Abtak Media Google News

આંધ્રપ્રદેશમાં ૯૦, ઓરિસ્સામાં ૮૦, કેરળમાં ૭૦, ઉત્તરપ્રદેશમાં ૭૦ ટકા નવા કેસ સ્થળાંતરિતોને કારણે: ડબલીંગ રેટની સાથો સાથ મૃત્યુદરમાં પણ ગંભીર વધારો

કોરોના મહામારી સામેના જંગમાં સ્થળાંતરિતોની બેખૌફી અને ગભરાટ સરકારના પ્રયત્નો પર પાણીઢોળ કરી નાખે તેવી સ્થિતિ ઉભી થઈ છે. હવે શહેરની જેમગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસના સંક્રમણના કેસનો જબ્બર ઉછાળો જોવા મળ્યો છે. લોકડાઉનના કારણે કોરોનાના કેસ એક તબક્કે કાબુમાં આવી ગયા હતા. ક્નટેઈમેન્ટ ઝોન સીવાય કોરોના કેસને રોકવામાં સફળતા મળી હતી. પરંતુ હવે મામલો બિચક્યો છે. શ્રમિકો, વિદ્યાર્થીઓ, નોકરીયાત સહિતનાને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સુવિધાની સાથે આઝાદી પણ આપી દેવાતા કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં તો કોરોના બોંબ ફૂટ્યો હોય તેવી હાલત છે. વર્તમાન સમયે કોરોનાની સૌથી વધુ ગંભીર અસર ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસનો પગ પેસારો અને હવે પગદંડા પાછળ સ્થળાંતરિતોની બેખૌફી અને ગભરામણ જવાબદાર છે.

Untitled 1

વર્તમાન સમયે દેશમાં ૨.૨૬ લાખ કોરોના પોઝીટીવ કેસ છે. દિવસે ને દિવસે કેસની તિવ્રતા વધી રહી છે. અગાઉ દર ત્રણ દિવસે ૧૦ હજાર કેસ નોંધાતા હતા. હવે દરરોજ ૧૦ હજાર કેસ નોંધાવા લાગ્યા છે. ડબલીંગ રેટ એકાએક ઘટી જતા મામલો વધુ ગંભીર બન્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના સંક્રમણની અસર વધુ છે. જેની પાછળ આરોગ્ય સેવાઓ ઉભી કરવામાં નાકામી જવાબદાર છે. આ બાબતે વડી અદાલતમાં પણ મામલો પહોંચી ગયો છે. જ્યાં કેન્દ્ર સરકારે વધુને વધુ ઝડપથી આરોગ્ય સુવિધા ઉભી કરવામાં આવશે તેવું કહ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં કવોરન્ટાઈન રાખવા માટે સેલ્ટર પણ ઉભા કરવામાં આવી રહ્યાં છે.

સ્થળાંતરિતોની બેખૌફી અને ગભરામણના કારણે આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા, કેરળ, ઉત્તરપ્રદેશ, પંજાબ સહિતના રાજ્યોના ગામડાઓમાં કોરોનાના સંક્રમણ વધી રહ્યાં છે. ગુજરાતમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પગપેશારો થયો છે. તાજેતરમાં મુંબઈમાં હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે, હોસ્પિટલમાં કોરોનાની દર્દી સીવાયના દર્દીને આવવાની મનાઈ ફરમાવાઈ હતી. જો આવીને આવી સ્થિતિ રહેશે તો જૂનના અંત સુધીમાં વિશ્ર્વમાં સૌથી વધુ કોરોના પોઝીટીવ કેસ ધરાવતાની યાદીમાં ભારતનું સ્થાન મોખરે આવી જશે. છેલ્લા ૧૫ દિવસમાં કોરોનાના કેસ ખુબ તિવ્રતાથી વધ્યા છે. તેની સાથે મૃત્યુદરમાં પણ જોખમી વધારો જોવા મળ્યો છે.

લોકડાઉનના થોડા દિવસો બાદ વતન જવાની લોકોની અધિરાઈના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. એકાએક જીદે ચડી પોતાના ગામડે કોરોનાનું સંક્રમણ લઈ જનારની સંખ્યા ખુબજ હતી. હવે જે વિસ્તારોમાં એક પણ કોરોના કેસ નહોતો ત્યાં ૩ થી ૪ આંકડામાં દર્દીઓ થઈ જાય તેવી દહેશત સેવાઈ રહી છે. અત્યાર સુધી ગામડાઓ કોરોનાથી બચી શકયા હતા પરંતુ હવે સ્થિતિ ઉધી છે. શહેરોમાં નવા કેસના સ્થાને ગામડાઓમાં વધુ તિવ્રતાથી કોરોના ત્રાટકી રહ્યો છે. આંધ્રપ્રદેશમાં છેલ્લા થોડા સમયમાં નવા નોંધાયેલા ૯૦ ટકા કેસ ગામડાઓમાં સ્થળાંતરીતોના કારણે આવ્યા છે. આ ઉપરાંત આવી રીતે ઓરિસ્સામાં ૮૦ ટકા પોઝીટીવ કેસ ગ્રામ્ય વિસ્તારોના છે જેની પાછળ સ્થળાંતરિત જવાબદાર છે. જેમાં કેરળ, રાજસ્થાન અને પંજાબની સ્થિતિ પણ આવી જ છે. છત્તીસગઢમાં પણ એકાએક કેસમાં ઉછાળો આવ્યો છે. આંકડા મુજબ કેરળમાં ૪.૫ લાખ, પં.બંગાળમાં ૬ લાખ, બિહારમાં ૨ લાખ જ્યારે ઉત્તરપ્રદેશમાં ૩૦ લાખ સ્થળાંતરિતો અન્ય રાજ્યોમાં પહોંચ્યા હતા. જેમાંથી ઘણા સ્થળાંતરિતો કોરોનાના સંક્રમણ લઈ પોતાના ગામડે ગયા હતા અને હવે એકાએક કેસ વધી જવા પામ્યા છે.

તબલઘીઓના ઘોડા છૂટી ગયા બાદ તાળા મારવા જેવો ઘાટ

૨૨૫૦ જમાતીઓને ૧૦ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાયા

તબલીગી જમાતના રપપપ૦ વિદેશી સભ્યોને બ્લેક લિસ્ટેડ કરીને તેમના માટે ભારતમાં ૧૦ વરસ સુધીનો પ્રવેશ નિષેધ એટલે કે પ્રવેશ પરનો પ્રતિબંધ મૂકી દીધો હતો. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની માર્ચ મહિનામાં જાહેરાત થયા બાદ રપ૦ વિદેશી નાગરીકો સહિત ર૩૦૦ જમાતીઓ દિલ્હીના તબલીગી જમાતના વડા મથક નિઝામુદ્દીન વિસ્તારમાં રોકાયા હોવાનું બહાર આવ્યું હતું. આ પૈકીના કેટલાંક સભ્યોને કોરોનાનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. લોકડાઉન જાહેર કરી સોશ્યલ ડિસ્ટન્સની હિમાયત કરી હતી એવા સંજોગોમાં વિદેશથી આવેલા જમાતી સભ્યો અને મોટા પ્રમાણમાં લોકોની હાજરી વચ્ચે દિલ્હીમાં જયાં જયાં ગયા હતા ત્યાં કોરોના સંક્રમણ ફેલાયો હતો. સરકારે સોશ્યલ ડિસ્ટન્સ અને લોકડાઉનની ગોઠવેલી વ્યવસ્થા પર જમાતીઓના આવા ગમને પાણી ફેરવી દીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.