- નવસારી હાઈવે પરથી દારૂનો જથ્થો પકડાયો
- રૂ.1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત
- એક આરોપી ઝડપાયો, બે ફરાર
રાજ્યમાંથી દિવસે ને દિવસે દારૂનો જથ્થો ઝડપાતો રહેતો હોય છે. તેમજ અવાર નવાર દારૂ, ડ્રગ્સ , ગાંજો ,બીયર કે અન્ય વસ્તુનો જથ્થો જપ્ત કરવામાં આવતો હોય છે. ત્યારે આવો જ એક બનાવ નવસારીમાંથી સામે આવ્યો છે. નવસારી હાઈવે પરથી દારૂનો જથ્થો પકડાયો હતો. તેમજ પોલીસે રૂ.1.30 કરોડનો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બે આરોપી ફરાર થયા છે.
અનુસાર માહિતી મુજબ, નવસારી રૂરલ પોલીસે નેશનલ હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે સામર ફળિયા વિસ્તારમાં જૂની રાજન હોટલ સામે વોચ ગોઠવવામાં આવી હતી. નવસારી રુરલ પોલીસ દ્વારા દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કન્ટેનર ટ્રકમાંથી 1.04 કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં 1 આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જયારે બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસે રાજસ્થાન નંબરના કન્ટેનર ટ્રક (RJ-32-GB-6253)ને રોકીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી 729 પેટીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 8,748 બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂ. 1.04 કરોડથી વધુ છે. આ ઉપરાંત પોલીસે ટ્રક ડ્રાઈવર 46 વર્ષીય ડુંગરસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. તેમજ તે રાજસ્થાનના રાજસમંદ જિલ્લાનો રહેવાસી છે. આરોપી પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ, ફાસ્ટેગ સ્ટીકર અને અન્ય દસ્તાવેજો મળ્યા છે.
દારૂનો જથ્થો ગોવાથી સુરત તરફ લઈ જવાતો હતો. ત્યારે પોલીસે કુલ રૂ. 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂ ઉપરાંત રૂ. 25 લાખની કિંમતનો કન્ટેનર ટ્રક પણ સામેલ છે. આ કેસમાં બે આરોપીઓ હજુ ફરાર છે. તેમજ સુરેન્દ્ર હજારીસિંગ રાજપુત અને સતુભાઈ ઉર્ફે બાપુ ઉર્ફે બુઢો (અજમેર). નવસારી રૂરલ પોલીસ ઈન્સ્પેક્ટર પી.બી. પટેલીયા આગળની તપાસ કરી રહ્યા છે.
પોલીસે તેમાં તપાસ કરતા 729 પૂઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 8,748 બાટલીઓ કિંમત 1,04,97,600 મળી આવી હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો, કન્ટેનર, એક મોબાઈલ તેમજ આરોપી પાસેથી મળી આવેલ રોકડા રૂપિયા 1900 સહીત કુલ 1,30,4,500 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ ઘટનામાં પોલીસે રાજસ્થાનના વતની 46 વર્ષીય ડુંગરસિહ ચૌહાણને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત સમગ્ર ઘટનામાં સુરેન્દ્ર હજારીસિંગ રાજપૂત અને સતુભાઈ ઉર્ફે બાપુ ઉર્ફે બુઢોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.