- રાજકોટ – અમદાવાદ હાઇવે પર વસ્તડી ગામ નજીકથી રૂ. 1.31 કરોડનો દારૂ ભરેલુ ટેન્કર ઝડપાયુ
- શરાબની 24,630 બોટલ સાથે ડ્રાયવર – ક્લિનરની ધરપકડ કરતી SMC
- મુંદ્રા ખાતે દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર સહીત ત્રણની શોધખોળ
રાજ્યભરમાંથી અવાર નવાર દારૂનો જથ્થો ઝડપાતો રહેતો હોય છે. પોલીસ બુટલેગરો પાસેથી દારૂ, ગાંજો, તેમજ અન્ય પ્રકારની વસ્તુઓ ઝડપતી હોય છે. અને પોલીસ આ બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરતાં હોય છે. ત્યારે આવો જ એક બનાવ ગુજરાતનાં રાજકોટ – અમદાવાદ હાઇવે પરથી સામે આવ્યો છે. રાજકોટ – અમદાવાદ હાઇવે પર વસ્તડી ગામ નજીકથી રૂ. 1.31 કરોડનો દારૂ ભરેલુ ટેન્કર ઝડપાયો છે.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર પેટ્રોલ પંપ નજીક સુરેન્દ્રનગરનાં વસ્તડી ગામ પાસે આવેલી હોટલ પાસે એક ટેન્કરમાં દારૂનો જથ્થો ભર્યો હોવાની બાતમીનાં આધારે ગાંધીનગરની SMCની ટીમે દરોડો પાડી ટેન્કરમાથી કુલ રૂ. 1.31 કરોડની 24,630 જેટલી બોટલ કબ્જેકરવામાં આવી હતી. આ ઉપરાંત દારૂનાં જથ્થા સાથે ડ્રાયવર – ક્લિનરની રાજસ્થાનીને પકડી લેવામા આવ્યા છે અને આ દારૂનો જથ્થો કચ્છ-મુન્દ્રા તરફ જતો હોવાનુ પકડાયેલા બંને શખસોએ કબુલ્યુ હતુ .
વધુ માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)નાં DYSP કે. ટી. કામરીયાનાં માર્ગદર્શન હેઠળ SMCનાં PSI ડી. પી. ભાટી સહીતનો સ્ટાફ રાજકોટ-અમદાવાદ હાઇવે પર પેટ્રોલીંગમા હતો. ત્યારે ચોકકસ બાતમી મળી કે સુરેન્દ્રનગરનાં વસ્તડી ગામ નજીક આવેલી હોટલ પાસે ઉભેલા એક ટેન્કરમા દારૂનો મોટો જથ્થો છે અને આ ટેન્કર કચ્છ તરફ જવાની છે . જેથી PSI ભાટી અને તેમની ટીમે ટેન્કરને અટકાવી તેમા તલાસી લેતા ટેન્કરમાંથી અલગ અલગ દારૂની બોટલ અને ટીન રૂપિયા 1.31 કરોડની બોટલ 24,630 કબ્જે કરવામા આવી હતી.
જયારે આ ટેન્કર સાથે પકડાયેલા શખ્સોનાં નામ પુછતા બંને શખસ રાજસ્થાનનાં રહેવાસી હોવાનુ અને બંનેનાં નામ ચિત્રરામ નારાયણરામ જાટ (ચૌધરી) અને મંગીલાલ તેજારામ શાહુ (ચૌધરી) રાજસ્થાન હોવાનુ જણાવ્યુ હતુ. જયારે બંનેની પુછપરછ દરમ્યાન દારૂનો જથ્થો પંજાબથી એક શખસે દારૂનો જથ્થો મોકલ્યો હતો અને આ દારૂનો જથ્થો કચ્છનાં મુન્દ્રા ખાતે લઇ જવાનો હતો. હાલ ત્રણ વ્યકિતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.