Abtak Media Google News


ગિલ્લી દંડા, ખો-ખો, ડબ્બા આસ-પાસ, સંતા-કુકડી, છલક-છલાણું. જેવી રમતો 1970, 1980 તથા 1990 નાં દાયકામાં બાળકોની સૌથી લોકપ્રિય રમતો ગણાતી હતી. પરંતુ 21 મી સદીનાં પ્રારંભે જેમ ઘણું બદલાયું, એમ બાળકોની રમતો પણ બદલાઇ..! સદી જેમ આગળ વધતી જાય છે તેમ આ ક્ષેત્રમાં અકલ્પનિય ફેરફારો થઇ રહ્યા છે. સ્માર્ટ ફોનના આગમન સાથે જેમ વર્લ્ડ સ્માર્ટ થઇ રહ્યું છે તેમ ગેમ્સ પણ સ્માર્ટ થઇ રહી છે. છેલ્લા એક દાયકામાં  મોબાઇલ ગેમિંગનો એક એવો નવો વિકળ્પ મળ્યો છે અને ઉપરની રમતોનું સ્થાન હવે પબ-જી, કેન્ડી ક્રશ તથા પોકેમોન જેવી રમતો લઇ રહી છે. આ રમતોનું ઘેલું એટલી હદે વધી રહ્યું છે કે  તેનાથી માત્ર બાળકો જ  નહીં યુવાનો અને કાંઇક અંશે વૄધ્ધો પણ આકર્ષાઇ રહ્યા છે.

આગામી પાંચ વર્ષમાં એટલે કે 2021 થી 2026 દરમિયાન વિશ્વમાં આ સેક્ટર સરેરાશ વાર્ષિક 12.3 ટકાના  દરે વધતું રહેશે એવું તાજેતરમાં થયેલા સર્વેક્ષણનું તારણ છે. એમાંયે ભારત મોબાઇલ ગેમનાં બિઝનેસમાં વિશ્વમાં સૌથી આગળ નીકળી રહ્યું છે. આ એક એવું સેક્ટર છે જેમાં હવે પ્રોફેશ્નલ ખેલાડી બનવાની તકો ઉભી થઇ છે. આ ખેલાડીઓ મહિને એક થી બે લાખ રૂપિયા કમાતા થયા છે.

ભારતમાં મોબાઇલ ગેમીંગનો બિઝનેસ વાર્ષિક 22 ટકાના દરે વધી રહ્યો છે. વર્ષ 2023 માં આ બિઝનેસ વાર્ષિક 11900 કરોડ રૂપિયાનો થવાનું અનુમાન મકાયું છે. આ એક એવું સેક્ટર છે જે ઇન્ટરનેટ પર આધારિત છે. વળી તે ઘરમાં બેસીને રમાતી હોવાથી કોવિડ-19 પેનડેમીકનાં લોકડાઉનનાં ગાળામાં આ ગેમનો કારોબાર માનવજાતમાં એવો વાયરસની જેમ ફેલાયો છૈ અબાલ વૄધ્ધ સૌ આ પેનડેમિકમાં સપડાયા છે. ભારતમાં છેલ્લા સર્વે પ્રમાણે 56 કરોડ નાગરિકો મોબાઇલ ઇન્ટરનેટ યુઝર્સ છે. જેના કારણે આ કલાઉડ ગેમિંગના સબસ્ક્રાઇબરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

આ સેક્ટર અચાનક પણ એટલી તેજ ગતિઐ વિકસી રહ્યું છે કે ગત વર્ષે સ્ટેટેસ્ટિયા, નઝારા, તથા આઇ.એન.સી-24 જેવી ત્રણ કંપનીઓને એક સાથે સર્વે કરવો પડયો હતો. આકંડા કાંઇક એવું અનુમાન આપે છૈ કે 2020 માં ભારતમાં આ કારોબાર 1.20 અબજ ડોલરનો હતો જે 2023 સુધીમાં 3.5 અબજ ડોલરનો થશે અને 2025 સુધીમાં 10.20 અબજ ડોલરે પહોંચશે. આ સેક્ટરનો ધંધો વધે છે એટલે જ તેનો વ્યાપ વધવાનો છે ઐવું નથી, પરંતુ આ સેક્ટર બિઝનેસ વધવાની સાથે ઓર્ગેનાઇઝ્ડ અને પ્રોફેશ્નલ પણ થઇ રહ્યું છે.  ભારતનાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડની જેમ મોબાઇલ ગેમ્સનું પણ એક એશોશિએશન બની ગયું છે.

કોઇ એક ટીમ વતી રમતા ખેલાડીઓને વાર્ષિક ત્રણ લાખથી માંડીને 40 લાખ રૂપિયા સુધીનો પગાર પણ મળે છે. 2017 ના વર્ષમાં ઇ-સ્પોર્ટસનાં પ્રાઇઝ મનીનો આંકડો 77 લાખ રૂપિયા હતો જે એક જ વષર્ષમાં વધીને ચાર કરોડ રૂપિયા થઇ ગયો હતો. હાલમાં ઇ-સ્પોર્ટસમાં પ્રાઇઝ મનીનો આંકડો વાર્ષિક 125 ટકાનાં દરે વધી રહ્યો છે. અત્યારે પણ 80000 જેટલા યુવાનો છે જે આ સેક્ટરમાં કાયમી કેરિયર બનાવવા માટે નોકરી શોધી રહ્યા છે. આ નોકરી વાંચ્છુઓનો આંકડો દિવસે- દિવસે વધવાનો છે એ પણ નક્કી છે.

સ્વાભાવિક રીતે જ આ સેક્ટરમાં નવી ગેમ્સ તૈયાર કરતી કંપનીઓને પણ નવીન પ્રકારનાં બિઝનેસ અને ક્ધટેન્ટ દ્વારા કમાણી કરવાની તકો મળી રહી છે. નવા ક્ધટેન્ટ તૈયાર કરીને વેચવાના વ્યવસાયમાં ફેસબુક, નેટફ્લિક્સ, તથા પે-ટીએમ જેવી કંપનીઓ 10 કરોડ થી માંડીને 100 કરોડ રૂપિયાનાં મુડીરોકાણ કરી રહી છે. ફેસબુકે તાજેતરમાં જ 23.40 કરોડ ગેમ પ્લે શેસન રેકોર્ડ કર્યા છે.   આ આજની સ્થિતી છે, હવે ગમે તે ઘડીએ 5 જી નેટવર્કનું આગમન થશે. ત્યારે આ બિઝનેસ કઇ ઉંચાઇએ જશે તેની આજે માત્ર કલ્પના કરવી રહી..!

ડ્રોનનો વધતો વ્યાપ: ઇન્ડિયા ઇન ધ સ્કાય

ટ્રાફિક જોઇને ફ્રી પિત્ઝા ખાવાની લાલચમાં ઓર્ડર કરનારા લોકો હવે ચેતી જજો..! 20 મિનિટ તો શું પાંચ મિનિટમાં તમારા ઘરે પિત્ઝા પહોંચત થઇ જાય તેના માટેનો તખ્તો ઘડાઇ રહ્યો છે. કોઇપણ ટ્રાફિકની અડચણ વિના. જીહા, હવે તમારી વાનગીઓની ડિલીવરી હવાઇ માર્ગે થવાના ચક્રો ગતિમાન થઇ ચુક્યા છે, જેના સફળ પ્રયોગ પણ થઇ ગયા છે. હવે તમારા ઘરમાં ટૂક સમયમાં સાદા ઢોસા, ઇડલી-સંભાર કે પિત્ઝા-પાસ્તા ડ્રોન મારફતે સીધા તમારા ઘરની બારીએ પહોંચતા થશે.

કોઇપણ સેવામાં ડ્રોનનો પણ સપોર્ટ લેવાના સફળ પયાસો થઇ ચુક્યા છે અને હવે ટૂંકસમયમાં તેનો કમર્શિયલ ઉપયોગ પણ શરૂ થશે.  દેશની સરહદોમાં ડ્રોનને ઉડાડવા માટેનાં નવા નિયમો જાહેર થતા હવે હવે અન્ય વ્યવસાયોમાં ડ્રોનના ઉપયોગનો માર્ગ સરળ બન્યો છે.  તાજેતરમાં જ તેલંગણા સરકાર, નીતિ આયોગ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, અને એપોલો હોસ્પિટલ્સનાં સંયુક્ત પ્રયોગ રૂપે દવા વિતરણનો પ્રયાસ થયો હતો. જેમાં 45 દિવસમાં 350 ઉડાનો દ્વારા કુલ 850 કિલોમીટરની ઉડાન થઇ હતી. પંજાબ તથા ઉત્તરપ્રદેશમાં અનરા ટેકનોલોજીસે પંજાબ તથા ઉત્તરપ્રદેશમાં 100 કલાકનાં ડ્રાયવીગનો પ્રયોગ કર્યો હતો જેમાં વિવિધ ગ્રાહકોને ફુડ કે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

400 મીટર થતી ઓછી ઉંચાઇ એ ડ્રોન ઉડાડી શકાતા હોવાથી, ડ્રોનનો ઉપયોગ વધશે. અન્ય એક  પ્રયાસમાં હવે નેશનલ હાઇવે ઓથોરિટીઐ બાંધાક હેઠળ રહેલી રોડ ની સાઇટનું ડ્રોન દ્વારા શૂટીંગ કરીને દર મહિને રેકોર્ડ મોકલવાનું ફરજીયાત બનાવાયું છે. આગામી દિવસોમાં માઇનીંગ, એનર્જી, શહેરી વિકાસ, તથા ખેતીનાં સર્વે અને ઇન્સ્પેક્શન માટે ડ્રોનનો ઉપયોગ શરૂ થશે. આ ઉપરાંત ગ્રામિણ વિસ્તારોમાં વિમા યોજના, દવા વિતરણ, કોમ્યુનિકેશન, કુરિયર, સીમાંકન તથા હવામાનના વરતારા માટે પણ ડ્રોનની સેવાનો લાભ લેવાનું શરૂ થઇ શકે છે. ડ્રોનની આ સેવાથી માનવ ચકાસણી કે ડીલીવરીનો ખર્ચ ઘટાડી શકાશે તથા કામ ઝડપી થશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.