- પશુપાલકોની સુખાકારી માટે દૂધ મંડળીઓને માઇક્રો ATM વિષે અપાઈ તાલીમ
- બેન્કની સુવિધાઓ ઘર આંગણે મળી શકે તેવી વ્યવસ્થા કરાઇ
- સરહદ ડેરી સંયોજીત એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું
કચ્છના દુર્ગમ વિસ્તારોમાં બેન્કોની સુવિધા ન હોવાથી દરેક ગામની દૂધ મંડળીઓમાં દૂધ ભરતા પશુપાલકોને દૂર દૂરના કિલોમીટર કાપીને બેન્કો સુધી જવું પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે નાબાર્ડના સહયોગથી સરહદ ડેરી દ્વારા માઇક્રો ATM ના અભિગમ સાથે તમામ બેન્કની સુવિધાઓ જે તે ગામના ઘર આંગણે મળી શકે છે. માઇક્રો ATM ના વપરાશ અંગેની તાલીમ સરહદ ડેરીના ચાંદરાણી સ્થિત કોર્પોરેટ ઓફિસ ખાતે આપવામાં આવી હતી. જેમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ (NICM) અને નાબાર્ડ તેમજ સરહદ ડેરી સંયોજીત એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું. જેનું ઉદઘાટન અમૂલ GCMMF ના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલના અધ્યક્ષ સ્થાને તથા KDCC બેન્કના ચેરમેન દેવરાજ ગઢવી, અંજાર APMC ના ચેરમેન વેલા જરૂ તથા નાબર્ડ કચ્છના DDM નીરજ સિંઘ, NICMના પ્રિન્સિપાલ ડો.લિપ્સા રાવલની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
કચ્છ વિસ્તાર સૌથી મોટો વિસ્તાર છે તથા દુર્ગમ વિસ્તારો માં બેન્કો ની સુવિધા ન હોવાથી દરેક ગામ ની દૂધ મંડળીઓ માં દૂધ ભરતા પશુપાલકો ને દૂર દૂર ના કિલોમીટર કાપીને બેન્કો સુધી જવું પડે છે. આ સમસ્યા ના નિરાકરણ માટે નાબાર્ડના સહયોગથી સરહદ ડેરી દ્વારા Micro ATMના નવા અભિગમ સાથે આગળ આવી છે. આ Micro ATM ની મદદથી તમામ બેન્કની સુવિધાઓ જે તે ગામના ઘર આંગણે મળી શકે છે.
તમામ નાણાકીય લેવડ-દેવડ ઘર બેઠા જ થઈ જાય છે. દૂધ મંડળીના સંચાલકો આ નવીનતમ ટેક્નોલૉજી અપનાવે તથા સુગમતા સાથે પશુપાલકોને સગવડ મળી રહે તે માટે તેઓને Micro ATMના વપરાશ અંગેની તાલીમ સરહદ ડેરીના ચાંદરાણી સ્થિત કોર્પોરેટ ઓફિસ ખાતે આપવામાં આવી હતી. જેમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ(NICM) અને નાબાર્ડ તેમજ સરહદ ડેરી સંયોજીત એક દિવસીય વર્કશોપનું ઉદઘાટન અમૂલ GCMMF ના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલના અધ્યક્ષ સ્થાને તથા KDCC બેન્કના ચેરમેન દેવરાજ ગઢવી, અંજાર APMCના ચેરમેન વેલા જરૂ તથા NABARD કચ્છના DDM નીરજ સિંઘ, NICMના પ્રિન્સિપાલ ડો.લિપ્સા રાવલની હાજરીમાં કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત રાયધણપર મંડળીના મંત્રી રમેશ આહીર દ્વારા કરવામાં આવેલ છે.
આ પ્રસંગે અમૂલ ફેડરેશનના ચેરમેન શામળ પટેલ તેમજ નાબાર્ડના CGM સિંઘલ સાહેબ અન્ય કારણ સર હાજર રહી શક્યા ના હતા પણ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી. તેમજ આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન હુંબલે જણાવ્યું હતું કે તમામ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને મંડળીના પ્રમુખ/મંત્રી/સંચાલકો Micro ATMનો બહોળા પ્રમાણમાં ઉપયોગ શરૂ કરે તે માટે આહ્વાન કર્યું હતું. આ સાથે દૂધ મંડળીમાં દૂધ જમા કરાવનાર સભ્યોને દર અઠવાડિયે રોકડ લેવા દૂર જવું પડતું નથી, ગામમાંથી જ નાણાં મળી રહે છે. તેમજ છેવાડાના ગામ સુધી ડિજિટલ બેન્કિંગના લાભ મળે છે,ગામના લોકો બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાતા થયા છે.
KDCC બેન્કના ચેરમેન દેવરાજ ગઢવી દ્વારા ટૂંક સમય માં KDCC બેન્કની Net banking UPI જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ખાતરી આપી હતી. તેમજ તાલીમના અંતે તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ કર્યાના પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ નું સંચાલન NICM ના પ્રોફેસર ડી.બી. ગોટી દ્વારા કરવામાં આવેલ તથા ટેકનિકલ સેશન NICM ના પ્રોફેસર એમ.સી. પારેખ દ્વારા કરવામાં આવેલ તથા Micro ATM નું સેશન KDCC બેંક ના CEO તુષાર પટ્ટણી દ્વારા કરવામાં આવેલ હતું.
તાલીમ કાર્યક્રમના અંતે પ્રશ્નોની આપ લે કરવામાં આવી અને તાલીમાર્થીઓને મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રજીસ્ટર દૂધ મંડળીના પ્રમુખ-મંત્રી તથા બેન્ક મિત્ર તેમજ KDCC બેન્કના તેમજ સરહદ ડેરીના અધિકારી હાજર રહ્યા હતા.
અહેવાલ : ભારતી માખીજાણી