Abtak Media Google News
  • કુલ 1205 ગામોમાં અંધારપટ્ટ સર્જાયા હતા, યુદ્ધના ધોરણે રીપેરીંગ હાથ ધરી 1197 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાયો : આખી રાત વીજકર્મીઓ રીપેરીંગ માટે દોડધામ કરતા રહ્યા
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મીની વાવાઝોડાએ વીજતંત્રને મોટું નુકસાન કર્યું છે. હજુ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં 8 ગામોમાં હજુ વીજ પુરવઠો ખોરવાયેલો છે. આ સાથે 632 ફીડર બંધ બંધ છે. જેને પુન: શરૂ કરવા માટે વીજકર્મીઓએ કવાયત હાથ ધરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે સાંજે ઓચિંતો વાતવરણમાં પલટો આવ્યો હતો. અનેક વિસ્તારોમાં મીની વાવાઝોડા સાથે કરા અને વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે પીજીવીસીએલને મોટું નુકસાન થયું છે.  પીજીવીસીએલ હેઠળના કુલ 1205 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ હતો. જેમાંથી 1197 ગામોમાં પીજીવીસીએલની ટેકનીકલ ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વરત કરી આપવામાં આવેલ. હાલ 8 ગામોમાં વીજ પુરવઠો બાકી હોય તેને શરુ કરવાની કામગીરી ચાલી રહી છે. જે આજે સાંજ સુધીમાં વીજ પુરવઠો કાયમ થઇ જનાર છે. જયારે કુલ 632 બંધ ફીડરમાંથી જ્યોતિગ્રામ યોજનાના 5 ફીડર અને ખેતીવાડીના 627 ફીડર બંધ છે જેને રીસ્ટોર કરવા માટે કામગીરી ચાલી રહી છે.

હાલની સ્થિતિએ રાજકોટ ગ્રામ્યમાં જ્યોતિગ્રામનું 1 ફીડર, ખેતીવાડીના 37 ફીડર, મોરબીમાં જ્યોતિગ્રામનું 1 ફીડર, ખેતીવાડીનું 1 ફીડર, પોરબંદરમાં જ્યોતિગ્રામના 2 ફીડર, ખેતીવાડીના 107 ફીડર, જૂનાગઢમાં ખેતીવાડીના 54 ફીડર, જામનગરમાં ખેતીવાડીના 5 ફીડર, અંજારમાં ખેતીવાડીના 74 ફીડર, ભાવનગરમાં ખેતીવાડીના 135 ફીડર,  બોટાદમાં ખેતીવાડીના 33 ફીડર, અમરેલીમાં જ્યોતિગ્રામનું 1 ફીડર, ખેતીવાડીના 145 ફીડર, સુરેન્દ્રનગરમાં ખેતીવાડીના 36 મળી કુલ જ્યોતિગ્રામના 5 અને ખેતીવાડીના 627 ફીડર મળી 632 ફીડર બંધ છે. આ ઉપરાંત હાલ સુધી મોરબીમાં 1 ગામ, પોરબંદરમાં 4 ગામ, ભાવનગરમાં 1 ગામ અને બોટાદમાં 2 ગામ મળી કુલ 8 ગામોમાં બપોરે 12 વાગ્યા સુધીની સ્થિતિએ વીજ પુરવઠો ઠપ્પ છે. જેને પૂર્વવત કરાવવા વીજકર્મીઓ કવાયત હાથ ધરી છે.

99 વીજ પોલ ડેમેજ થયા, 3 ટીસી ખોટવાયા

સૌરાષ્ટ્ર કચ્છમાં ગઈકાલે સાંજે અને રાત્રે પવનની ગતિ એટલી તેજ હતી કે 99 વીજ પોલ ધરાશાયી તથા ડેમેજ થયા છે. જેમાં સૌથી વધુ બોટાદમાં 53 વીજ પોલને નુકસાન થયુ હતું. આ સાથે પોરબંદરમાં 20 વીજપોલ, મોરબીમાં 1 વીજપોલ, અંજારમાં 3 વીજપોલ, ભાવનગરમાં 11 વીજપોલ, બોટાદમાં 53 વીજપોલ, અમરેલીમાં 11 વીજપોલ ડેમેજ થયા છે. ઉપરાંત બોટાદમાં 3 ટીસી પણ ખોટવાયા છે.

સૌથી વધુ અમરેલી, બોટાદ, ભાવનગર અને મોરબીમાં અસર

સૌરાષ્ટ્ર કચ્છમાં ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે તેજ ગતિએ પવન પણ ફૂંકાયો હતો. જેમાં સૌથી વધુ અમરેલી, બોટાદ, ભાવનગર અને મોરબીમાં અસર થઈ હતી. અમરેલીમાં 146 ફીડર બંધ થયા હતા. 11 પોલ ડેમેજ થયા હતા. બોટાદમાં 33 ફીડર બંધ થયા હતા. 53 પોલ ડેમેજ થયા હતા. ભાવનગરમાં 135 ફીડર બંધ થયા હતા. 11 પોલ ડેમેજ થયા હતા. મોરબીમાં 2 ફીડર બંધ થયા હતા. 20 પોલ ડેમેજ થયા હતા.

રાજકોટમાં મોટાભાગના વિસ્તારોમાં મોડી રાત સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો

રાજકોટમાં અતિ ભારે પવન અને વરસાદનાં કારણે એચ. ટી. 1 સબ ડિવિઝન હેઠળ નવદુર્ગા, સીતારામ, ભક્તિનગર, સહકાર અને નવાગામ ફીડર, એચ.ટી. તેમજ 2 સબ ડિવિઝન હેઠળ ગુરુકુળ ફીડર જયારે એચ.ટી. 3 સબ ડિવિઝન હેઠળ  વૃંદાવન, સોમેશ્વર, કસ્તુરી અને શાંતિવન ફીડર ટ્રીપ થયા હતા. મોટાભાગના વિસ્તારોમાં રાત્રીના 1 વાગ્યા સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો હતો.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.