોર્મ્સમાં રહેલી  એકાઉન્ટ નંબર, બેંકની વિગતો તેમજ અન્ય જરૂરી વિગતો સંકલિત કરીને એક સાથે તમામ અરજદારોને ડીપોઝીટની રકમ પરત તેઓના એકાઉન્ટમાં NEFTથી જમા થઇ જાય તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવેલ તેમજ આ કામ માટે હવે લાભાર્થીઓએ રાજકોટ મહાનગરપાલિકાની ઓફીસ ખાતે આવવાની જરૂર નહિ પડે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા સામેથી અરજદારોને તેઓના એકાઉન્ટમાં રીફંડ જમા કરાવી આપશે.

જે અરજદારોના પૈસા ઉક્ત સમયમાં એકાઉન્ટમાં જમા ન થાય, તેઓએ તા.24/01/2022 બાદ રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના વિભાગનો જરૂરી આધારો સાથે રૂબરૂ સંપર્ક કરવા વિનંતી છે. જેથી આવા અરજદારોના પૈસા પણ તાત્કાલિક મળી રહે તે પ્રકારની કાર્યવાહી કરી શકાય.

આ ઉપરાંત જે લાભાર્થીઓને ઉક્ત યોજનાઓ ઊઠજ-1, ઊઠજ-2, MIG ના ડ્રોમાં આવાસ લાગેલ છે અને એલોટમેન્ટ લેટર લેવાના બાકી છે, તેઓને વહેલી તકે આવાસ યોજના વિભાગનો જરૂરી આધારો સાથે સંપર્ક કરીને એલોટમેન્ટ લેટર મેળવી લેવા માટે પણ અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.