Abtak Media Google News

અબતક, પોરબંદર

કુદરતે તમામને સ્વતંત્ર્ાતાનો સરખો અધિકાર આપ્યો છે, પરંતુ માનવીએ ધરતીના ભાગલા પાડી દીધા છે. જેથી વિદેશમાં લોકોને હરવા-ફરવા જવા માટે પાસપોર્ટ વિઝા મેળવવા પડે છે. પરંતુ ખુûા આકાશમાં પોતાની મોજમાં વિહરતા પક્ષીઓને આ ઔપચારિકતાની જરૂર નથી. ત્યારે દર વર્ષે શિયાળામાં મોટા પ્રમાણમાં વિદેશી પક્ષાીઓ પોરબંદરના મહેમાન બને છે. શિયાળા દરમિયાન પોરબંદરમાં આવતા વિદેશી પક્ષાીઓમાં ખાસ કરીને સીગલ પક્ષાી વધારે જોવા મળે છે. વિદેશથી હજારો કિલોમીટરનું અંતર કાપી ગુજરાતમાં આવતા સીગલ તરીકે ઓળખાતા પક્ષીઓ યાયાવર માઇગ્રેટરી પક્ષીઓ છે.

ગુજરાતીમાં તેને ધોમડા પણ કહે છે. સીગલના બે ગ્રુપ હોય છે, જેમાં નાના સીગલ અને મોટા સીગલ, જેમાં નાના સીગલના પણ ત્ર્ાણ પ્રકાર છે, બ્લેકહેડ જેનું માથું કાળુ હોય છે તથા બ્રાઉન હેડેડ જેનું માથું બદામી હોય છે તથા સ્લેન્ડર જેની ચાંચ વાંકી હોય છે. જ્યારે મોટા સીગલમાં પલાસીસ ગલ બ્લેકહેડ જેનું કદ મોટું અને માથું કાળું હોય છે. લેઝર બ્લેક ગલ, કાસ્પિયન ગલ વગેરે તેના પ્રકાર છે. સામાન્ય રીતે સીગલનો ખોરાક માછલી છે, તેઓ તરી શકે છે અને કિનારે રહીને માછલીનો શિકાર પણ કરે છે. પરંતુ પોરબંદરની ચોપાટી પર લોકો પુણ્યની દ્રષ્ટિએ આ સીગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે. જે આ પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે, ગાંઠિયાના કારણે આ પક્ષીઓની પાચન સિસ્ટમને નુકશાન થાય છે અને આ પક્ષીઓની પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો નોંધાય છે.

ઘણીવાર વધુ ગાંઠિયા ખાવાના કારણે પાચનતંત્ર્ા નબળું પડવાથી ઉડવામાં પણ તકલીફ પડે છે. પોરબંદર સહિત કાઠીયાવાડમાં લોકો ગાંઠીયાપ્રેમી છે અને તેથી ગાંઠીયાનો સ્વાદ તેમની દાઢે વળગી ગયો છે. પરંતુ તેમની સાથોસાથ છેûા કેટલાક વષર્ોથી પોરબંદરવાસીઓએ પક્ષી સહિતના ળવોને પણ ગાંઠીયાના વ્યસની બનાવી દીધા છે. દિવસભર ચોપાટી ખાતે લોકો પક્ષીઓને ચણની સાથોસાથ ગાંઠીયા નાંખવામાં આવતા હોવાનું બહાર આવતા આ પ્રકારની પ્રવૃતિ ઉપર બ્રેક મારવી અત્યંત જરૂરી બની ગઈ છે. કેમ કે, ગાંઠીયા ખવડાવવાથી લોકો પૂણ્યના નહી પાપના પોટલા બાંધીને પાપમાં ભાગીદાર થઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.

પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડોકટર સિદ્ઘાર્થ ગોકાણીએ સીગલ પક્ષીઓને પોતાનો કુદરતી ખોરાક ખાવા દેવામાં આવે તેવી લોકોને અપીલ કરી હતી. આ સીગલ પક્ષીઓ ઉત્તર ધ્રુવના અલગ-અલગ દેશોમાંથી ભારત આવે છે, જેમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂવર્ીય વિસ્તારોમાંથી મોંગોલિયા તુર્કમેનિસ્તાન રસિયા સહિતના દેશોમાંથી સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારત આવી જાય છે અને માર્ચ એપ્રિલ સુધી ગુજરાતમાં રહે છે અને ફરી તેના વતન પરત જાય છે. યાયાવર પક્ષીઓમાં સીગલ પક્ષીઓ ગુજરાતમાં કે ભારતમાં માળો બનાવતા નથી, અહી માત્ર્ા શિયાળો પસાર કરવા આવે છે તેમ પક્ષીવિદોએ જણાવ્યું છે.

એકબાજુ પોરબંદરમાં પંખી સહિત અન્ય નાના મોટા ળવોને ઈજા થાય તો તેને બચાવવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ કાર્યરત રહે છે. પરંતુ બીળ બાજુ પોરબંદરવાસીઓની જેમ જ કેટલાક પંખીઓ અને અન્ય ળવો ગાંઠીયા અને ફરસાણના વ્યસની બની ગયા છે. કહેવાતી આ પ્રકારની ળવદયા એ રૂપકડા ળવો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે, પક્ષીઓને આ પ્રકારનું ભોજન આપતા લોકો તેમની આ પ્રવૃતિ ઉપર બ્રેક મારે તે અત્યંત જરૂરી બની ગઈ છે.

પૂણ્યના પોટલા બાંધવા માટે પક્ષીઓને ગાંઠીયા ખવડાવીને જાણે કે પીડામાંથી મુક્તિત મળી જશે તેમ માનનારો વર્ગ ખુદ પક્ષીઓને જ જાણ્યે અજાણ્યે પીડા આપી રહ્યો છે. આ પ્રકારના પક્ષીઓ અને અન્ય ળવોને પણ ફરસાણ આરોગવામાં અત્યારે તો મજા આવે છે પણ તેના કારણે તેના આરોગ્યને ગંભીર આડઅસર થાય છે અને તેનાથી તેઓ પણ અજાણ હોય છે. લોકોએ પણ ગાંઠીયા જેવા ફરસાણ ખવડાવીને પૂણ્યના પોટલા બાંધવાનું માની રહ્યા છે પરંતુ તેઓ પાપના પોટલા બાંધી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.