જાફરાબાદમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે મેડિકલ સુવિધા નામે મીંડું: 50 બેડનું કોવિડ સેન્ટર ઊભું કરવા માંગ

0
11

કોરોનાની મહામારી ના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થિતિ અતિ ગંભીર અને વિકટ બની છે ત્યારે રાજુલા વિધાનસભા ક્ષેત્રના જાફરાબાદમાં આવેલ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તથા સ્ટાફ પૂરતા પ્રમાણમાં નથી તેમજ ત્યાં કોઈ પણ પ્રકારની મેડિકલ સુવિધા હાલમાં ઉપલબ્ધ નથી જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે જ્યારે આ કોરોના મહામારી ખૂબ જ વધી રહી છે ત્યારે જાફરાબાદ શહેરની સરકારી હોસ્પિટલમાં 50 બેડ સાથે એક કોવિડ સેન્ટર તથા જરૂરી એવાં ઈન્જેકશન જરૂરી એવી અન્ય તમામ મેડિકલ સુવિધા ફાળવવા રાજુલા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here