• 2000થી વધુ અગરિયાની સ્થિતિ બની કફોળી

1706547080808 કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓ પાયમાલ બની ગયા હતા. જેમાં ખારાગોઢાના રણમા દેગામ સહકારી, સવલાસ સહકારી, હિંમતપુરા સહકારી, સોની સહકારી, કૃષ્ણા સહકારી, રામ સહકારી, દસાડા હરિજન સહકારી, ડી.વી.એસ.સહકારી, અંબિકા સહકારીમાં મળીને 200 જેટલા પાટામાં કેનાલનું ચિક્કાર પાણી ફરી વળતા મીઠું પકવતા અગરિયાઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.1706547080769

રણમાં દેગામ, સવલાસ અને હિંમતપુરા તથા અંબિકા રણમાં દર વર્ષે નર્મદાનું ચિક્કાર પાણી આવતા દેગામ સહિતના રણમાં દોઢસોથી વધુ જેટલા મીઠાના પાટા છેલ્લા પાંચેક વર્ષથી બંધ થતાં એ અગરિયા પરિવારોને મજૂરી કામ અર્થે સામુહિક હિજરત કરવાની નોબત ઉભી થઇ હતી. આ અંગે નર્મદા વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.આર.પટેલે જણાવ્યું કે મીઠું પકવાતા અગરિયાઓની આ બાબતની ફરિયાદ મળી છે. જે અંગેની તાકીદે તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.