Abtak Media Google News

જામનગરમાં સરીસૃપ બચાવની કામગીરી કરતી સંસ્થા લાખોટા નેચર કલબ દ્વારા શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી કોરોના કાળના એક વર્ષ એટલે કે એપ્રિલ 2020 થી 31 માર્ચ 2021 દરમિયાન અંદાજે 4000 થી વધુ સરીસૃપને રેસ્ક્યુ કરી બચાવાયા છે. લાખોટા નેચર ક્લબના 42 સભ્યો આ કાર્ય કરે છે. અત્યાર સુધીના રેકોર્ડ મુજબ સૌથી વધુ રેકોર્ડબ્રેક 3447 સરીસૃપોને જંગલખાતાની મદદથી સફળતાપૂર્વક બચાવ કરેલ છે. તથા તેમને જંગલમાં મુક્ત કરેલ છે. આ 3447 સરીસૃપોમાં 1955 બિનઝેરી સર્પ, 1450 ઝેરી સર્પ તથા 42 ચંદન ઘો લાખોટા નેચર ક્લબના 42 સર્પ મિત્રો તથા જંગલખાતાના સ્ટાફ દ્વારા લોકડાઉન અને કોરોના કાળ જેવો કપરા સમયમાં પણ કોરોના વોરિયર્સ બની દિવસ-રાત જોયા વગર કોઈ પણ સમયે પોતાના જીવના જોખમે તેમજ સ્વખર્ચે લોકોના ઘર, દુકાન, ઓફિસ, ઉદ્યોગ, ગોડાઉન જેવા અનેક રહેઠાણો સુધી તરત પહોંચી બચાવ કરેલ છે.

સંસ્થા દ્વારા દર રવિવારે બે કલાક સરીસૃપ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. જ્યારે સંસ્થા દ્વારા સરીસૃપ બચાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ કે ફી લેવામાં આવતી નથી. તેમજ સંસ્થા દ્વારા દર રવિવારે બે કલાક સરીસૃપ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. જે સંસ્થા કોઈપણ પ્રકારનો સહયોગ આપવા તથા સંસ્થામાં જોડાવા માટે વાત પર કરે છે.જ્યારે ગરમીના સમયમાં સર્પ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય તેથી જો આપની આસપાસ જોવા મળે તો ગભરાશો નહીં કે તેને મારસો નહીં. પરંતુ તેને બચાવવા માટે લાખોટા નેચર ક્લબનો સંપર્ક કરવો તેવી પણ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.