Abtak Media Google News

ફીલ્મ લાઇનમા ખુબજ નાણાકીય વળતર આપવાની લાલચ આપી, ફીલ્મી હસ્તીઓની ઓળખાણ થાય તેવુ જણાવી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમા રોકાણ કરવાના બહાને જૂનાગઢના એક વિપ્ર યુવાનના વડોદરાના એક ફિલ્મ નિર્માતા તથા યુુ ટ્યુબની હિરોઈન એ રૂ. 9 લાખનું કરી નાખ્યું હોવાનુ પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે.

જુનાગઢ શહેરના દિંપાંજલી-2 વલ્લભનગર બ્લોક નં-12 માં રહેતા હરેશભાઈ નરેંન્દ્રભાઇ ઓઝા (ઉ.વ.45) ને ફિલ્મ બનાવતા અને વડોદરાાના વાઘોડીયા રોડ, પ્રારંભ એપાર્ટમેંટ બ્લોક નં-308 માં રહેતા રોહીતભાઇ છોટુભાઇ પટેલ તથા વડોદરાાના ન્યુ વી.આઈ.પી રીંગ રોડ, ખોડીયારનગર, શ્રુષ્ટી હાઈટસ ટાવર-1 બ્લોક નં-101 માંં રહેતી યુુ ટ્યુબની હિરોઈન પુુજાબેન દીલીપભાઇ પંચાલ સાથે મુલાકાત થઈ હતી, આ ફિલ્મ નિર્માતા તથા યુુ ટ્યુબની હિરોઈનએ જૂનાગઢના હરેશભાઈ નરેંન્દ્રભાઇ ઓઝા ને ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝમા રોકાણ કરવાના બહાને તેમજ ફીલ્મ લાઇનમા ખુબજ નાણાકીય વળતર આપવાની લાલચ આપી, હિરોઇનને વિશ્વસમા લઇ અલગ અલગ ફિલ્મી હસ્તીઓની ઓળખાણ થાય તેવુ જણાવી હરેશભાઈ નરેંન્દ્રભાઇ ઓઝા પાસેથી કુલ રૂ. 9 લાખ લઇ વિશ્વસઘાત, છેતરપીંડી કરી હતી. આ અંગે તેમણે  જુનાગઢ સી ડિવિઝન પોલીસમાં જૂનાગઢના હરેશભાઈ નરેંન્દ્રભાઇ ઓઝા એ વડોદરાના ફિલ્મ નિર્માતા તથા યુુ ટ્યુબની હિરોઈન સામે ફરિયાદ નોંધાવી છે. જે અનુસંધાને પોલીસે આ બનાવ અંગે ઝીણવટભરી તપાસનો દોર શરૂ કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.