રાજ્યના 36 શહેરોમાં “મીની લોકડાઉન” લંબાવાયું, દિવસ દરમિયાનના કડક નિયમો આ તારીખ સુધી યથાવત

ખતરનાક સાબિત થયેલી કોરોના વાયરસની બીજી લહેરમાંથી ગુજરાત બહાર નીકળવા તરફ છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. તો સામે રિકવરી રેટ પણ નોંધનીય દરે વધી રહ્યો છે. પરંતુ આ વચ્ચે હજુ કોરોનાની આવનારી ત્રીજી લહેરનું જોખમ વધ્યું છે. જેના પગલે હજુ સાવચેતી રાખવાની ખુબ જરૂર છે.રાજ્યના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતાની કોર કમિટિએ લોકોને કોરોનાથી સલામત રાખવા કર્યા કેટલાક નિર્ણયો છે. ગુજરાતને આવનારી આ ત્રીજી લહેરથી બચાવવા રાજ્યમાં હાલ વધુ એક અઠવાડિયા માટે મીની લોકડાઉન લંબાવાયું છે.

8મહાનગરો સહિત 36 શહેરોમાં કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી રાખવામાં આવ્યાછે. 12થી 18મે સુધી રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં કોરોનાથી થોડી રાહત મળી છે. પરંતુ રાજ્ય સરકાર કર્ફ્યૂમાં ઢીલ આપશે તેમ લાગી રહ્યું નથી. કોરોના સંક્રમણ સંપૂર્ણપણે કાબુમાં કરવા અને ત્રીજી લહેર સામે અડીખમ ઉભું રહેવા માટે કડક નિયમોની જરૂર છે. તેવામાં 12 મેએ પૂર્ણ થઈ રહેલા કર્ફ્યૂ પહેલા સરકાર આજે મુખ્યમંત્રી દ્વારા કોર કમિટિએ બેઠક યોજી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી,  વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે.